Western Times News

Gujarati News

કેનેડામાં ખાલિસ્તાની સમર્થકો દ્વારા શરૂ કરાયું વિરોધ પ્રદર્શન

ઓટાવા, કેનેડા અને ભારત વચ્ચેનો તણાવ ઓછો થઈ રહ્યો નથી. બંને દેશોએ એકબીજાના ટોચના રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે. દરમિયાન ડઝનબંધ ખાલિસ્તાન સમર્થકોએ વાનકુવરમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

રિપોર્ટ્‌સ અનુસાર ખાલિસ્તાની સંગઠન દ્વારા આ વિરોધ પ્રદર્શન ઓટાવા, ટોરન્ટો અને વાનકુવરમાં થઈ રહ્યા છે, જેના કારણે ભારે સુરક્ષા તૈનાત કરવામાં આવી છે.
આ દરમિયાન એમને ઝંડા લહેરાવ્યા, ગીત વગાડ્યું અને સૂત્રોચ્ચાર કર્યા તો સાથે જ કેટલાક પ્રદર્શનકારીઓએ ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર ભારતીય ધ્વજનું અપમાન કર્યું હતું.

આવો જ વિરોધ ટોરોન્ટોમાં થયો હતો. દરમિયાન, વાનકુવર પોલીસ વિભાગે ભારતીય કોન્સ્યુલેટ ખાતે સુરક્ષા વધારી દીધી છે અને સાવચેતીના ભાગરૂપે નજીકના રસ્તાઓ બંધ કરી દીધા છે. ભારતીય દૂતાવાસોને બેરિકેડ કરવામાં આવ્યા છે અને પોલીસ અને ફેડરલ પોલીસ સ્થળ પર તૈનાત છે.

કેનેડિયન મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, હોવે સ્ટ્રીટ પર ભારતીય વાણિજ્ય દૂતાવાસના પ્રવેશદ્વારને રોકવા માટે બેરિકેડ લગાવવામાં આવ્યા છે. સમાચાર અનુસાર, વિશ્વ શીખ સંગઠને ઉશ્કેરણી અને દખલગીરીની સંભાવનાને લઈને પહેલેથી જ ચેતવણી જાહેર કરી દીધી છે. જેથી પોલીસ પહેલાથી જ સતર્ક હતી.

ખાલિસ્તાન હિમાયત સંસ્થા શીખ ફોર જસ્ટિસના નિર્દેશક જતિન્દર સિંહ ગ્રેવાલે રવિવારે કહ્યું હતું કે નિજ્જરની હત્યા અંગે જનજાગૃતિ વધારવા માટે ટોરોન્ટો, ઓટાવા અને વાનકુવરમાં ભારતીય દૂતાવાસોની બહાર પ્રદર્શન કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે અમે ભારતીય રાજદૂતને હાંકી કાઢવાની માંગ કરી રહ્યા છીએ.

જણાવી દઈએ કે તાજેતરમાં જ ખાલિસ્તાન સમર્થક નિજ્જરની કેટલાક લોકોએ હત્યા કરી હતી. જે અંગે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ કહ્યું હતું કે આ હત્યા પાછળ ભારતનો હાથ છે. ટ્રૂડોએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે અમે આક્ષેપો કરી રહ્યા છીએ કે ૧૮ જૂને હરીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટો સામેલ હોઈ શકે છે.

આ દરમિયાન કેનેડાના વિદેશ મંત્રીએ ભારતીય ગુપ્તચર ચીફ પવન કુમાર રાયને હાંકી કાઢ્યા હતા. કેનેડાના આ નિવેદન બાદ ભારતે કહ્યું કે તેમના દ્વારા લગાવવામાં આવેલા આરોપો વાહિયાત છે. કલાકો પછી ભારતે કેનેડિયન રાજદ્વારી ઓલિવર સિલ્વેસ્ટરને હાંકી કાઢ્યા અને નવા વિઝા આપવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

આ પછી જસ્ટિને પોતાનું નિવેદન પુનરાવર્તિત કર્યું અને કહ્યું કે તેની પાસે ભારતીય એજન્ટોને હરદીપ સિંહ નિજ્જરની હત્યા સાથે જાેડતી નક્કર માહિતી છે. ૪૫ વર્ષીય નિજ્જર કેનેડાનો નાગરિક હતો. જાેકે, ભારત સરકાર કહેતી રહી છે કે જાે તેમની પાસે પુરાવા હોય તો તેઓ રજૂ કરે. હાલમાં બંને દેશો વચ્ચે તણાવ છે અને નવા વિઝા આપવામાં આવી રહ્યા નથી.

કેનેડાનાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા પંજાબમાં ડ્રગ્સથી કમાણી
પંજાબમાં ડ્રોન દ્વારા આવતા ડ્રગ્સની આવકનો મોટો હિસ્સો કેનેડામાં હાજર ખાલિસ્તાની આતંકવાદીઓને જાય છે. આ પૈસાના આધારે આ ખાલિસ્તાની આતંકવાદીઓ આતંકવાદ અને ડ્રગ્સનો વેપાર સતત વધારી રહ્યા છે. આને લગતી તમામ માહિતી હોવા છતાં કેનેડિયન વહીવટીતંત્ર રહસ્યમય મૌન કેમ જાળવી રહ્યું છે? આ પોતાનામાં એક મોટો પ્રશ્ન છે. કેનેડામાં હાજર ખાલિસ્તાની આતંકવાદીઓ અને અપરાધીઓને લઈને મોટો ખુલાસો થયો છે.

ખુલાસો એ છે કે કેનેડામાં હાજર આતંકવાદી ગુનાહિત સાંઠગાંઠ ડ્રોન દ્વારા મોટા પાયે પાકિસ્તાનથી પંજાબમાં ડ્રગ્સ પહોંચાડે છે. આ ડ્રગ્સ તેમના ગુનાહિત જાેડાણોના આધારે વધુ વેચાય છે.તપાસ દરમિયાન એ વાત પણ સામે આવી છે કે આ ડ્રગ્સ વેચ્યા બાદ તેનો મોટો હિસ્સો કેનેડા સ્થિત આતંકવાદી ગુનાહિત સાંઠગાંઠમાં જાય છે. કેનેડામાં બેઠેલા આ ખાલિસ્તાની સમર્થકો ત્યાં પણ ડ્રગ્સનો ધંધો ચલાવી રહ્યા છે.

આ સિવાય કેનેડા સ્થિત આતંકવાદી ગુનાહિત સાંઠગાંઠ માટે આવકનો મુખ્ય સ્ત્રોત ભારતમાં લોકોને ધમકી આપીને તેમની પાસેથી પૈસા પડાવવાનો છે. હવે આ આતંકવાદી ગુનાહિત સાંઠગાંઠ ધરાવતા લોકો કેનેડામાં ડ્રગ્સ અને વસૂલીના આધારે કમાયેલા પૈસાથી ગુરુદ્વારા પર કબજાે કરવા માંગે છે, જેથી તે ત્યાંના રાજકારણમાં આગળ વધી શકે. વર્ષ ૨૦૨૨માં આ રાજનીતિના કારણે જ કેનેડાના અગ્રણી નેતા રિપુ દમન સિંહ મલિકની હત્યા કરવામાં આવી હતી.

ત્યારબાદ આરોપ લગાવવામાં આવ્યો હતો કે આ હત્યા કુખ્યાત ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરના કહેવા પર કરવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે કેનેડાના વહીવટીતંત્રને આ અંગે જાણ કરવામાં આવી હોવા છતાં, તેઓએ હરદીપ સિંહ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી ન હતી. ઉલટાનું રિપુ દમનસિંહ મલિકની હત્યાના આરોપમાં બે સ્થાનિક ગુનેગારોની ધરપકડ કરવામાં આવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.