અમેરિકાના લોકો અમેરિકામાં જ ડોનાલ્ડ ટ્રમ્પનો કેમ વિરોધ કરી રહ્યા છે?

જેક્સનવિલે, ફ્લોરિડાથી લઈને લોસ એન્જેલસ સુધી ૭૦૦ થી વધુ ધરણાં-રેલીનું આયોજન કરાયું હતું
(એજન્સી) વોશિંગ્ટન, અમેરિકામાં ફરી એકવાર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ લોકોનો રોષ ભભૂક્યો હતો. સમગ્ર અમેરિકામાં શનિવારે હજારો દેખાવકારો ફરી એકવાર માર્ગો પર ઊતરી આવ્યા હતા.
આ લોકોએ ટ્રમ્પની નીતિઓ સામે આકરો વિરોધ નોંધાવ્યો હતો. મળતી માહિતી અનુસાર ન્યુયોર્ક, વોશિંગ્ટન અને શિકાગો જેવા શહેરોમાં ૫ એપ્રિલે યોજાયેલા દેખાવોની તુલનાએ ભલે આ વખતે ઓછા લોકો દેખાવોમાં સામેલ થયા હતા પરંતુ આ વખતે જેક્સનવિલે, ફ્લોરિડાથી લઈને લોસ એન્જેલસ સુધી ૭૦૦ થી વધુ ધરણાં-રેલીનું આયોજન કરાયું હતું.
Thousands of protesters rallied in Washington and other cities across the US to voice their opposition to Donald Trump’s administration and policies, from mass deportations and government firings,
દેખાવકારોએ ઈમિગ્રેશન, સંઘીય નોકરીમાં મોટો કાપ, આર્થિક નીતિઓ અને ટેરિફ વાર જેવા અન્ય મુદ્દાઓ પર ચિંતાનો હવાલો આપતાં ડોનાલ્ડ ટ્રમ્પ સામે નાગરિકોની સ્વતંત્રતા અને કાયદાના શાસનને કચડી નાખવાનો આરોપ મૂક્્યો હતો. વોશિંગ્ટનની રેલીમાં એક વ્યક્તિએ કહ્યું કે મને એ વાતની ચિંતા છે કે તંત્ર કોઈ યોગ્ય પ્રક્રિયાના પાલન વગર ગેરકાયદે પ્રવાસીઓને દેશમાંથી કાઢી મૂકતા રોકાશે નહીં અને અમેરિકાના નાગરિકોને પણ જેલભેગા કરશે તથા દેશમાંથી કાઢી મૂકશે.
Thousands of protesters rallied in Washington and other cities across the US to voice their opposition to Donald Trump’s administration and policies, from mass deportations and government firings, to the wars in Gaza and Ukraine https://t.co/9BC1TfT8wk pic.twitter.com/fLIrtCU0v0
— Reuters (@Reuters) April 20, 2025
ન્યૂયોર્ક, વોશિંગ્ટન અને અમેરિકાના સેકડોં શહેરમાં હજારો દેખાવકારોએ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની આકરી નીતિઓ વિરૂદ્ધ શનિવારે દેખાવો કર્યા હતા. ન્યૂયોર્કમાં વિરોધીઓએ શહેરની મુખ્ય લાઈબ્રેરીની બહાર એકત્રિત થઈ (અમેરિકામાં કોઈ રાજા નહીં) અને (તાનાશાહીનો વિરોધ) જેવા સુત્રોચ્ચાર કરતાં પોસ્ટર અને બેનર લગાવી દેખાવો કર્યા હતાં.
ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિઓનો અમેરિકન્સ દ્વારા જ વિરોધ થઈ રહ્યો છે. તેની ઈમિગ્રેશન નીતિઓ વિરૂદ્ધ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. લોકોએ જોર-જોરથી સુત્રોચ્ચાર કર્યા હતા કે, ‘કોઈ ભય નથછી, અમે ઈમિગ્રન્ટ્સનું અહીં સ્વાગત કરીએ છીએ.’ આ સુત્રોચ્ચાર અમેરિકાની ઈમિગ્રેશન એજન્સી ICE (ઈમિગ્રન્ટ્સ એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ)ના વિરોધમાં હતાં. જે ગેરકાયદે રહેતાં ઈમિગ્રન્ટ્સ પર કાર્યવાહી કરી અટકાયત કરી રહી છે.
વોશિંગ્ટન ડી.સી.માં દેખાવકારોએ ટ્રમ્પ સરકાર પર બંધારણીય સિદ્ધાંતો, ખાસ કરીને ન્યાયની પ્રક્રિયાના અધિકારને નબળો પાડવાનો આરોપ મૂક્્યો હતો. રિપોર્ટ અનુસાર, વ્હાઈટ હાઉસની બહાર દેખાવો કરી રહેલાં ૪૧ વર્ષીય બેન્જામિન ડગલસે જણાવ્યું હતું કે, આ કાયદો શાસન અને નાગરિકો પર અત્યાચાર ન કરવાના મૂળ સિદ્ધાંતો પર સીધો પ્રહાર કરે છે. અમુક લોકોને જાણી જોઈને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે.