ગોધરાની મોકળ શાળાના મકાનનું બાંધકામની જગ્યા બદલી કરવાને લઈ વિરોધ
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મોકળ ગામના સ્થાનિક લોકો દ્વારા આજરોજ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે મોકળ પ્રાથમિક શાળાનું જર્જરિત મકાન તોડી નવું બાંધકામ કરવા સરકાર તરફથી મંજૂરી આપવા આવી. જે બાંધકામનું સ્થળ બદલવામાં આવેલું છે તે ગરેવ્યાજબી અને અયોગ્ય સ્થળ છે
કારણ કે આ જુની મોકળ પ્રાથમિક શાળાનું મકાન ગામની મધ્યમાં આવેલી છે. ગામના બાળકો માટે આવવા જવા માટે આ સ્કૂલ અનુકળ છે અને હાલમાં નવી જગ્યાની બાજુમાં મેશરી નદીનો ચેક ડેમ, તથા તમામ જાતીના સ્માશાન ગૃહ તથા કોતરો આવેલી હોય તેમજ નદીના કિનારા પર અસામાજીક તત્વો જેવા કે જુગારના અડ્ડાઓ આવેલા છે. જેની અસર ભવિષ્યમાં સ્કૂલના બાળકો પર પડી શકે તેમ છે. જેથી કરીને કોઇપણ સંજોગોમાં નવિન પંસદ કરેલું સ્થળ પર સ્કૂલનું બાંધકામ થઇ શકે તેમ નથી.
આ જગ્યાની પંસદગી મનસ્વી પણે સતાધારી સરપંચ, તેમજ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તથા જવાબદાર વ્યક્તિઓ દ્વારા પંસદ કરી ઘેર વ્યાજબી ઠરોવો કરેલો છે. જે ગેરવ્યાજબી ઠરાવો માટે અમે તમામ ગ્રામજનોને મંજૂર નથી. જેથી સમગ્ર ગ્રામજનોની એક માંગણી છે કે સદર મોકળ પ્રાથમિક શાળાનું બાંધકામ હાલની જુની મોકળ પ્રાથમિક શાળાની જગ્યા પર થવુ જોઇએ અને જો સ્થળ બદલવામાં આવશે તો ગાંધી ચિધ્યા માર્ગે ગ્રામજનો દ્વારા અપનાવી આંદોલન કરવામાં આવશે.
કાલોલ તાલુકાના મોકળ ગામેથી ગામજનો દ્વારા આજરોજ ગોધરા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં મોકળ ગામે પ્રાથમિક શાળાનું નવું બાંધકામ માટે જે મંજૂરી આપવામાં આવી છે તેમાં અયોગ્ય જગ્યા ફાળવવામાં આવી છે. જેની રજૂઆતને લઈને આજરોજ ગ્રામજનો દ્વારા માંગણી કરવામાં આવી કે જ્યાં જુની પ્રાથમિક શાળા છે તે જગ્યા ઉપર જ કામગીરી થવી જોઈએ.