તોડફોડ કરનારા વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાલી કરવાનો આદેશ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/11/babafarid.jpg)
તોડફોડ કરનારા યુપી-બિહારના ચાર વિદ્યાર્થીઓને ૨૪ કલાકમાં હોસ્ટેલ ખાલી કરવાની નોટિસ મળી
નવી દિલ્હી,પંજાબ રાજ્યના બઠિંડા સ્થિત એક બોય્સ હોસ્ટેલમાં ઉત્તર પ્રદેશ અને બિહારના ચાર વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ વિદ્યાર્થીઓએ ભારત અને પાકિસ્તાનની મેચ પછી કાશ્મીરી વિદ્યાર્થીઓને પ્રતાડિત કર્યા હતા. Punjab: College orders 4 students to leave hostel allegedly for opposing Kashmiris supporting Pakistan
કહેવામાં આવે છે કે, પાકિસ્તાનની ટીમ મેચ જીતી ગઈ તો કથિત રીતે કાશ્મીરી વિદ્યાર્થીઓએ ઉજવણી કરી હતી. નિષ્કાસિત કરવામાં આવેલા વિદ્યાર્થીઓ પર હોસ્ટેલમાં તોડફોડ કરાવનો પણ આરોપ છે, તેમને દંડ ભરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. આ ચાર વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાલી કરવા માટે નોટિસ મોકલવામાં આવી છે.
નોટિસમાં લખવામાં આવ્યું છે કે, હોસ્ટેલ પરિસરમાં જે પ્રવૃત્તિઓ કરવામાં આવી, તે બાબા ફરીદ ગ્રુપ ઓફ ઈન્સ્ટિટ્યુશનના કેમ્પસ અને હોસ્ટેલના નિયમો વિરુદ્ધ છે. માટે આ વિદ્યાર્થીઓને આદેશ આપવામાં આવે છે કે આગામી ૨૪ કલાકમાં પોતાના સામાનની સાથે હોસ્ટેલના રુમ ખાલી કરી દે.
આ ચાર વિદ્યાર્થીઓના નામ કુમાર ઓઝા, આયુષ તિવારી, ઉજ્જવલ પાંડે, આયુશ જયસ્વાલ છે. આમાંથી એક વિદ્યાર્થી એગ્રીકલ્ચરમાં બીએસસી કરે છે અને સાતમા સેમિસ્ટરમાં અભ્યાસ કરે છે. બે વિદ્યાર્થીઓ બીસીએના પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે જ્યારે એક વિદ્યાર્થી બીબીએના ત્રીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે.
આ સિવાય નોટિસમાં લખવામાં આવ્યું છે કે, જાે આપવામાં આવેલા સમયમાં હોસ્ટેલના રુમ ખાલી કરવામાં નહીં આવે તો આગળ જે કાર્યવાહી કરવામાં આવશે તેના જવાબદાર આ વિદ્યાર્થીઓ પોતે જ હશે. ઉલ્લેખનીય છે કે કાશ્મીરી વિદ્યાર્થીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી.
હોસ્ટેલના આ ર્નિણય પર સોશિયલ મીડિયા પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, નીતિશ કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ બાબતે પત્ર લખવો જાેઈએ. આ લોકોએ માત્ર રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. અન્ય ઘણાં યુઝર્સનું માનવું છે કે, હોસ્ટેલ તંત્રનો આ આદેશ અન્યાયપૂર્ણ છે.