Western Times News

Gujarati News

ગુજરાતમાં PSI અને લોકરક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવાશે

અમદાવાદ, પીએસઆઇ તથા લોકરક્ષક ભરતીની પરીક્ષાને લઈ મહત્વપૂર્ણ અપડેટ ધ્યાને આવ્યું છે. અત્રે જણાવીએ કે, હસમુખ પટેલે ટ્‌વીટ કરી જણાવ્યું છે કે, આ પરીક્ષાઓ ઓફલાઈન લેવાશે.

ગુજરાત પોલીસ દળમાં પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) અને જેલ સિપોઇ વર્ગ-૩ સંવર્ગની કુલઃ ૧૨૪૭૨ ખાલી જગ્યાઓ સીધી ભરતી કરવા માટે થોડા દિવસ અગાઉ જ જાહેરાત કરવામાં આવી હતી. જે પરીક્ષા ઓફલાઈન લેવાશે.

આ તમામ સંવર્ગની સબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ તા.૦૪/૦૪/૨૦૨૪ (બપોરના ૧૫ઃ૦૦ કલાક)થી તા.૩૦/૦૪/૨૦૨૪ (રાત્રિના ૨૩ઃ૫૯ કલાક સુધી) કાળજીપૂર્વક ઓનલાઈન અરજી કરવાની રહેશે. પોલીસ ભરતી બોર્ડ ધ્વારા ભરતી અંગેની તમામ સુચનાઓ (જાહેરાત) અને ઓનલાઇન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી રંંpજઃ//ર્દ્ઘટ્ઠજ.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તv.ૈહ વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવનાર છે.

આ તમામ સુચનાઓ (જાહેરાત) કાળજીપુર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરીપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ વેબસાઇટ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

૧. ઓનલાઇન અરજી કરતી સમયે ઉમેદવારે પોતાની અટક, પોતાનું નામ તથા પિતા/ પતિનું નામ ધોરણ-૧૨ અથવા તેને સમકક્ષ પરીક્ષાની છેલ્લી માર્કશીટમાં દર્શાવેલ હોય તે મુજબ જ દર્શાવવાનું રહેશે અને દર્શાવેલ માર્કશીટ ઓનલાઇન અરજી કરતી વખતે અપલોડ કરવાની રહેશે.

૨. ઉમેદવાર જો (૧) ફકત પો.સ.ઇ. કેડર માટે અરજી કરવા માંગતા હોય તો તેઓએ ઓનલાઈન એપ્લીકેશનમાં પીએસઆી કેડર પસંદ કરવાનું રહેશે (૨) ફકત લોકરક્ષક કેડર માટે અરજી કરવા માંગતા હોય તો તેઓએ ઓનલાઈન એપ્લીકેશનમાં લોકરક્ષક કેડર પસંદ કરવાનું રહેશે અને (૩) જો બંન્ને માટે (પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડર) અરજી કરવા માંગતા હોય તો તેઓએ ઓનલાઈન એપ્લીકેશનમાં બોથ (પીએસઆઈ એલઆરડી)પસંદ કરવાનું રહેશે.

૩. માજી સૈનિકો માટે ગુજરાત રાજય સેવા (માજી સૈનિકો માટે અનામત) નિયમો ૧૯૭૫ અને સુધારેલ નિયમો – ૧૯૯૪ તથા વખતો વખત સુધારેલ નિયમો મુજબ અનામત મળવાપાત્ર રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.