Western Times News

Gujarati News

પુનાવાડા -અમદાવાદ રૂટની બસ બંધ કરાતા ૨૦ ગામોના મુસાફરોને ભારે હાલાકી

પ્રતિકાત્મક

બાલાસિનોર ડેપોનું વિરપુર તાલુકા સાથે ઓરમાયું વર્તન

(પ્રતિનિધિ) વિરપુર, મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકામાં બાલાસિનોર ડેપો દ્વારા એસટી બસોના રૂટ છાશવારે બંધ કરી દેતા મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તાલુકામાં વર્ષોથી જુની બસ સેવા પુનાવાડા વડાગામ કોયલા ડેભારી થઈ અમદાવાદ બસ ચલાવવામાં આવતી હતી

આ બસમાં પૂરતા પ્રમાણમાં ટ્રાફિક પણ મળતો હતો અને બાલાસિનોર ડેપોમાં સૌથી વધારે આવક ધરાવતી આ બસ હતી તેમ છતાં આ બસ યેનકેન કારણે બંધ કરી દેવાતા આ રૂટના ૨૦ ગામડાઓના મુસાફરો રઝળી પડે છે એક તરફ સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી એસ ટી બસ પહોંચે તે માટેના યથાર્ત પ્રયાસો કરવામાં આવે છે.

પરંતુ બે જવાબદાર અધિકારીઓને આ અંગે કંઈજ પડી ન હોઈ તે મુજબ હંમેશા વિરપુર તાલુકા સાથે જ અન્યાય કરાતો હોવાનુ મુસાફરો જણાવી રહ્યા છે પુનાવાડા- અમદાવાદ વાયા વડાગામ, કોયલા,ડેભારી છેલ્લા પાંચ દિવસથી સંદતર બંધ કરી વાયા કુંભરવાડી,લીમંડીયા રૂટ પર ચાલુ કરતાં મુસાફરો ભારે મુશ્કેલીમા મુકાયા છે અને લોકોને ના છુટકે અન્ય વાહનોમા જવાની ફરજ પડે છે

તાલુકાના ૨૦ જેટલા ગામોના લોકો અમદાવાદ જવા માટે આ એક માત્ર આર્શિવાદ સમાન બસ સુવિધા હતી. તે પણ બંધ કરી દેવામાં આવી છે અગામી દિવસોમાં દિવાળીના તહેવારો નજીક આવતા લોકોને ખાનગી વાહનોમાં જોખ્મી રીતે જવું પડે છે ત્યારે ગ્રામ્ય વિસ્તારનો આ વિકટ બનેલો પ્રશ્ન હલ થાય તે રીતે પુનઃ પુનાવાડા અમદાવાદ બસ સેવા ચાલુ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.