Western Times News

Gujarati News

શહેરી વિસ્તારમાં સ્પોટ્‌ર્સ મોડ પર ગાડી ચલાવવા પર પ્રતિબંધ મૂકાય તેવી લોક લાગણી

પ્રતિકાત્મક

સ્પોટ્‌ર્સ મોડમાં ગાડી તેની નોર્મલ ગતિ કરતા વધારે ગતિથી દોડે છે-ઓવર સ્પીડ ગાડીને કારણે અન્ય  વાહનો અગર તો લોકોને નુકસાન પહોંચાડે છે

(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાત સહિત દેશભરમાં પાછલા ઘણા સમયથી અકસ્માતોની ઘટના પ્રકાશમાં આવી રહી છે રફતારના રાક્ષસો દ્વારા બેફામ ડ્રાઇવિંગ કરીને નિર્દોષ લોકોના જીવન સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને આજકાલ આધુનિક યુગમાં ખૂબ જ ટેકનિકલી સાઉન્ડ અને તેજ રફતારથી ચાલતી ગાડીઓ બજારમાં આવી રહી છે.

જેને કારણે યુવાનો કે યુવતીઓ તેનો ઉપયોગ પદ્ધતિસર કરતા નથી સ્પીડ લિમિટ જાળવ્યા વિના એમાં આપવામાં આવેલા ફીચર્સને ઉપયોગમાં લે છે અને ઓવર સ્પીડના કારણે અકસ્માતો સર્જે છે આજકાલ લગભગ બધી ગાડીઓમાં સ્પોટ્‌ર્સ મોડ આપવામાં આવે છે ખરેખર તો આ આધુનિક પ્રકારની ડિઝાઇનને કારણે યુવાનો આકર્ષાય છે અને બેફામ ડ્રાઇવિંગ કરે છે.

સ્પોટ્‌ર્સ મોડ આમ તો રેસિંગ ટ્રેક માટે ઉપયોગમાં લેવામાં આવતો હોય છે પરંતુ કરુણતા એ વાતની છે કે તેનો ઉપયોગ શહેરના રસ્તા ઉપર કરવામાં આવતો હોવાનું ધ્યાન પર આવે છે. સ્પોટ્‌ર્સ મોડમાં ગાડી તેની નોર્મલ ગતિ કરતા વધારે ગતિથી દોડે છે તેવું જાણકારો કરી રહ્યા છે આવા સમયે સ્પીડ ઉપર કંટ્રોલ રહેવાની જગ્યાએ ઓવર સ્પીડ ગાડી આસપાસના વાહનો અગર તો લોકોને નુકસાન પહોંચાડે છે

ઉદાહરણ તરીકે નોર્મલ સ્પીડમાં જતી ગાડી સીધા રોડ પર જઈ રહી છે પરંતુ જ્યારે અચાનક તેને સ્પોટ્‌ર્સ મોડમાં ટ્રાન્સફર કરવામાં આવે છે ત્યારે તેની ગતિ વધતી હોવાથી રસ્તામાં જતી વ્યક્તિ કે જે રાહદારી હોય છે તેને ગાડીને સ્પીડનો અંદાજ આવતો નથી પરિણામે અકસ્માત સર્જાય છે આવા સમયે ગાડી ડ્રાઇવ કરતી વ્યક્તિએ ખૂબ જ સમજદારી પૂર્વક વર્તવાનું હોય છે

પરંતુ તેવું થતું નથી સ્પીડ ની મજા લેવામાં બીજાને સજા ફટકારતા આવા માલેતુંજારો એ સ્પીડને નિયંત્રણમાં રાખવાની જરૂર હોય છે પરંતુ રોડ થોડો ખુલ્લો દેખાતા ઓવર સ્પીડ અને તેમાં સ્પોટ્‌ર્સ મોડ માં ગાડી ચલાવીને અકસ્માત સર્જે છે જેમ શહેરી વિસ્તારમાં સ્પીડ લિમિટ ની જાહેરાત કરાઈ છે તેવી જ રીતે શહેરી વિસ્તારમાં સ્પોટ્‌ર્સ મોડ પર ગાડી ચલાવવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ જેથી કરીને જાનહાનિ ને ટાળી શકાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.