Western Times News

Gujarati News

અમરાવતીમાં ૪ દિવસનો કર્ફ્‌યું લાગૂ, ઇન્ટરનેટ બંધ

અમરાવતી, ત્રિપુરામાં હિંસાની અફવાને લઇને ૨ અઠવાડિયા બાદ શુક્રવારે મહારાષ્ટ્ર ના ૩ શહેરોમાં અમરાવતી નાંદેડ અને માલેગાવમાં હિંસા અને આગચંપી અને તોડફોડ થઇ. પોલીસ અને ઉપદ્રવીઓ વચ્ચે હાથાપાઇ થઇ. તેના વિરોધમાં ગઇકાલે ભાજપે અમરાવતીમાં બંધનું એલાન કરવામાં આવ્યું હતું. Pune district administration has imposed prohibitory orders restricting social media activity in view of #Amravati flare-up.

આ દરમિયના એક દુકાનને ખુલી જાેઇને ભાજપ કાર્યકર્તાઓએ તેમાં તોડફોડ શરૂ કરી દીધી. ત્યારબાદ પોલીસે તેમને રોકવા માટે લાઠીચાર્જ કર્યો. અમરાવતીમાં ૪ દિવસનો કર્ફ્‌યું લગાવવામાં આવ્યો. ત્રિપુરા હિંસાના વિરોધમાં સતત બીજા દિવસે પણ મહારાષ્ટ્રના અમરાવતીમાં તણાવ રહ્યો.

અમરાવતીમાં ફરીથી તોડફોડ સાથે દુકાનોમાં આગ લગાવી દીધી. આજે ભાજપે અમરાવતીમાં ગ્રામીણ વિસ્તાર્માં બંધની જાહેરાત કરી છે. પ્રશ્ન એ છે કે આખરે ત્રિપુરાના નામ પર અમરાવતીને સળગાવવાનું કાવતરું કોણ કરી રહ્યું છે?

તમને જણાવી દઇએ કે સતત બીજા દિવસે અમરાવતીમાં પથ્થરમારાની ઘટના સર્જાઇ અને દુકાનોમાં આગ લગાવવામાં આવી. શનિવારે અમરાવતીમાં હિંદુ સંગઠનોએ બંધની જાહેરાત કરી હતી. આ બંધ શુક્રવારે કટ્ટરપંથીઓ તરફથી થયેલી હિંસાના વિરોધમાં આપવામાં આવ્યું હતું.

જાેકે માંલેગાવ અને નાંદેડમાં શાંતિ યથાવત છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે અમરાવતી શહેરમાં હિંસક વિરોધ પ્રદર્શન બાદ સીઆરપીસીની કલમ ૧૪૪ લાગૂ કરી દેવામાં આવી છે અને ઇન્ટરનેટ સેવાને ૪ દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. મહારાષ્ટ્રના ડીજીપી સંજય પાંડેનું કહેવું છે કે જાે જરૂર પડશે તો અમે વધુ ફોર્સનો ઉપયોગ કરીશું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.