Western Times News

Gujarati News

પંજાબ : ઝેરી દારૂના કારણે ૧૪ના મોત, ૫ાંચની હાલત ગંભીર

પ્રતિકાત્મક

પાંચ લોકોની ધરપકડ કરાઈ
ઝેરી દારૂ નેટવર્કની તપાસ કરવામાં આવી રહી છે, સરકારે દારૂ માફિયાઓ સામે કડક તપાસના આદેશ આપ્યા છે

અમૃતસર,
પંજાબના અમૃતસર જિલ્લાના મજીઠામાં સોમવારે રાત્રે ઝેરી દારૂ પીવાથી ૧૪ લોકોના મોત થયા છે. જ્યારે ૫ ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મોટાભાગના મૃતકો ભાંગલી અને મરારી કલાન ગામના રહેવાસી છે. મજીઠા પોલીસ સ્ટેશનના એસએચઓ અવતાર સિંહે જણાવ્યું હતું કે, ‘ઝેરી દારૂ પીવાથી ૧૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.’અમૃતસરના એસએસપી મનીન્દર સિંહે જણાવ્યું હતું કે, ‘ઝેરી દારૂ પીવાથી લોકોના મોત થયા છે. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

આ મામલે પ્રભજીત સિંહની ધરપકડ કરવામાં આવી છે. જે ઝેરી દારૂ સપ્લાય કરવા પાછળનો મુખ્ય સૂત્રધાર છે. તેમની સામે એક્સાઇઝ એક્ટની કલમ ૧૦૫ BNS અને ૬૧A હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રભજીતના ભાઈ કુલબીર સિંહ ઉર્ફે જગ્ગુ અને સાહિબ સિંહ ઉર્ફે સરાઈ, ગુરજંત સિંહ, નિંદર કૌરની પણ ધરપકડ કરવામાં આવી છે.’ઝેરી દારૂ નેટવર્કની તપાસ કરવામાં આવી રહી છે. સરકારે દારૂ માફિયાઓ સામે કડક તપાસના આદેશ આપ્યા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ સર્જાયો છે. નોંધનીય છે કે, ઝેરી દારૂ પીવાથી મૃત્યુનો આ પહેલો કિસ્સો નથી. અગાઉ પણ પંજાબ, બિહાર, મધ્યપ્રદેશ અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવા કિસ્સાઓ નોંધાયા છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.