PTCની ૧ર૬ કોલેજ પૈકી ૩૪ કોલેજને એકેય વિદ્યાર્થી ન મળ્યો
એક સમયે ડોનેશનથી બેઠકો ભરાતી હતી, હવે ૧૦ હજારમાંથી ૬ હજાર ખાલી પડી
અમદાવાદ, રાજયમાં આવેલી પીટીસી કોલેજામાં પ્રવેશની પ્રક્રિયા પૂર્ણ થઈ ચુકી છે. ચાર સરકારી અને ૮ ડાયટ, ૩પ ગ્રાન્ટેડ અને ૭૯ સ્વનિર્ભર મળીનેકુલ ૧ર૬ પીટીસી કોલેજ પૈકી એકપણ કોલેજને પુરતી સંખ્યા મળી શકી નથી. આ તમામકોલેજામાં કુલ મળીને ૧૦ હજાર બેઠકો પૈકી માત્ર હજાર બેઠક જ ભરાઈ છે. જેના કારણે ૬ હજારથી વધુ બેઠકો ખાલી પડી છે.
આ ઉપરાંત અનેક એવી કોલેજા છે. કે, જેમાં ૩થી લઈને ૧પ જેટલી સંખ્યા મળતાં હવે આવી કોલેજાના અસ્તિત્વ સામે જાખમ ઉભું થયું છે. ધો.૧ર પછી પીટીસીમાં પ્રવેશ માટે એક સમયે વિધાર્થીઓ મેનેજમેન્ટ કવોટામાં ડોનેશન આપીને પ્રવેશ લેતાંહતાં, પરંતુ નોકરી નહી મળવાથી કેટલાક વર્ષોથી પીટીસીનો ક્રેઝ સતત ઘટતો જઈ રહયો હતો. તાજેતરમાં પૂર્ણ થયેલી પ્રવેશ પ્રક્રિયા બાદ પ્રાથમીક શિક્ષણા નિયામક દ્વારા પ્રવેશનાઆંકડા જાહેર કરાયા છે. જેમાં ચાર સરકાર કોલેજને રપથી માંડીને ૬ર વિધાર્થી મળ્યા છે જયારે ૮ ડાયેટ પૈકી ૭ ર૬થી માંડીને પ૧ વિધાર્થીઓ મળ્યાં છે.
૩પ ગ્રાન્ટેડ કોલેજમાંથી ૪ કોલેજમાં ૯૪થી ૧૦૦, ૩ માં ૭૩ થી પ૧ અને ૧૬ કોલેજને ૩પથી ૬૯ વિધાર્થી મળ્યાં છે. ૭૯ સ્વનિર્ભર કોલેજમાંથી૩૪ કોલેજને એકપણ વિધાર્થી મળ્યા નથી. બાકીની ૪પ કોલેજમાં ૧૮ ને રથી૧પ, ૧૧ ને ૧૬થી૩૦,૮ કોલેજનો ૩૧ થી પ૦ વિધાર્થી મળ્યાં છે. મહત્વની વાત એ છે કે, જે આંકડાઓ જાહેર કરાયા છે. તે પૈકી તમામ પીટીસી કોલેજાની તપાસ થાય તો અનામત કેટેગરીના ફ્રી શીપ કાર્ડના લાભ માટે અનેક સંસ્થા ચાલતી હોવાની વિગતો બહાર આવે તેમ છે.