Western Times News

Gujarati News

લગભગ 10 દિવસનું કામ “પુલિંગ મેથડ” નો ઉપયોગ કરીને રેલવેએ 2 કલાકમાં પૂર્ણ કરીને સ્થાપિત કર્યો નવો રૅકોર્ડ

અમદાવાદ મંડળે પુલિંગ પદ્ધતિનો ઉપયોગ કરીને પશ્ચિમ રેલવેના પ્રથમ રોડ અન્ડર બ્રિજના નિર્માણમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી.

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે કલોલ-ગાંધીનગર સેક્શનના રેલવે ક્રોસિંગ નંબર 6 પર રોડ અંડર બ્રિજ (આરયુબી )નું  આધુનિક એન્જિનિયરિંગ ટેક્નોલોજી પુલિંગ પદ્ધતિનો ઉપયોગ કરીને સફળતાપૂર્વક નિર્માણ કરીને નવો વિક્રમ સ્થાપ્યો છે. આ પ્રોજેક્ટમાં, “પુલિંગ મેથડ” નો ઉપયોગ કરીને માત્ર 2 કલાકમાં આરયુબી  ઇન્સ્ટોલેશન પૂર્ણ કરવામાં આવ્યું હતું, જે પશ્ચિમ રેલવે ના ઇતિહાસમાં તેના પ્રકારનો પ્રથમ અને અનોખો પ્રયાસ છે.

અમદાવાદ મંડળ ના વરિષ્ઠ જનસંપર્ક અધિકારી શ્રી પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે આ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ હેઠળ 4.8 X 6.0 ડાયમેન્શનના આરયુબી બોક્સને જેની બૈરલ લંબાઈ 20 મીટર હતી અને કુલ વજન 730 મેટ્રિક તન હતું જે 2 કલાક ના બ્લોક માં 17 મીટર સુધી કાળજીપૂર્વક ખેંચીને સ્થાપિત કરવામાં આવ્યા છે. આ કામ કોઈપણ અવરોધ વિના સંપૂર્ણ આયોજનપૂર્વક પૂર્ણ થયું હતું.

આ આરયુબી નું નિર્માણ ટિટોડા, ભોયાણ રાઠોડ, આદરજ અને કોલીવાડા સહિતના નજીકના ગામોના નાગરિકો અને અન્ય માર્ગ વપરાશકારો માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે, જેનાથી તેમના સમય અને ઇંધણની પણ બચત થશે. અમદાવાદ મંડળ ની આ અભૂતપૂર્વ સિદ્ધિએ ભારતીય રેલ્વેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં એક સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે. આ કાર્ય માત્ર ઇજનેરી કૌશલ્યો અને પ્રોજેક્ટ મેનેજમેન્ટનું ઉદાહરણ નથી, પરંતુ ભવિષ્ય માટે મહત્વપૂર્ણ આંતરદૃષ્ટિ પણ પ્રદાન કરે છે.

આ આરયુબી નું નિર્માણ દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે અને રેલવે પ્રોજેક્ટ્સમાં સમયસરતા અને કાર્યક્ષમતાને નવા સ્તરે લઈ જવામાં મદદ કરશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.