Western Times News

Gujarati News

PRSI દ્વારા અમદાવાદ ખાતે 51મો રાષ્ટ્રીય ચેપ્ટરનું લોન્ચની જાહેરાત

અમદાવાદઃ પબ્લિક રિલેશન્સ કોઉન્સિલ ઓફ ઇન્ડિયા, જે આજે દેશમાં કોમ્યુનિકેટર્સ માટેનું એક અગ્રણી અને સૌથી મોટું સંગઠન છે, જે 5 વૈશ્વિક સ્થળો અને દેશભરના 50 શહેરોમાં હાજરી ધરાવે છે, તેણે આજે અમદાવાદ શહેરમાં એમનું 51st ચેપ્ટરનું શુભારંભની જાહેરાત કરી.

કમલા કાફે, વસ્ત્રાપુર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં પીઆરસીઆઈના ચીફ મેન્ટર અને ચેરમેન એમેરિટસ, શ્રી એમ.બી. જયરામે શેર કર્યું, “3જી એપ્રિલ 2004ના રોજ અમારી શરૂઆત થઈ ત્યારથી, પીઆરસીઆઈએ કોમ્યુનિકેશનના ઇન્ડસ્ટ્રીને આગળ વધારવા માટે પ્રોફેશનલ ડેવલપમેન્ટ અને નેટવર્કિંગની તકોને સમૃદ્ધ બનાવવાનો પ્રયાસ કર્યો છે.

કોમ્યુનિકેશનનું અમારું નેટવર્ક પીઆર, મીડિયા, કોમર્શિયલ અને પબ્લિક સર્વિસ એડવર્ટાઇઝિંગ, માર્કોમ, એકેડેમિયા ઇન કોમ્યુનિકેશન અને વિદ્યાર્થીઓને જોડે છે અને આ ફોરમ ઉદ્યોગ વ્યાવસાયિકોને તેમના સંબંધિત કાર્યક્ષેત્રમાં ઉચ્ચ નૈતિક ધોરણોને પ્રોત્સાહિત કરીને તેમના સમુદાયની સેવા કરવાની તક પૂરી પાડે છે. આ પ્રવાહમાં વ્યાવસાયિકોને માન્યતા ઓફર કરનાર આ દેશભરના પ્રથમ મંચ છે.”

શ્રી એમ. બી. જયરામ, અધ્યક્ષ, એમેરિટસ, PRCI, ડો. ટી. વિનય કુમાર, રાષ્ટ્રીય અધ્યક્ષ, વરિષ્ઠ ઉપપ્રમુખ- શ્રી કે. રવિન્દ્રન અને ડિરેક્ટર જીતેન્દ્ર ભાર્ગવના માર્ગદર્શન અને હાજરી હેઠળ, PRCI – અમદાવાદ ચેપ્ટરની નવી ચૂંટાયેલી ટીમે આજે શપથ લીધા. શ્રી જીતેન્દ્ર જયંત – પીઆરઓ, પશ્ચિમ રેલ્વેને ચેપ્ટરના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

જાણીતા કોમ્યુનિકેશન પ્રોફેશનલ્સ શ્રી વિનોદ દવે, શ્રી મિથિલેશ ચુડગર અને શ્રી દીપક મકવાણા ને ચૅપ્ટરના વાઇસ ચેરમેન્સ તરીકે મહત્વની ભૂમિકા ભજવશે.

શ્રી સુભોજિત સેનને ચૅપ્ટરના સેક્રેટરી અને  શ્રી પરેશ દવેને કોષાધ્યક્ષ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. સાથે સાથે ડૉ. શશિકાંત ભગત, શ્રી પથિક શાહ, સુશ્રી કાનલ શેઠ, શ્રી પરેશ રામટેકે, શ્રી મનોજ પંડિત, શ્રી હાર્દિક ગજ્જર અને કુ. સ્વાતિ ચૌધરીને  વર્કિંગ કમિટીમાં મુખ્ય પોર્ટફોલિયોની જવાબદારીઓ આપી નિમણૂક કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.