Western Times News

Gujarati News

ભારતનું સૌથી વધુ સસ્તું ઇલેક્ટ્રિક મોટરસાઇકલ પ્યોર ઇવી ઇકોડ્રીફ્ટ

પ્યોર ઇવી, અગ્રણી ઇલેક્ટ્રિક વ્હીકલ ટુ-વ્હીલર (EV2W) કંપનીએ આખરે અત્યંત અપેક્ષિત કમ્યુટ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ, ઇકોડ્રીફ્ટની શરૂઆતની કિંમત રૂ. 99,999/-* (એક્સ-શોરૂમ દિલ્હી, રાજ્ય સબસિડી સહિત) જાહેર કરી છે.

આ મોટરસાઇકલ ચાર આકર્ષક રંગો – બ્લેક, ગ્રે, બ્લુ અને રેડમાં ઉપલબ્ધ છે.

ઇકોડ્રીફ્ટ માટે પ્યોર ઇવીની કિંમત જાહેર કરતાં, પ્યોર ઇવી સ્ટાર્ટઅપના સહ-સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર મિ. રોહિત વડેરાએ જણાવ્યું હતું કે, “છેલ્લા બે મહિનામાં, અમે ટેસ્ટ ડ્રાઇવ માટે અમારી 100+ ડીલરશીપ પેન ઇન્ડિયામાં ડેમો વાહનોને તૈનાત કર્યા છે અને ગ્રાહકો તરફથી અસાધારણ પ્રતિસાદ મેળવ્યા છે. અમારી તમામ ડીલરશીપમાં હવે ઇકોડ્રીફ્ટ માટે બુકિંગ ખુલ્લું છે અને ગ્રાહકોને વાહનોની પ્રથમ બેચની ડિલિવરી માર્ચના 1લા સપ્તાહથી શરૂ થશે”.

ઇકોડ્રીફ્ટના લોન્ચનામહત્વનો વધુ ઉલ્લેખ કરતાં, તેમણે ઉમેર્યું, “દેશના 2W વેચાણનો 65% હિસ્સો કોમ્યુટ મોટરસાયકલમાંથી આવે છે, અમે માનીએ છીએ કે ઇકોડ્રીફ્ટનું લોન્ચ મોટા પાયે EV અપનાવવા માટે ઉત્પ્રેરક બની શકે છે”.

ઇકોડ્રીફ્ટને હૈદરાબાદમાં પ્યોર ઇવી ના ટેકનિકલ અને મેન્યુફેક્ચરિંગ સેન્ટરમાં ડિઝાઇન અને ડેવલપ કરવામાં આવ્યું છે. તે ત્રણ ડ્રાઇવિંગ મોડ્સ સાથે 75 KMPH ની ટોપ સ્પીડ અને 130 KM સુધીની ઓન-રોડ રેન્જ ધરાવે છે.

ડ્રાઇવ-ટ્રેનમાં AIS 156 પ્રમાણિત 3.0 KWH બેટરી સ્માર્ટ BMS અને બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે છે, જે 3 KW મોટર, CAN આધારિત ચાર્જર, કંટ્રોલર અને ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર દ્વારા સંચાલિત છે જે કોઈપણ ભાવિ ફર્મવેર અપગ્રેડ માટે પ્લેટફોર્મને સક્ષમ કરે છે.

* રૂ. 99,999/- ની આ લોન્ચ કિંમત નવી દિલ્હી રાજ્ય માટે વિશિષ્ટ છે અને ઇકોડ્રીફ્ટની પેન ઇન્ડિયા એક્સ-શોરૂમ લોન્ચ કિંમત રૂ 1,14,999/- છે અને ઓન-રોડ કિંમત રાજ્ય સ્તરની સબસિડીઅને RTO ફીના આધારે બદલાશે .

કંપની પેન ઈન્ડિયાના તમામ અગ્રણી શહેરો અને નગરોમાં તેના ડીલર નેટવર્કને પણ આક્રમક રીતે વિસ્તારી રહી છે.કંપની પહેલાથી જ દક્ષિણ એશિયાના દેશોમાં તેના ઉત્પાદનોની નિકાસ કરી રહી છે અને આફ્રિકા અને મધ્ય પૂર્વીય બજારોમાં વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.