દક્ષિણ કોરિયામાં માર્શલ લો સામે વિરોધ, લોકો રસ્તા પર ઉતર્યા
સિયોલ, દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક-યોલે મંગળવારે મોડી રાત્રે દેશમાં લાદવામાં આવેલા માર્શલ લોને ખતમ કરવાની જાહેરાત કરી છે.
સંસદમાં ભારે વિરોધ અને મતદાન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મતદાન દરમિયાન, ૩૦૦ માંથી ૧૯૦ સાંસદોએ સર્વસંમતિથી માર્શલ લો સ્વીકારવાનો ઇનકાર કર્યાે હતો. માર્શલ લાની ઘોષણા બાદ લોકો રસ્તા પર આવી ગયા હતા. સિયોલની ગલીઓમાં સેનાની ટેન્કો ફરતી જોવા મળી હતી.
બગડતા સંજોગો અને સતત વિરોધને કારણે રાષ્ટ્રપતિએ પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો.જ્યારથી દેશમાં માર્શલ લા લાગુ કરવામાં આવ્યો છે ત્યારથી સત્તાધારી અને વિપક્ષો તેની સામે આવ્યા છે. શાસક પક્ષના ઘણા નેતાઓએ પણ તેને અલોકતાંત્રિક અને ગેરબંધારણીય ગણાવ્યું હતું.
તે જ સમયે, રાષ્ટ્રપતિની પોતાની પાર્ટીના નેતા હાન ડોંગ-હૂને પણ આ નિર્ણયની ખુલ્લેઆમ ટીકા કરી હતી અને સંસદમાં મતદાનમાં પણ ભાગ લીધો હતો.આ દરમિયાન રાષ્ટ્રપતિ યુન સુક-યોલના માર્શલ લોના નિર્ણય બાદ દેશભરમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા હતા.
લોકશાહી વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાની માંગ સાથે હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જોકે, પોતાના પગલાની સ્પષ્ટતા કરતા રાષ્ટ્રપતિ યૂને કહ્યું કે આ નિર્ણય રાષ્ટ્ર વિરોધી શક્તિઓને કચડી નાખવા માટે લેવામાં આવ્યો છે.દક્ષિણ કોરિયામાં લગભગ પાંચ દાયકા પછી માર્શલ લો લાગુ કરવામાં આવ્યો હતો.
છેલ્લી વખત આવું ૧૯૮૦માં થયું હતું. અહીં એ સમજવું જરૂરી છે કે દક્ષિણ કોરિયા એશિયાની મુખ્ય અર્થવ્યવસ્થાઓમાંની એક છે. તે અમેરિકાનો મુખ્ય સહયોગી દેશ છે. અહીં ચાર દાયકા કરતાં વધુ સમયથી લોકશાહી છે. આવી સ્થિતિમાં માર્શલ લા લાગુ કરવાના પગલાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા પેદા કરી હતી.SS1MS