અયોધ્યા રામમંદિરના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસની ભવિષ્યવાણી
રામ રાજય આવશે, પ્રાણપ્રતિષ્ઠા અને ર૦ર૪ની ચુંટણી બંને શુભ હશે-રામ લલાને ‘છપ્પન ભોગ’ અર્પણ કરાશે અને ‘પ્રસાદ’ ધરાશે
(એજન્સી)અયોધ્યા, અયોધ્યા રામ મંદીરના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે ભવીષ્યવાણી કરી હતી કે નવું વર્ષ ર૦ર૪માં મહત્વપુર્ણ રહેશે કારણ કે અયોધ્યામાં રામ મંદીરના ગર્ભગૃહમાં રામ લલ્લા બિરાજમાન થશે અને લોકસભાની ચુંટણીઓ યોજાશે અને બંને કાર્યો શુભ હશે.
અયોધ્યાના રામઘાટ વિસ્તારમાં પોતાના નિવાસસ્થાને તેમણે અયોધ્યામાં થઈ રહેલા વિકાસકાર્યોની પ્રશંસા કરી કરતાંજણાવ્યું હતું કે માત્ર શાંતી જ નહી ‘રામ રાજય’ પણ આવી રહયું છે.રામ લલ્લા ગર્ભગૃહમાં બિરાજમાન થશે. તેમણે એક ચોપાઈને ટાંકીને જણાવયું હતું કે “રામ રાજ બેઠે ત્રિલોકા હર્ષીત ભય ગયે સબ શોકા.”
નવા વર્ષ પર તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ અને આશીર્વાદ આપતાં તેમણે જણાવયું હતુંકે રામ લલ્લાને છપ્પન ભોગ અર્પણ કરાશે. અને પ્રસાદ’ ધરાવવામાં આવશે. તેથી નવું વર્ષ ખુબ સારું રહેશે. આ નવું વર્ષ ખૂબ જ મહત્વપુર્ણ છે, કારણ કે આ મહીનામાં રર જાન્યુઆરીના રોજ રામ લલ્લા ગર્ભગૃહમાં બિરાજશે… અને તે દેશના લોકો માટે ખૂબ જ લાભકારક રહેશે. ર૦ર૪માં લોકસભાની ચુંટણી પણ યોજાશે અને આ તમામ કાર્યો ‘શુભ’ અને સારા હશે.
ઉલ્લેખનીય છેકે લોકસભાની ચુંટણી એપ્રિલ-મેમાં યોજવાની શકયતા છે. આ પહેલા રર જાન્યુઆરીએ અયોધ્યામાં નવનિમીત રામ મંદીરરનો પ્રાણ પ્રતીષ્ઠા મહોત્સવ યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૦ ડીસેમ્બરે અયોધ્યાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન તેમણે નવનીમીત અયોધ્યા રેલવે સ્ટેશન અઅને નવા બનેલા એરપોર્ટનું ઉદઘાટન કર્યું હતું. અને અન્ય ઘણા પ્રોજેકટનો શિલાન્યાસ કર્યો હતો. મોદીએ પ ઓગષ્ટ, ર૦ર૦ના રોજ મંદીર માટે અયોધ્યામાં ‘ભુમીપુજન’ કર્યું હતું.