સોરાયસીસ રોગ: કોઈપણ ચામડીનો રોગ મટે નહિ તેટલે સોરાયસીસમાં પરિણમે છે

ચામડી નો વર્ણ જેનાથી બગડે છે તેને કુષ્ઠ કહેછે. આયુર્વેદ માં કુષ્ઠ વિષે મહાકુષ્ઠ, લઘુકુષ્ઠ, ક્ષુદ્રરોગો. જેવા મુખ્ય પ્રકાર પડ્યા છે. તમામ પ્રકાર ના ચામડી ના રોગો માં મટાડવા માં મુશ્કેલ મનાતો સોરાયસીસ રોગને અમે વૈદ્યો અનુભવ થી .. રોગ ની પ્રથમ અવસ્થા હોય તો કીટીભ નામ નો ક્ષુદ્રરોગ,
તેથી વધીને બીજી સ્થીતિ માં એક કુષ્ઠ નામનો લુઘુ કુષ્ઠ અને ના મટી શકે તેવો ઘણો જ વધી ગયેલ હોય તેવી છેલ્લી સ્થિતિ ને મંડલ કુષ્ઠ નામનો મહાકુષ્ઠ રોગ કહે છે. આ સોરાયસીસ રોગ જેટલો શારીરિક છે તેટલો જ માનસિક પણ છે તેથી તેને મટાડવા ની યોગ્ય સમજણ આવે, તો તે સાવ સહેલો થઈ જાય છે.
ચામડીના મોટા ભાગના રોગોને આયુર્વેદમાં વાયુ, પિત્ત અને કફથી થતા તથા રક્ત પ્રદોષજ કહેવાયા છે. રક્ત પ્રદોષજ એટલે રક્ત દૂષિત થવાથી થનારા રોગ. આ રોગમાં ત્વચાના ઘણા રોગોનો સમાવેશ થઈ જાય છે. જેવા કે, દાદર, ખરજવું, શીળસ, ગૂમડાં, ખસ, વિભિન્ન પ્રકારનાં ચાંદાં, સફેદ ડાઘ, કરોળિયા, રક્તમંડલ,સોરાયસીસ, પગ અને ગુદામાર્ગમાં થતા ચીરા,
તીલકાલક, ચર્મદલ, મસા, ત્વચા કૃષ્ણતા, ત્વચા રૂક્ષતા વગેરે. ત્વચાના કેટલાક સામાન્ય રોગો જેવા કે, દાદર, ખરજવું, લાલ કે કાળા ડાઘા વગેરે વિકૃતિઓના સામાન્ય અનુભવસિદ્ધ ઉપચાર. આ રોગોમાં સૌ પ્રથમ રક્તધાતુ બગડે છે, એવો લગભગ બધા જ આયુર્વેદાચાર્યોનો મત છે. આયુર્વેદીય મતે ધાતુ એટલે જે શરીરને ધારણ કરે છે, ટકાવી રાખે છે તે. આપણા શરીરમાં રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજજા અને શુક્ર આ સાત ધાતુઓ છે.
આ સાતેમાંથી બીજી એટલે કે રક્તધાતુ અથવા રક્ત ને પિત્તનું આશ્રયસ્થાન ગણાવાય છે. આમ તો પિત્તાશય અને યકૃત એ પિત્તનું આશ્રયસ્થાન ગણાય છે, પરંતુ રક્ત બગડતાં પિત્તનું તે આશ્રયસ્થાન બને છે. એટલે પિત્તવર્ધક આહારવિહારની આ બંને પર અસર થાય છે. એટલા માટે જ વૈદ્યો મોટા ભાગના લોહીબગાડ કે ચામડીના રોગોમાં પિત્ત વધારનારા આહારવિહારનો ત્યાગ કરાવે છે.વિરુદ્ધ આહારદ્રવ્યોનો ઉપયોગ કરવો નહીં, ત્વચાની સ્વચ્છતા તરફ પૂરું ધ્યાન આપવું.
શરીર ની સાત ધાતુઓ માં રોગ જેટલી વધુ ધાતુ બગાડે તેટલો તે મટાડવો મુશ્કેલ બને છે. સામાન્ય ખંજવાળ હોય તો રસ ધાતુ બગડી તેમ સમજવું. ચામડી નો રંગ બદલાય ને લાલાશ આવે એટલે રક્ત ધાતુ બગડી, ચામડી ઉપસી જાય, સંન્ય સોજા આવે, ભીંગડા વળે એટલે માંસ ધાતુ બગડી
અને ચામડી ઉખાડે, સફેદ ફોતરી ઉખડે, લોહી કે પરુ નો સ્ત્રાવ પણ ક્યારેક દેખાય, ગોળ ગોળ ચકામાં દેખાય અને તે ચકામાં એક બીજા સાથે ભળી જાય એટલે મેદ ધાતુ બગડી તેમ સમજવું. આ ધાતુઓ નો બગાડ થી શરીર ની સાથે મન ઉપર પણ તેટલી જ અસર થાય છે. રોગ થવા નું કારણ: કોઈપણ ચામડી નો રોગ મટે નહિ તેટલે સોરાયસીસ માં પરિણમે છે.
નમક અને ગળ્યું, ખાટુ વધુ ખાવા ની ટેવ, જંકફૂડ, દહીં, ડુંગળી ને રાત્રે ખાવા ની ટેવ, દૂધ ની સાથે દહીં , ખટાશ કે ફળ ખાવાથી સામાન્ય રીતે ચામડી ના રોગો થાય છે. અનેક દર્દીઓ ની સારવાર પછી એમ કહી શકું કે ક્યારેક માત્ર માનસિક સારવાર કરવા થી પણ સોરાયસીસ મટી ગયા છે. એટલેકે માનસિક ચિંતા , વિચારો ને કારણે પણ લોહી બગડે છે.
સારવાર : ગોમૂત્ર, પંચગવ્ય ઘૃત, જટામાંસી, અશ્વગંધા, સર્પગંધા, બ્રાહ્મી જેવા માનસિક તાકાત આપનારા ઔષધો નિષ્ણાત વૈદ્ય ના માર્ગદર્શન થી લઈ શકાય.ઘૃત: સોરાયસીસ ને મટાડવા જેટલી જરૂર પથ્યાપથ્ય ની, મનોબળ વધારવાની છે તેટલી જ જરૂર ઔષધ યુક્ત ઘી ની છે. લીમડો, અરડુસી, લીમડા ની ગળો, પરવળ, ભોય રિંગણી જેવા કડવા ઔષધો ને ગાય ના ઘી માં સિદ્ધ કરી ને તૈયાર કરેલ ઘી પંચકર્મ વૈદ્ય ના માર્ગદર્શન થી લેવું.
હવે જમાનો આયુર્વેદ ના વૈદ્યો ના અથાક પ્રયત્નો થી બદલાયો છે કે લોકો ની ઘી પ્રત્યે ની સૂગ રહી નથી. અમારા ચરક ઋષિ એ તો તમામ રોગો ની સારવાર માં ઘી આપવાનું કહ્યું છે અને તેથી જ આયુર્વેદ થી એક વખત મટેલો રોગ ફરી ફરી ને થતો નથી. આજે સામાન્ય સમજણ છે કે સોરાયસીસ મટતો નથી. તેવું માનનારા ખોટા પણ નથી કારણકે દ્રવ્ય ઔષધ ની સાથે મનોબળ પણ વધે તેવી સારવાર આપવી જોઈએ તે સામાન્ય લોકોને ખબર જ નથી ને…
આધુનિકતા સાથે ચામડીના રોગોનું પ્રમાણ વિશ્વમાં પહેલાં કરતાં વધ્યું છે, એ વિશે બે મત નથી. આ ચામડીના રોગો ઉત્પન્ન થવાનાં મૂળ કારણોમાં આજકાલ છૂટથી વપરાતાં આધુનિક આષધોની સાઈડ ઈફેક્ટસ, સૌંદર્ય પ્રસાધનોનો બેફામ ઉપયોગ, વાયુ, પાણી અને આહારનું પ્રદૂષણ, સિન્થેટિક વસ્ત્રો, ફૂગ,ફંગસ, યૌનરોગો, વિરુદ્ધ આહાર,વિહાર અને અમુક અંશે માનસિક કારણોને પણ જવાબદાર ગણાવી શકાય.

આવા રોગમાં ત્વચાનો રંગ બદલાઈ છે, જેમાંથી કેટલાકમાં ખંજવાળ અને બળતરા હોય છે અને કેટલાકમાં હોતી નથી.ત્વચાના રોગના ઉપચારાર્થે આવતા દર્દી, જેમની ત્વચા ખૂબ જ ઓછી બગડી હોય અને રોગ લાંબા સમયનો ન હોય, એવા રોગીઓ જેમનો રોગ ત્વચા પર ખૂબ જ ફેલાયો હોય,
ખંજવાળ, બળતરા, સોજો વધારે હોય અને જે રોગ એક વર્ષથી વધારે જૂના હોય. આમ તો ત્વચાના અને લોહીના રોગનું પ્રત્યક્ષ નિદાન કરાવ્યા પછી જ ઉપચારક્રમ ગોઠવાય તો ઉત્તમ અને સફળ પરિણામ મળે છે. આમ છતાં ખસ, ખરજવું, અને દાદર જેવા ત્વચાના સામાન્ય રોગમાં જે ઉપચારક્રમ સફળ છે, : મહામંજિષ્ઠાદિ ક્વાથ નાના અડધા કપની માત્રામાં સવારે અને રાત્રે પીવો.
ખદિરારિષ્ટ ચારથી છ ચમચી સવારે, બપોરે અને રાત્રે પીવો. ગંધક રસાયન ટેબ્લેટ એક, આરોગ્યર્વિધની ટેબ્લેટ એક, ત્રિફલા ટેબ્લેટનો ભુક્કો કરી સવારે, બપોરે અને રાત્રે એક કપ જેટલા સારિવાદિ ક્વાથ સાથે લેવી. રોજ રાત્રે હરડે, ત્રિફળા કે સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણનો હળવો જુલાબ લેવો. ત્વચા અને પેટની સ્વચ્છતા. વિરુદ્ધ આહાર દ્રવ્યોનો ત્યાગ. નમક સાવ ઘટાડી નાખી માત્ર મગનું પાણી, દૂધ અને રોટલી પર રહેવામાં આવે તો ઝડપી અને કાયમી ફાયદો થાય છે.
દર્દીને મીઠાનું પ્રમાણ ઓછું કરીને સદંતર બંધ કરવું જોઈએ. અડદ તલ, ગોળ ,કેળા ,દહીં,છાસ,ખટાશ ન લેવી.ત્વચા અને લોહીના રોગમાં પચવામાં ભારે, અમ્લ-ખાટી, વિદાહી, પદાર્થ, દૂધ સાથે ખાટાં ફળો, દહીં, માછલી, ગોળ, ગરમ મસાલા, અથાણાં, પાપડ વગેરે વધારે લવણવાળી ચીજો ત્યાજ્ય છે. આયુર્વેદ પાસે ત્વચા પર લગાડવાનાં અનેક ષધો છે.
જેવા કે, એળિયો, મીંઢળ, ત્રિફળા, હળદર, દારૂહળદર, મસૂર, ખેર, સારિવા, વિદારીકંદ ચંદન, કમળ, વાળો, ગેરુ, મજીઠ, જેઠીમધ, વગેરે. ચામડીની ખંજવાળ મટાડનારાં ષધો પણ ઘણાં છે. જેવા કે, ચંદન, કરંજ, હળદર, લીમડો, દારૂહળદર, કડાછાલ, મોથ, શિકાકઈ, ફટકડી, મોરથૂથુ વગેરે.
ઉપર્યુક્ત ઔષધોના દ્રવ્યોમાંથી લેપ, તેલ, મલમ, પાઉડર વગેરે બનાવી તેનો ચામડીના જુદા જુદા રોગમાં વિભિન્ન રીતે ઉપયોગ કરવામાં આવે છે. ચિકિત્સા વ્યવસાયના ઘણાં અનુભવ પછી દાદર, ખસ, ખરજવું, ગૂમડાં, ચાંદાં ચકતાં વગેરેમાં વૈદરાજોને ખૂબ જ યશ અપાવતો ઉપચારક્રમ આ પ્રમાણે છે.
મહામંજીષ્ઠાદિ ક્વાથ અડધો કપ સવારે, બપોરે અને રાત્રે લેવો. ગંધક રસાયન ટેબ્લેટઃ બે-બે ગોળી સવારે, બપોરે અને રાત્રે ભુક્કો કરીને લેવી. સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણથી દર ત્રીજે કે ચોથે દિવસે હળવો જુલાબ લેવો. સવારે સ્નાન કરી, કરંજ તેલથી માલિશ કર્યા પછી દૂષિત ત્વચા પર દોષાનુસાર ત્રિફળા, ચંદન, મજીઠ વગેરેનો લેપ કરવો.
સોરાયસીસ ચામડીનો દારુણ વ્યાધી છે. એમાં ભયંકર ખંજવાળ આવે છે. શીયાળામાં એ ઉથલો મારે છે. સોરાયસીસને આયુર્વેદમાં વીચર્ચીકા કહે છે. કીડામારીને દીવેલમાં સારી રીતે કાલવી લગાડવાથી આ બહુ જીદ્દી રોગ ક્યાં તો પૈસાની દવાથી ક્યાં તો સેંકડો રુપીયા ખર્ચવા છતાં ન મટે એવો છે. એક વખત મટી ગયા પછી ફરીથી ઉથલો મારે એવો રોગ છે. કોઈ દવા આ રોગ પર સચોટ પુરવાર થઈ નથી. આ રોગમાં એકને લાગુ પડતી દવા બીજાને લાગુ પડતી નથી.
કીડામારી આમાં વાપરી જોવા જેવી છે. તાજાં લીલાં પાનનો રસ અથવા પાન લસોટીને બનાવેલી પેસ્ટ ચામડીના અસસરગ્રસ્ત ભાગ પર સવાર-સાંજ લગાવવી જોઈએ. સફેદ કોઢ, ખરજવું, દાદર, સોરાયસીસ, રક્તમંડલ, ખસ, લુખસ, ખુજલી વગેરે તમામ પ્રકારના ત્વચા રોગોમાં ગરમાળાનાં પંચાંગ અધકચરાં ખાંડી બે ચમચી ભુકો બે ગ્લાસ પાણીમાં એક ગ્લાસ બાકી રહે ત્યાં સુધી ધીમા તાપે ઉકાળી, ઠંડુ પાડી ગાળીને સવાર-સાંજ પીવું. ખાટી ચીજો લીંબુ, આમલી, ટામેટાં વગેરે બંધ કરવી. ઉકાળો તાજેતાજો બનાવીને સવાર. -સાંજ પીવો
અકસીર ઔષધો : બહારથી લગાડવાનાં ઔષધોમાં લીંબોળીનું તેલ, લસણ તેલ, જાત્યાદિ તેલ, મરિચાદિ તેલ, ગંધકનો મલમ, ફટકડીનો મલમ, કણજીયું તેલ, ત્રિફલા તેલ, ત્રિફલા ઘૃત, બાવચીનું તેલ, વગેરેમાંથી કોઈ પણ રોગને ધ્યાનમાં રાખીને લગાડી શકાય. કબજીયાત હોય તો રાત્રે સુતી વખતે એક ચમચી ગરમાળાનો ગોળ ખાવો.
પીપળાની છાલ સુકવી તેનું ચુર્ણ કરવું. જો સોરાયસીસમાં ચામડી સુકી રહેતી હોય તો પીપળાની છાલનું ચુર્ણ કોપરેલમાં મેળવીને લગાડવું અને જો ચામડી ભીની રહેતી હોય તો ચુર્ણ ઉપરથી જ ભભરાવતા રહેવું. દીવસમાં બે-ત્રણ વખત લગાડતાં રહેવાથી ફાયદો થવાની શક્યતા છે.
સરખા ભાગે આમલસાર ગંધક અને કૉસ્ટીક સૉડામાં વાટેલી ખાંડ ભેળવી કાચની શીશીમાં ભરી રાખવાથી તે પ્રવાહી બની જાય છે. આ પ્રવાહી સોરાયસીસવાળા ભાગો પર થોડું થોડું દીવસમાં બે-ચાર વાર ધીરજ પુર્વક લાંબા સમય સુધી ચોપડતા રહેવાથી સોરાઈસીસ મટે છે.
નાહવા માટે પાણીમાં ૨ ચમચી પરદાદી ચૂર્ણ અને લીમડાના પાનના ચૂર્ણ નાખીને ઉકાળીને સ્નાન કરવું. આ પ્રયોગથી જો ખંજવાળની તકલીફ હોઇ તો તે દૂર થાઈ છે. આવા અસાધ્ય લાગતા ઘૃનાજનક મંડળ કુષ્ટ સોરાયસીસ માટે દેવકુસુમાદિવટી નો ઉપયોગ વૈદની સલાહ મુજબ રોગીને શરુ કરવી અને તેનું સેવન સતત ત્રણ મહિના સુધી કરાવતા રહેવાથી આવા કેટલા સોરાયસીસના દર્દીઓ સાજા થાઈ ગયા છે.
તો ચાલો જોઈએ દેવકુસુમાદીવટીના ઘટક દ્રવ્યો જે છે રસ કપૂર, સાકર, લવિંગ, કપૂર, હરતાલ, મોરથુંતું, મંજ઼િસ્તાદી ચૂર્ણ, અમળસરો ગંધક, સેનાગેરુનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગોળીનું સેવન જરા અલગ રીતે કરવામાં આવે છે; આ ગોળીને ઘીમાં બોલીને દાંતને અડકે નહિ તે પ્રમાણે ધ્યાન રાખીને જો બને તો વૈદની દેખ રેખ હેતાળ કરવી યોગ્ય છે.
જો આ રોગ આખા શરીર પર ફેલાયેલો હોઈ તો અને ઝડપથી કાબુમાં ના આવતો હોયતો એટલે કે સતત વધતો જતો હોયતો પણ આ દેવકુસુમાદીવટી અકસીર છે. આ ઉપરાંત અમારે ત્યાં અમે આવા દર્દીઓ માટે તાલસિંદુર યુક્ત મંજીસ્ટઆ ટેબ્લેટ, ગુરુવટી ,સારિવા ટેબ્લેટ, અને મંજીસ્ટઆ ચૂર્ણ એક ગ્રામ, તાલસિંદુર ૧ ચોખા ભાર, સોરાયસીસ ચૂર્ણ ૧ ગ્રામ, રસમાણેક ૧ ચોખાભાર, સારિવા ચૂર્ણ ૧ ગ્રામ મિશ્ર કરી તેનું સેવન કરવાનું સુચવ્યે છીએ .
લગાવવા માટે તો એક વાત આ રોગમાં બહુજ ઈમ્પોર્ટન્ટ છે કે જે હંમેશા ચિકિત્સકની દેખરેખ હેટળજ કરવી નહીતો અણધાર્યા પરિણામ મળી જાય. ચંડમારુતમ, સોરાયસીસ પાવડર જેમાં ગંધક, હરતાલ, મનશીલ, રસકપૂર જેવા દ્રવ્યોનો સમાવેશ થાય છે તેવા ઔષધો લગાવવાથી ખૂબજ ઝડપી અકસીર અને લોન્ગટર્મ રિઝલ્ટ મેળવ્યા છે. જેનાથી મંડલકુષ્ટ નાશ પામે છે અને ચામડી સામાન્ય માણસ જેવી સુંદર અને સરસ જોવા મળે છે.
આ દવા લગાવવાથી ખંજવાળ વધી જાય તો વૈદ્યંની સલાહથી માખણનું પ્રમાણ વધારવું. નખથી ખંજવાળવું નહિ. મનશીલને આયુર્વેદમાં ઉત્તમ ગણ્યું છે. તે તવક દોષની અંદર રહેતા બારીક કીટાણુઓનો નાશ કરે છે, રસકપૂર તેને શુદ્ધ કરે છે, રક્તાભિષણ, તવકદોષને દૂર કરે છે અને વ્રણને રુજવે છે.