પંજાબ CM ભગવંત માનના લગ્નમાં કેજરીવાલ અને અન્ય દિગ્ગજો ઉપસ્થિત
ચંડીગઢ, થોડા સમય પહેલા જ પંજાબના સીએમ બનેલા ભગવંત માન હવે એક નવી જ ઈનિંગ્સ શરુ કરવા જઈ રહ્યા છે. , ભગવંત માન ડૉ. ગુરપ્રીત કૌર નામની એક મહિલા સાથે લગ્ન કરવાના છે. ચંડીગઢમાં આ લગ્ન વિધી સંપન્ન થઈ હતી. જયાં આપના કેજરીવાલ સહિત કેટલાંક નજીકના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
માનના અગાઉ એક લગ્ન થઈ ચૂક્યા છે. જાેકે, તેમનું લગ્નજીવન લાંબુ હોતું ચાલ્યું. તેમની પહેલી પત્ની બે બાળકો સાથે અમેરિકા રહે છે. જે યુવતી સાથે માન લગ્ન કરવાના છે તે તેમના પરિવારની ખૂબ જ નજીક હોવાનું પણ જાણવા મળ્યું છે.
ગુરુવારે ખૂબ જ મર્યાદિત સંખ્યામાં મહેમાનોની હાજરીમાં આ લગ્ન સંપન્ન થશે. લગ્નને લૉ પ્રોફાઈલ રાખવામાં આવ્યા છે, અને ગણ્યાંગાંઠ્યા લોકોને જ આમંત્રણ અપાયું છે.
ભગવત માન અને તેમની થનારી પત્ની ગુરપ્રીત કૌર એકબીજાને લાંબા સમયથી ઓળખે છે. એટલું જ નહીં, તેમની માતા પણ ગુરપ્રીતને ઘણા સમયથી ઓળખે છે. માનનો પરિવાર પણ ગુરપ્રીતના પરિચયમાં છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાઆ લગ્નની તમામ તૈયારીઓ કરી રહ્યા છે.