ભારત-પાક. સરહદેથી ૨૦૦ કરોડનો હેરોઇનનો જથ્થો ઝડપાયો

નવી દિલ્હી, બીએસએફ અને પંજાબ પોલીસે સંયુક્ત રીતે ડ્રગ્સના રેકેટનો ભાંડાફોડ કર્યો હતો. બાતમીના આધારે પોલીસ અને બીએસએફે ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં ૪૦ કિલો હેરોઈનનો જથ્થો પકડાયો હતો. જાે કે, પોલીસને જાેઈને આરોપીઓ ફરાર થઈ ગયા હતાં. Punjab Police through plastic pipe from Pakistan caught smuggling of 40.81 kg of Heroine worth Rs. 200 cr. One of the accused Nirmal Singh alias Sonu was also arrested.
પંજાબ પોલીસના કહેવા પ્રમાણે પાકિસ્તાનમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો પહોંચતો હોવાની બાતમી મળી હતી. એની જાણકારી આપવામાં આવી હતી. BSFના જવાનો અને પંજાબ પોલીસે મળીને સરહદે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. સુરક્ષાદળોની હાજરીની જાણ થયા પછી આરોપીઓએ ફાયરિંગ કર્યું હતું અને નાસી ગયા હતાં.
પોલીસે હેરોઈનનો ૪૦ કિલો જથ્થો જપ્ત કર્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં લગભગ ૨૦૦ કરોડ રૂપિયાની કિંમત થવા જાય છે. હેરોઈન ઉપરાંત ૧૮૦ ગ્રામ અફિણ અને પ્લાસ્ટિકની બે પાઈપ્સ પણ જપ્ત કરવામાં આવી હતી. પાઈપમાં મેડ ઈન પાકિસ્તાન લખાયું હોવાથી જથ્થો પાકિસ્તાન સરહદેથી આવ્યાનું સ્પષ્ટ થયું હતું.
આ જથ્થો પાકિસ્તાનમાંથી ર્નિમલ સિંહ ઉર્ફે સોનુએ મંગાવ્યો હતો. ર્નિમલ સિંહ વોન્ટેડ સ્મગલર છે અને તેની સામે પંજાબના એકથી વધુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. ઘરિન્ડાનો વતની વોન્ટેડ સ્મલગર ર્નિમલ સિંહ અગાઉ પણ પોલીસને હાથતાળી આપીને ભાગી ગયો હતો. પોલીસે તેના સહિતના તમામ આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત શરૃ કરી હોવાનું પંજાબ પોલીસના ઉચ્ચ અધિકારી ગુલનીત સિંહ ખુરાનાએ કહ્યું હતું.