આલિયા ભટ્ટને પ્રપોઝ કરવું રણબીર કપૂર માટે હતું સૌથી સરળ, એક્ટરે ખુલાસો કર્યો

મુંબઇ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બોલીવુડના સૌથી ફેવરેટ કપલ્સમાંથી એક છે, બંને જલદી જ પેરેન્ટ્સ બનવાના છે, ત્રણ મહિનાના લગ્ન પછી કપલ પોતાના પ્રથમ બાળકનું સ્વાગત કરવા માટે તૈયાર છે.
લગ્નથી પહેલા બંનેએ પોતાની લવ લાઈફને ખૂબ જ સીક્રેટ રાખી હતી, પણ હવે બંને પોતાની લવ લાઈફના વિશે ખુલીને વાતો કરે છે. હાલમાં જ જ્યારે આલિયા ‘કોફી વિદ કરણ ૭’માં રણવીર સિંહ સાથે શામેલ થઇ હતી, ત્યારે તેને પોતાના સુહાગરાતના એક્સપીરિયન્સની સાથે રણબીરના પ્રપોઝલ પ્લાનિંગ વિશે ખુલાસો કર્યો હતો, હવે આલિયાના ખુલાસા પર રણબીરે પોતાનું રિએકશન આપ્યું છે.
રણબીર કપૂર હાલમાં કરણ મલ્હોત્રાની અપકમિંગ ફિલ્મ ‘શમશેરા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે, આ ફિલ્મ ૨૨ જુલાઈએ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં થીએટરો રીલિઝ થવા માટે તૈયાર છે. ફિલ્મમાં રણબીર કપૂરના ઉપરાંત સંજય દત્ત અને વાણી કપૂર છે, ફેન્સ ફિલ્મની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે.Proposing Alia Bhatt was the easiest for Ranbir Kapoor, reveals the actor
‘પિંકવિલા’ની રિપોર્ટ અનુસાર ‘શમશેરા’ના પ્રમોશન દરમિયાન, જ્યારે રણબીર કપૂરને પૂછવામાં આવ્યું કે, આલિયાથી પ્રપોઝલ પ્લાનિંગને છૂપાવવું કેટલું મુશ્કેલ અથવા પડકારરૂપ હતું. રણબીર કહ્યું કે, ‘આ મુશ્કેલ ન હતું, માત્ર કોઈને કહેતા નહીં. મને લાગે છે કે, આ એક સુંદર ક્ષણ હતી, જે રિયલમાં ખૂબ જ નેચરલ અને ખૂબ જ વ્યવસ્થિત રૂપથી પ્લાન કર્યું હતું.’
આલિયાએ શોમાં જણાવ્યું હતું કે, ‘જ્યારે રણબીરે તેને પ્રપોઝ કર્યું હતું, ત્યારે બંને પોતાના ફેવરેટ પ્લેસ મસાઈ મારામાં હતા. જાે કે, રણબીરે જ્યારે આલિયાને જંગલની વચ્ચે પ્રપોઝ કર્યું તો તેને વિશ્વાસ જ નહોતો થયો, તેનાથી પણ વધુ શાનદાર એ હતું કે રણબીરે આ ખાસ ક્ષણને કેદ કરવા માટે કેમેરામેનની પણ વ્યવસ્થા કરી હતી, જેનાથી આલિયા ખૂબ જ ઈમ્પ્રેસ થઇ હતી.’
રણબીર કપૂરના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો, અંદાજે ૪ વર્ષ પછી ‘શમશેરા’થી બોલીવુડમાં કમબેક કરી રહ્યો છે. ઈન્ટરેસ્ટિંગ વાત એ છે કે, તે ફિલ્મમાં ડબલ રોલમાં જાેવા મળશે, તે ફિલ્મમાં ‘શમશેરા’ અને ‘બલી’ના રોલમાં જાેવા મળશે.
ત્યાર બાદ તે અયાન મુખર્જીની મોસ્ટ અવેટેઈડ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં આલિયા ભટ્ટની સાથે જાેવા મળશે, આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, મૌની રોય અને નાગાર્જુન પણ મહત્વની ભૂમિકામાં જાેવા મળશે.
તેમજ, ‘રોકી ઔર રાનીની પ્રેમ કહાની’માં આલિયા ભટ્ટ રણવીર સિંહની સાથે જાેવા મળશે, ફિલ્મનું નિર્દેશન કરણ જાેહરે કર્યું છે. આ ઉપરાંત, આલિયા ગેલ ગેડોટની સાથે પોતાની હોલીવુડ ડેબ્યૂ ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’માં જાેવા મળશે.HS1MS