PUBG માટે પૌત્રએ દાદાના ખાતાથી ૨.૩૪ લાખ ઉડાવ્યા
નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હીમાં એક ૧૫ વર્ષીય કિશોર પર પોતાના દાદાના પેન્શનના ખાતામાંથી ખોટી રીતે નાણા ટ્રાન્સફર કરવાનો આરોપ લાગ્યો છે. પબજી ગેમની ચૂકવણી કરવા માટે પૌત્રએ દાદાના પેન્શન એકાઉન્ટથી ૨ લાખ ૩૪ હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દીધા. કિશોરે એક ઓનલાઇન વોલેટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા. દીલ્હી પોલીસે સોમવારે આ મામલાનો ખુલાસો કર્યો. કોઈ જાણકારી વગર એકાઉન્ટથી નાણા ઘટી જવાની ફરિયાદ પર પોલીસ તપાસ કરી રહી હતી. દિલ્હીના દ્વારકા ડેપ્યૂટી પોલીસ કમિશ્નર એન્ટો અલ્ફોંસ મુજબ, બે મહિનામાં કિશોરે પોતાના ૬૫ વર્ષીય દાદાના ખાતામાંથી ૨.૩૪ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા. જ્યારે તેના દાદાને પૈસા ટ્રાન્સફર થવાની જાણકારી મળી તો તેઓએ પોલીસને ફરિયાદ કરી. ત્યારબાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી હતી. જોકે કિશોર પબજીના વધુ લેવલ સુધી ન પહોંચી શક્યો. પબજીના હાઇ લેવલ સુધી પહોંચતા પહેલા જ તેનું એકાઉન્ટ હૅક કરી લેવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ મુજબ, કિશોરની વિરુદ્ધ કોઈ કાયદાકિય કાર્યવાહી નહીં કરવામાં આવે કારણ કે તેના દાદાએ આ મામલામાં ફરિયાદ પરત લેવાનો ર્નિણય લીધો છે.
નોંધનીય છે કે ગત ૮ મેના રોજ દાદાના મોબાઇલ ફોન પર એક મેસેજ આવ્યો જેમાં બેન્કના ખાતામાંથી ૨૫૦૦ રૂપિયા ડેબિટ થવાનું લખ્યું હતું. આટલા રૂપિયા ડેબિટ થયા બાદ તેમના ખાતામાં માત્ર ૨૭૫ રૂપિયા જ બચ્યા હતા. ત્યારબાદ સ્ટેટમેન્ટ ચેક કરતાં જાણવા મળ્યું કે છેલ્લા બે મહિનામાં તેમના ખાતામાંથી એક પેટીએમ ખાતામાં કુલ ૨.૩૪ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા છે. મામલાની ફરિયાદ પર પોલીસે તપાસ શરૂ કરી. પોલીસે ગત ૧ સપ્ટેમ્બરે કેસ ઉત્તર દિલ્હી પોલીસ જિલ્લાની સાઇબર શાખામાં ટ્રાન્સફર કરી દીધો છે. ડીસીપીએ કહ્યું કે અમે પેટીએમ ખાતાધારકથી સંપર્ક કર્યો. ખાતાધારકે જણાવ્યું કે તેના સગીર દોસ્તએ તેની પાસેથી પેટીએમ આઇડી અને પાસવર્ડ ઉધાર આપવા માટે કહ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે કિશોર ફરિયાદીનો પૌત્ર હતો. ત્યારબાદ પૂછપરછમાં મામલાનો ખુલાસો થયો.SSS