મોડાસા વિધાનસભાના ભાજપના ઉમેદવારનો લોકસંપર્ક યોજાયો

(પ્રતિનિધિ)મોડાસા, આજરોજ સવારથી સાંજ સુધીમાં મોડાસા વિધાનસભાના ભાજપના ઉમેદવાર ભીખુસિહ પરમારનો સાયરા જિલ્લા પંચાયતના ગામોમાં લોકસંપર્ક યોજાયો હતો જેમાં અમરાપુર,સાયરા ,શીણાવાડ, ઝાલોદર,સાકરિયા વગેરે સહિત દસ ગામોના પ્રવાસ દરમિયાન ભાજપના ઉમેદવારને ઠેરઠેર આવકાર સાંપડ્યો હતો.
એમની સાથે આ પ્રવાસમાં જિલ્લા ભાજપના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ પટેલ, હીમાંશુભાઈ પટેલ,જિલ્લા સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલ, જિલ્લા યુવા મોરચા પ્રમુખ અમિશભાઈ પટેલ, ડો.ઘનશ્યામભાઈ શાહ,માર્કેટ યાર્ડના ડિરેક્ટર પીયૂષભાઈ પટેલ તાલુકા સંગઠન પ્રમુખ ભીખુસિંહ હિમતસિંહ પરમાર, બન્ને મહામંત્રીઓ રમેશભાઈ પટેલ,અંકીતભાઇ પટેલ વગરે જાેડાયા હતા.તમામ ગામોમાં ઉમેદવાર ભીખુસિહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.