Western Times News

Gujarati News

બિન હથિયારી PSIની ૪૭ર જગ્યા માટે તા.૧૩મી એપ્રિલે લેખિત પરીક્ષા યોજાશે

પ્રતિકાત્મક

અમદાવાદવડોદરા અને સુરત ખાતેની ૩૪૦ શાળાઓમાં પરીક્ષા યોજાશે: ૧.૦૨ લાખ ઉમેદવારો પરિક્ષા આપશે

પરીક્ષા પારદર્શક રીતે કોઇપણ ગેરરિતી વગર યોજાય તે માટે ૮ હજારથી વધુ પોલીસ તથા શિક્ષણ વિભાગના અધિકારી / કર્મચારીઓ પરીક્ષાલક્ષી કામગીરી કરશે

તમામ પરીક્ષા કેન્દ્રો તથા વર્ગખંડમાં CCTV કેમેરાથી લાઇવ મોનીટરીંગ કરાશે : શારીરિક કસોટી દરમ્યાન લેવાયેલા ઉમેદવારોના બાયોમેટ્રીક / ફોટોગ્રાફનું લેખિત પરીક્ષાના બન્ને પેપર પહેલા વેરીફીકેશન કરવામાં આવશે

ગુજરાત પોલીસ ભરતી માટે જાન્યુઆરી-ફેબ્રુઆરી-ર૦ર૫ દરમ્યાન લેવામાં આવેલી શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો પૈકીબિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટરની ૪૭ર જગ્યા માટે કુલ-1,02,935 ઉમેદવારોની લેખિત પરીક્ષા તા.૧૩/૦૪/૨૦૨૫ના રોજ અમદાવાદવડોદરા અને સુરત ખાતેની કુલ-340 શાળાઓમાં યોજવામાં આવનાર છે. જે માટેના કોલલેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા તા.૧૩/૦૪/ર૦ર૫ સુધી ચાલુ રહેશે. એક લાખ જેટલા ઉમેદવારોએ પોતાના કોલલેટર ડાઉનલોડ કર્યા છે. આ પરીક્ષામાં ૩-૩ કલાકના બે પેપર હશે.

આ પરીક્ષા પારદર્શક રીતે કોઇપણ ગેરરિતી વગર યોજાય તે માટે 8000 થી વધુ પોલીસ તથા શિક્ષણ વિભાગના અધિકારી / કર્મચારીઓ પરીક્ષાલક્ષી કામગીરી કરશે.

દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર એક PI / PSIને ભરતી બોર્ડના પ્રતિનિધી તરીકે નિમણુંક આપવામાં આવી છે.

લેખિત પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવ્યા છે. તમામ પરીક્ષા કેન્દ્રો તથા વર્ગખંડમાં CCTV કેમેરાથી લાઇવ મોનીટરીંગ કરવામાં આવનાર છે. શારીરિક કસોટી દરમ્યાન ઉમેદવારોના મેળવવામાં આવેલ બાયોમેટ્રીક / ફોટોગ્રાફને લેખિત પરીક્ષાના બન્ને પેપર પહેલા વેરીફીકેશન કરવામાં આવનાર છે તેમજ પરીક્ષા સાહિત્ય માટે ઉપયોગમાં લેવાનાર તમામ વાહનોને GPS મારફતે મોનીટરીંગ કરવામાં આવશે.

અમદાવાદ શહેરસુરત શહેર તથા વડોદરા શહેર ખાતેની આ લેખિત પરીક્ષા પોલીસ કમિશ્નરશ્રીઓના જનરલ સુપરવિઝન હેઠળ તેમજ  IGP / DIGP કક્ષાના સિનીયર પોલીસ અધિકારીશ્રીઓની અધ્યક્ષતામાં પરીક્ષા સમિતીના સુપરવિઝન હેઠળ યોજવામાં આવનાર છે.

તા.૧૩/૦૪/૨૦૨૫ના રોજ યોજાનાર આ લેખિત પરીક્ષા કોઇપણ જાતની ગેરરીતી વગર યોજાય તે માટેની તમામ તૈયારીઓ ભરતી બોર્ડ દ્વારા પૂર્ણ કરવામાં આવેલ છે. આ પરીક્ષામાં ગેરરિતી કરનાર કે ગેરરિતીમાં મદદ કરનાર વિરૂધ્ધ સખ્ત પગલાઓ ભરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.