બોપલમાં ૬૫ દિવસથી ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ ના થતાં જનતા ત્રાહિમામ
અમદાવાદ, બોપલમાં રેલવે લાઈન અને અંડરપાસ નજીક આવેલા વિસ્તારોના સ્થાનિકો લગભગ બે મહિનાથી વરસાદી પાણીના નિકાલની રાહ જાેઈ રહ્યા છે. આગામી અમુક અઠવાડિયાઓ સુધી તેમની આ સમસ્યાનો ઉકેલ આવશે તેવી આશા જ તેમણે છોડી દેવી જાેઈએ.
છેલ્લા ૬૫ દિવસથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હાઈ કેપેસિટીના વરુણ પંપથી લાખો લિટર વરસાદી પાણીનો નિકાલ કરવાના પ્રયત્ન કરી રહ્યું છે. પરંતુ લીલ અને કચરા મિશ્રિત આ પાણી ખેંચી શકવામાં વરુણ પંપ પણ નિષ્ફળ નિવડ્યા છે.
હવે AMC દોષનો ટોપલો અગાઉના વહીવટકર્તા ઔડા (અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી) પર ઢોળી રહ્યું છે. તેમની કામગીરી ખામીયુક્ત હોવાનું એએમસીનું કહેવું છે. જુલાઈ મહિનાના બીજા અઠવાડિયાથી આ વિસ્તારમાં પાણી ભરાયેલા છે. જેના કારણે આ વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. છેલ્લા બે મહિનાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જિનિયરો અંડરપાસ, રેલવે ટ્રેક અને છલોછલ ભરાઈ ગયેલા તળાવમાંથી વરસાદી પાણી કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
“પાણી ખેંચીને તળાવમાં ઠાલવવાનો કોઈ ચાન્સ નથી કારણકે તે આખું ભરેલું છે. તળાવની બાજુમાં આવેલા ગાર્ડનમાં પણ વરસાદનું પાણી ભરાઈ ગયું છે. અમે અમારા સિનિયરોને જણાવી દીધું છે કે, હાલ તો આ સમસ્યાનો કોઈ ઉકેલ અમને દેખાતો નથી”, તેમ AMCના એન્જિનિયરોએ જણાવ્યું.
સિનિયર એન્જિનિયરે સ્ટોર્મવોટર લાઈનો રસ્તાના ઢોળાવ પ્રમાણે ના પાથરી હોવાનો સીધો આરોપ ઔડા પર મૂક્યો છે. રેલવે લાઈન અને અંડરપાસ વરસાદી પાણીના પ્રવાહમાં અવરોધરૂપ બની શકે છે તે જાણતાં હોવા છતાં ઔડાએ સ્ટોર્મવોટર લાઈન પાથરી હતી.
“હવે આ વરસાદી પાણી એની મેળે સૂકાઈ જાય તેની અમે રાહ જાેઈ રહ્યા છીએ. વધારે પમ્પિંગ કરીશું તો નુકસાન થઈ શકે છે”, તેમ AMCના અધિકારીએ જણાવ્યું.
દશકા અગાઉ ઔડાએ તળાવોને ફરીથી ભરવાનું વચન આપ્યું હતું. વરસાદી પાણી સીધું તળાવોમાં જાય તેવી વ્યવસ્થા કરવા અને તેમને આંતરિક રીતે જાેડવા માટે સ્ટોર્મવોટર લાઈન (વરસાદી પાણીની લાઈન) પાંચ કરોડ રૂપિયાના ખર્ચે પાથરી હતી.
થોડા જ વર્ષોમાં બોપલનું તળાવ સેપ્ટિક ટેન્ક (જેમાં મોરી ઇ.નું પાણી જીવાણુનાશન માટે વહે જાય છે તે ટાંકી) બની ગયું કારણકે આસપાસની સોસાયટીઓએ સ્ટોર્મવોટર લાઈનમાં કચરો પણ નાખવા માંડ્યો. જેના લીધે પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે વરસાદના બે-ત્રણ રાઉન્ડમાં જ તળાવ ભરાઈ ગયું. તળાવની નજીક આવેલા બાળકોના પ્લે એરિયા, જાેગિંગ ટ્રેક અને મેડિટેશન ઝોનમાં પાણી ભરાઈ ગયા અને લોકો ત્યાં સુધી જઈ શકે તેવો રસ્તો જ ના રહ્યો.SS1MS