બોટાદ લઠ્ઠાકાંડ સામે ભરૂચ ખાતે આપ દ્વારા વિરોધ પ્રદર્શન

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) બોટાદ લઠ્ઠાકાંડ સામે ભરૂચ ખાતે આપ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરવાની માંગ સાથે રાજ્યપાલને સંબોધેલ આવેદનપત્ર પાઠવ્યું હતું.
ભરૂચના શક્તિનાથ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો હાથમાં પ્લેકાર્ડ લઈ સૂત્રોચ્ચાર કરી બોટાદ લઠ્ઠાકાંડ સામે વિરોધ વ્યક્ત કરી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવાયું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પોતાની જવાબદારી નિભાવી શકતા નથી તો તાત્કાલિક ધોરણે તેમને પદ ભ્રષ્ટ કરવામાં આવે.
ગુજરાતના બરવાળામાં થયેલ લઠ્ઠાકાંડના કારણે ૫૫ થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.ગાંધી અને સરદારના ગુજરાતમાં નશાબંધી હોવા છતાં પણ ચારે બાજુ દારૂનું ખુલ્લેઆમ વેચાણ ચાલે છે અને ખરાબ દારૂ પીને લોકોના જીવ જઈ રહ્યા છે.આનાથી સાબિત થાય છે કે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પોતાની જવાબદારી નિભાવી શકતા નથી તો તાત્કાલિક ધોરણે તેમને પદ ભ્રષ્ટ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.