રામદેવજીનું મંદિર બનાવવાની મહેચ્છા સાથે પુનાના યુવકની રણુંજાની પદયાત્રા
(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) રામદેવજીનું મંદિર બનાવવાની મહેચ્છા સાથે એક યુવકે ૧૪૦૦ કિમીની રણુંજા પદયાત્રા દસ વર્ષ લગાતાર કરવાની નેમ લીધી છે સતત ત્રણ વર્ષથી એકલો અટૂલો પુનાથી રામદેવરા-રણુંજાની ૧૪૦૦ કિમિ લાંબી પદયાત્રા કરી રહેલા પદયાત્રી સંજય શર્માનું આજે પોસાલીયા ભંડારામાં સંચાલક પ્રભુદાસભાઈ પટેલ
તથા હમીરસિંહ રાવ, શેતાનસિંહ દેવડા,ભગીરથ વિશ્ર્નોઇ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કિશોરસિંહ રાવ (ભાટકોટા),ભાવિક પટેલ, ગોરલ, કચરાભાઈ સજાપુર, મનુભાઈ વણઝર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.આ યુવક પૂનામાં એક ઔધોગિક વસાહતમાં કામ કરે છે અને
ત્યાં બાજુમાં રામદેવજીનું એક મંદિર બનાવવા તેણે રાખેલી આકરી માનતા ના ભાગરૂપે સતત દસ વર્ષની રામદેવરા પદયાત્રાની નેમ લીધી છે.પોતાના ખભા ઉપર કપડાનો ઘોડો, હાથમાં નેજા સાથે જય બાબારી..બાબો ભલી કરે….ના જય ઘોષ સાથે રામદેવરાનો માર્ગ કાપી રહ્યો છે.