Western Times News

Gujarati News

પીએમએલએની જોગવાઇઓને ઈડીનો હાથો બનવાની મંજૂરી ન આપી શકાયઃ સુપ્રીમ

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, બંધારણીય કોટ્‌ર્સ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ (ઇડી)ને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ની જોગવાઇઓનો ઉપયોગ કરી આરોપીને લાંબો સમય કેદમાં રાખવાની મંજૂરી આપી શકે નહીં.

પીએમએલએ હેઠળ કેસની સુનાવણી લાંબો સમય ચાલે તો બંધારણીય કોટ્‌ર્સે જામીન આપવાની સત્તાનો ઉપયોગ કરવો જોઇએ. સુપ્રીમ કોર્ટની બેન્ચે જણાવ્યું હતું કે, “પીએમએલએની કલમ ૪૫(૧)(ૈ) રાજ્યને વધુ પડતા લાંબા સમય માટે આરોપીને કેદમાં રાખવાની સત્તા આપતી નથી.

ખાસ કરીને કેસ વાજબી સમયમાં પૂરો થવાની શક્યતા ન હોય ત્યારે આરોપીને કેદમાં રાખી શકાય નહીં.” જજ અભય ઓકા અને જજ ઓગસ્ટિન જ્યોર્જ મસિહે જણાવ્યું હતું કે, “વાજબી સમયનો આધાર આરોપી પર લગાવાયેલી જોગવાઇઓ અને અન્ય પરિબળો પર આધાર રાખે છે.

જેમાં ગુના માટેની મહત્તમ અને લઘુતમ સજા મહત્વનું પરિબળ બની શકે.” કોર્ટે તમિલનાડુના મંત્રી અને ડીએમકે નેતા સેંથિલ બાલાજીને મની લોન્ડરિંગ કેસમાં જામીન આપતી વખતે આવી ટિપ્પણી કરી હતી. કેસ પૂરો થવામાં વધુ પડતા વિલંબને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, દેશની ફોજદારી પ્રક્રિયાનો સ્થાપિત સિદ્ધાંત છે કે ‘જામીન નિયમ છે અને જેલ અપવાદ છે.”

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, “કેસ વાજબી સમયમાં પૂરો થવાની શક્યતા ન હોય ત્યારે પીએમએલએની કલમ ૪૫(૧)ની કડક જોગવાઇઓનો ઉપયોગ આરોપીને લાંબો સમય કેદમાં રાખવા માટે કરી શકાય નહીં.” કે એ નજીબ કેસના ચુકાદાને ટાંકી સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, “બંધારણીય કોટ્‌ર્સના જજો પાસે બહોળો અનુભવ હોય છે.

જજોને જણાય કે કેસની સુનાવણી વાજબી સમયમાં પૂરી થવાની શક્યતા નથી ત્યારે બંધારણીય કોટ્‌ર્સે જામીન આપવાની સત્તાનો ઉપયોગ કરવો જોઇએ. કોર્ટ કલમ ૨૨૬ની કલમ ૩૨ હેઠળ તેના અધિકારનો ઉપયોગ કરી શકે.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.