PSIના સરકારી વાહનમાં બેસી સ્ટેડીયમમાં ઘુસી સટ્ટો રમાડતો જૂનાગઢનો બુકી ઝડપાયો
(એજન્સી) અમદાવાદ, ઝોન-ર ડીસીપી તથા તેમના સ્ટાફે મોટેરા સ્ટેડીયમ ખાતે મંગળવારે રોયલ ચેલેન્જર બેગ્લોર તથા દિલ્હી કેેપિટલ વચ્ચે લાઈવ મેચ નિહાળી સટ્ટો રમાડી રહેલા બુકીને ઝપડી લઈને કાર્યવાહી હાથ ધરી હતી.આરોપીનીી પ્રાથમિક પૂછપરછ દરમ્યાન સ્ટેડીયમમાં ઈન્ટેલીજન્સ બ્યુરોમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટરના સરકારી વાહનમાં બેસી સ્ટેડીયમમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હોવાનું જાણવા મળ્યુ હતુ.
સુત્રોના જણાવ્યા અનુસાર મંગળવારે મોટેરા સ્ટેડીયમ ખાતે રોયલ ચેલેન્જર બેગ્લોર તથા દિલ્હી કેપિટલની મેચ ચાલી રહી હોવાથી ઝોન-ર ડીસીપી વિજયકુમાર પટેલ, સબ ઈન્સ્પેક્ટર આઈ.ડી.પટેલ તથા સ્ટાફના અન્ય માણસો સ્ટેડીયમમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા.
સ્ટેડીયમમાં ફાયરબ્રિગેડ તથા એેમ્બ્યુલન્સ પ્રવેેશવાના રસ્તા પાસે બહારના ભાગે એક શખ્સ સટેડીયમમાં રમાઈ રહેલી મેચ લાઈવ નિહાળી પોતાની પાસેના બંન્ને મોબાઈલ ફોન ઉપર સતત વાતચીત કરી રહ્યો હોવાનું ધ્યાનમાં આવતા પોલીસે તેને ઝડપી લઈ પૂછપરછ હાથ ધરી હતી.
પ્રાથમિક પૂછપરછમાં તેનું નામ પાર્થ શૈલેષભાઈ કંસારા (ઉ.વ.રપ) રહે. રાયકાનગર, જુનાગઢ હોવાનું માલુેમ પડયુ હતુ. પાર્થ લાઈવ મેચ નિહાળી ગોતા વિસ્તારમાં રહેતા નિતેશ લીબાચિયા તથા રાજસ્થાન રહેતા છોટુ મારવાડીના સંપર્કમાં રહીને મેચનો લાઈવ સ્કોર જણાવી ક્રિકેટ સટ્ટો રમાડતો હોવાનું જાણવા મળ્યુ હતુ.
જેથી પોલીસે તેની અટક કરી રોકડ રૂા.૧૦,૦૦૦ તથા ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂા.૪૭,૬૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેના મોબાઈલમાંથી છોટુ મારવાડી, જામનગર ખાતે રહેતા ચિરાગ તથા રાજસ્થાન ખાતે રહેતા દેવ નામના શખ્સ પાસેથી ખરીદેેલા જુગાર રમવાની એપ્લીકેશનના યુઝર આઈડી લોગ ઈન થયેલા મળી આવ્યા હતા.
પાર્થની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યુ હતુ કે નિતેશ લીંબાચિયાએ આઈબીના સબ ઈન્સપેક્ટર કિશનસિંગ રાઓલનો સંપર્ક કરી તેના સરકારી વાહનમાં સ્ટેડીયમમાં એન્ટ્રી કરાવી હતી. ચાંદખેડા પોલીસે પાર્થ ઉપરાંત નિતેશ લીબાચિયા, છોટુ મારવાડી, ચિરાગ તથા દેવ નામના શખ્સોને પણ ફરીયાદમાં આરોપી તરીકે દર્શાવ્યા છે. પાર્થ અગાઉ પણ વર્ષ ર૦૧૮માં બાંગ્લાદેશ પ્રિમીયર લીગમાં તથા બે માસ અગાઉ છત્તીસગઢના રાયપુર સ્ટેડીયમમાં રોડ સેફટી લીગ મેચમાં સટ્ટો રમતો પકડાઈ ચુક્યો છે.