PSI ભરતીની પ્રિલિમનરી પરીક્ષાનું પરિણામ જાહેર

પ્રતિકાત્મક
પરિણામ અનુસાર પ્રિલિમનરી પરીક્ષા માટે ૯૬૨૬૯ ઉમેદવારોને કોલલેટર ઈશ્યુ કરવામાં આવ્યા હતા
ગાંધીનગર, ગુજરાતમાં ૬ માર્ચ ૨૦૨૨ના રોજ લેવાયેલી PSI ભરતીની પ્રિલિમનરી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. PSI ભરતી બોર્ડની વેબસાઈટ પર જાહેર કરેલા પરિણામ અનુસાર પ્રિલિમનરી પરીક્ષા માટે ૯૬૨૬૯ ઉમેદવારોને કોલલેટર ઈશ્યુ કરવામાં આવ્યા હતા.
જેમાં ૮૮૮૮૦ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેમાંથી માત્ર ૪૩૧૧ ઉમેદવારો જ પાસ થઈ શક્યા છે. ઉલ્લેખનીય છે કે, પીએસઆઈ કેડરની કુલ ૧૩૮૨ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ખાલી જગ્યાના ત્રણ ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાઈડ કરવા જણાવેલ છે.
૨૯૩૯ પુરુષ ઉમેદવારો, ૧૩૧૩ મહિલા ઉમેદવારો અને ૫૯ માજી સૈનિકો મળી કુલ ૪૩૧૧ ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાઈડ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, પોલીસ સબ ઈન્સ્પેક્ટર PSI કેડરની પ્રિલિમીનરી પરીક્ષા ૬ માર્ચના રોજ અમદાવાદ અને ગાંધીનગર ખાતે યોજાઈ હતી. સમગ્ર ગુજરાત રાજ્યમાં ર્ંસ્ઇ-આધારિત ઑફલાઇન મોડ દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી.
પરીક્ષાને લગભગ દોઢ મહિના પછી બુધવારે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, લેખિત પરીક્ષા દરમિયાન મોબાઈલ અને ઈન્ટરનેટ કનેક્ટિવિટી સ્થગિત થઈ શકે તે માટે રાજ્યમાં પહેલી વખત દરેક કેન્દ્ર અને દરેક વર્ગખંડમાં જામર લગાવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
PSI ની જગ્યાઓ માટે આ પહેલાં લેવાયેલી શારીરિક કસોટીમાં ૪.૫ લાખ ઉમેદવારો પૈકી ૨.૫ લાખ ઉમેદવારોએ શારીરિક કસોટી આપી હતી. જેમાંથી ૯૬૨૩૧ ઉમેદવારો ફિઝિકલ ટેસ્ટમાં પાસ થયા હતા. જેમના માટે અમદાવાદ અને ગાંધીનગર શહેરના જ ૩૧૨ પરીક્ષા કેન્દ્રો નક્કી કરાયા હતા. પરીક્ષાને લઈને ૭૫ પાનાની એક એસઓપી નક્કી કરાઈ હતી.