PTE એકેડેમિકે ભારતીય ઉમેદવારો માટે કેનેડામાં અભ્યાસ વધુ સરળ બનાવ્યો
ઇમિગ્રેશન, રેફ્યુજી એન્ડ સિટિઝનશીપ કેનેડા (IRCC)એ એસડીએસ (સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ) અને પીટીઇ કોરને ઇકોનોમિક માઇગ્રેશન માટે પિઅરસન ટેસ્ટ ઓફ ઇંગ્લિશ (પીટીઇ) એકેડેમિકને મંજૂરી આપી
અમદાવાદ, વિશ્વની અગ્રણી લર્નિંગ કંપની પિઅરસને તમામ સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ (એસડીએસ) અરજીઓ માટે પીટીઇ એકેડેમિક માટે ઇમિગ્રેશન, રેફ્યુજી એન્ડ સિટિઝનશીપ કેનેડા (આઇઆરસીસી) તરફથી મંજૂરી મેળવી છે. એસડીએસ એન્ટિગુઆ અને બાર્બુડા,
બ્રાઝિલ, ચાઇના, કોલમ્બિયા, કોસ્ટા રિકા, ભારત, મોરક્કો, પાકિસ્તાન, પેરુ, ફિલિપાઇન્સ, સેનેગલ, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સ, ત્રિનિદાદ અને ટોબાગો અને વિયેતનામમાંથી કેનેડામાં અભ્યાસ માટે અરજી કરતાં વિદ્યાર્થીઓ માટે ડિઝાઇન કરાયેલી સ્ટડી પરમિટની ઝડપી પ્રક્રિયા છે.
10 ઓગસ્ટ પહેલાં લેવાયેલ પીટીઇ એકેડેમિક ટેસ્ટ એસડીએસ માટે લાયક ગણાશે. જોકે, તે આ તારીખ પછી સબમિટ કરવામાં આવે અને IRCC દ્વારા નિર્ધારિત સમાપ્તિ અવધિમાં હોય.
આ સાથે હવે પીટીઇ કેનેડા દ્વારા સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ (એસડીએસ), ઇકોનોમિક માઇગ્રેશન અને નોન-એસડીએસ એકેડેમિક એડમીશન સહિતની તમામ વિઝા કેટેગરી માટે સ્વિકારવામાં આવે છે.
પિઅરસન ઇન્ડિયા ખાતે ઇંગ્લિશ લેંગ્વેજ લર્નિંગના ડાયરેક્ટર પ્રભુલ રવિન્દ્રને (Prabhul Ravindran, Director, English Language Learning, Pearson India) કહ્યું હતું કે, “અમને જાહેર કરતા ખુશી છે કે પીટીઇ એકેડેમિકે આઇઆરસીસી દ્વારા એસડીએસ વિઝા અરજીઓ માટે મંજૂરી મેળવી છે, જે ટેસ્ટની બેજોડ ગુણવત્તા અને વિશ્વસનીયતા દર્શાવે છે.
વિશ્વભરમાં લાખો અભ્યાસકર્તાઓનો વિશ્વાસ ધરાવતા પીટીઇ એકેડેમિક અંગ્રેજીમાં નિપૂંણતા દર્શાવવા માટે વિદ્યાર્થીઓ ઝડપી, નિષ્પક્ષ અને ફ્લેક્સિબલ માધ્યમો ઓફર કરે છે, જેથી તેઓ કેનેડામાં તેમની શૈક્ષણિક આકાંક્ષાઓને આગળ ધપાવવા માટે સક્ષમ બને છે.”
કેનેડાની 90 ટકાથી વધુ યુનિવર્સિટી અને કોલેજો દ્વારા પીટીઇ સ્વિકારવામાં આવે છે, જેમાં મેકગિલ યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ ટોરંટો અને યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલમ્બિયા જેવી ટોચની સંસ્થાઓ સામેલ છે. યુકે, ઓસ્ટ્રેલિયન અને ન્યુ ઝિલેન્ડ સરકારો પણ તમામ વિઝા અરજીઓ માટે પીટીઇ સ્વિકારે છે.
કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુ ઝિલેન્ડ, આયર્લેન્ડ, યુકે અને યુએસેમાં હજારો યુનિવર્સિટીઝ દ્વારા પીટીઇ એકેડેમિક સ્વિકારવામાં આવે છે. પીટીઇ 118 દેશોમાં 400થી વધુ કેન્દ્રો ઉપર આપી શકાય છે.
વિદેશમાં અભ્યાસ કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે પીટીઇ સૌથી ઝડપી, નિષ્પક્ષ અને ઓછી તણાવપૂર્ણ ઇંગ્લિશ ટેસ્ટ છે. આ ટેસ્ટ 24 કલાક અગાઉ ઓનલાઇન બુક કરી શકાય છે, જે કમ્પ્યુટર-આધારિત છે તથા ટેસ્ટ સેન્ટરમાં લેવામાં આવે છે. તે મશીન લર્નિંગની ચોકસાઇ, સુસંગતતા અને નિષ્પક્ષતાની સાથે હ્યુમન એક્ઝામિનરની કુશળતા અને ચોકસાઇ સાથે મેળ ખાય છે. વિઝા અને અરજી પ્રક્રિયાઓને ઝડપી બનાવવામાં મદદરૂપ બનતાં સરેરાશ 1.3 દિવસમાં સ્કોર આપવામાં આવે છે.
આ વર્ષની શરૂઆતમાં કેનેડિયન ઇકોનોમિક માઇગ્રેશન હેતુ માટે પીટીઇ કોરને મંજૂરી મળી હતી, જે વિદેશમાં કામ અથવા અભ્યાસ કરવા ઇચ્છુક દરેક વ્યક્તિ માટે પીટીઇને પસંદગીના ટેસ્ટ બનાવવાની પિઅરસનની કટીબદ્ધતાને પ્રદર્શિત કરે છે.