સુપ્રીમ કોર્ટના વકીલે સુપ્રીમ કોર્ટમાં મોરબી પુલ હોનારત માટે જાહેર હિતની અરજી કરી

મોરબી પુલ હોનારતનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. પુલની દુર્ઘટનાની સુપ્રીમ કોર્ટના નિવૃત જજના નેતૃત્વમાં એસઆઈટી દ્વારા તપાસની માગ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારીએ સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી કરી છે. (PIL – Public interest Litigation in Supreme court of India Advocate Vishal Tiwari)
વિશાલ તિવારીએ પોતાની અરજીમાં માગણી કરી છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે સમગ્ર દેશના તમામ જૂના પુલ અથવા ઐતિહાસિક ધરોહર પર ભીડ એકત્ર થવા બાબતે નિયમો બનાવવામાં આવે.
ખંડપીઠના પ્રશ્નના જવાબમાં અરજદારે જણાવ્યું હતું કે તેઓ પ્રાથમિક રીતે આ મામલે નિવૃત્ત ન્યાયાધીશ દ્વારા તપાસની માંગ કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે દેશના જુદા જુદા ભાગોમાં સમાન જૂના પુલ અને સ્મારકો છે અને આ માળખાના સર્વેક્ષણ અને જોખમ મૂલ્યાંકન કરવા માટે સમિતિઓની રચના કરવા માટે રાજ્ય સરકારોને નિર્દેશો માંગ્યા છે.
તેમણે ધ્યાન દોર્યું કે એફઆઈઆર મુજબ, ફિટનેસ પ્રમાણપત્ર મેળવ્યા વિના, ખાનગી ઓપરેટર, ઓરેવા ગ્રૂપ દ્વારા સમારકામ અને જાળવણી પછી બ્રિજ 26 ઓક્ટોબરે ખોલવામાં આવ્યો હતો. અરજદારે ઉમેર્યું હતું કે તુટતી વખતે પુલ પર 500 થી વધુ લોકો હતા જે અનુમતિની સંખ્યા કરતા વધારે છે.