પુલવામામાં થયેલા Terrorist Attackને આજે ૪ વર્ષ પુરા
પુલવામા, પુલવામામાં થયેલા ટેરેરિસ્ટ અટેકને આજે ૪ વર્ષ પુરા થઈ ચુક્યા છે.૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ બપોરે ૩.૦૦ કલાકે જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદીએ શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પર કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સના કાફલા પર વિસ્ફોટક લઈ જઈ રહેલા એક વાહનને ટક્કર મારી દીધી હતી.pulwama-terrorist-attack-completes-4-years-today
પુલવામામાં પાકિસ્તાન સમર્થિક જૈશએ મોહમ્મદના આત્મઘાતી હુમલાખોરો દ્વારા સીઆરપીએફના કાફલાને ટાર્ગેટ બનાવીને સીઆરપીએફના લગભગ ૪૦ જવાનો શહીદ થઈ ગયા હતા. સીઆરપીએફના કાપલામાં ૭૮ બસો હતી. આ અટેક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો. આ કાફલામાં સીઆરપીએફના લગભગ ૨૫૦૦ જવાન જમ્મુથી શ્રીનગર જઈ રહ્યા હતા.
જાે કે, ભારતે ફક્ત ૧૨ દિવસમાં જ પાકિસ્તાનને પોતાની ઔકાત બતાવી દીધી હતી. ભારતે ૨૬ ફેબ્રુઆરીએ બાલાકોટ એરસ્ટ્રાઈક કરીને જૈશએ મોહમ્મદના આતંકીઓના ભુક્કા બોલાવી દીધા હતા. આતંકી હુમલા બાદ જવાનોને નજીકની આર્મી હોસ્પિલમાં ભરતી કરાવ્યા હતા.
પણ ઘટના પર મોટી સંખ્યામાં જવાન શહીદ થઈ ગયા હતા. આ ઘટનાને અંજામ આપનારા હુમલાખોરનું નામ આદિલ અહમદ ડાર હતું. આ ઉપરાંત હુમલામાં સજ્જાદ ભટ્ટ, મુદસિર અહમદ ખાન જેવા આતંકીઓનો હાથ હતો. જે બાદ સેનાએ તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
મામલાની તપાસ NIAએ કરી, જેમાં સાડા તેર હજાર પાનાની ચાર્જશિટ દાખલ કરી, સંયુક્ત રાષ્ટ્ર અને દુનિયાભરના કેટલાય દેશોએ પુલવામા આતંકી હુમલાની ટિકા કરી હતી અને આતંકવાદ વિરુજ્ધ લડાઈમાં ભારતને પોતાનું સમર્થન આપ્યું હતું.
તો વળી વીર જવાનોના પાર્થિવ દેહને વાયુસેનાના ખાસ વિમાન દ્વારા પાલમ વાયુસેના વિસ્તારમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તત્કાલિન ગૃહમંત્રી અને હાલના રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત કેટલાય મોટા મંત્રી હાજર રહ્યા હતા. શહીદોના પાર્થિવ દેહને તિરંગામાં લપેટવામાં આવ્યો હતો.
પ્રધાનમંત્રી મોદી પણ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા ગયા હતા. આ હુમલા બાદ ૧૭ ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘોષણા કરી હતી કે, હું મારા દિલમાં એજ આગ અનુભવી રહ્યો છે, જે આપની અંદર ભડકરી રહી છે. તેમણે કહ્યું હતું કે, તમામ આંસૂઓનો બદલો લેવામાં આવશે અને સશસ્ત્ર દળોએ દુશ્મન વિરુદ્ધ બદલાની આગ ફાટી નીકળી, સમયને નક્કી કરવા માટે પુરી સ્વતંત્રતા આપી દેવામાં આવી.
૨૬ ફેબ્રુઆરી, ૨૦૧૯ના રાતના લગભગ ૩ કલાકે ભારતીય વાયુસેનાએ ૧૨ મિરાજ ૨૦૦૦ ફાઈટર જેટ્સે લાઈન ઓફ કંટ્રોલને પાર કરીને બાલાકોટમાં આવેલ જૈશએ મોહમ્મદના આતંકી ઠેકાણાના ભુક્કા બોલાવી દીધા.SS1MS