Western Times News

Gujarati News

પ્યોર ઈવીએ ઈલેક્ટ્રિક મોબિલિટીમાં ક્રાંતિ લાવવા એક્સ પ્લેટફોર્મ 3.0 શરૂ કર્યું

  • થ્રિલ મોડ-રોમાંચક અનુભવ આપે છે
  • ગ્રાહકની વાહન ચલાવવાના વ્યવહાર અને વધુ સારું માઈલેજ પૂરું પાડવા પ્રેડિક્ટિવ એઆઈ વીસીયુ
  • પ્યોર ઈવીના પ્રોડક્ટ્સ આ ઈન્ડસ્ટ્રીમાં પ્રતિ કેડબ્લ્યુએચ સૌથી વધુ માઈલેજ આપે છે

ચેન્નઈ, 25 જાન્યુઆરી 2025: ભારતની અગ્રણી ઈલેક્ટ્રિક ટુ વ્હિલર ઉત્પાદકો પૈકીની એક કંપની પ્યોર ઈવી (PURE EV)એ એક્સ પ્લેટફોર્મને નોંધપાત્ર અપગ્રેડ કરી એક્સ પ્લેટફોર્મ 3.0ની જાહેરાત કરી છે. અત્યાધુનિક એઆઈ ટેકનોલોજીથી સંચાલિત આ નવું પ્લેટફોર્મ યુઝર એટલે કે વપરાશકર્તાના અનુભવને વધુ સારો કરવા માટેની દિશામાં એક નોંધપાત્ર પગલું છે. આ અપગ્રેડ કરાયેલ પ્લેટફોર્મ વ્હિકલના પર્ફોમન્સ, કનેક્ટિવિટી, અને એકંદરે વાહનચાલકની અનુકૂળતા સુધારે તેવા ઉદ્દેશથી અત્યાધુનિક વિશેષતાઓ પૂરી પાડે છે.  PURE EV Launches X Platform 3.0 to Revolutionize Electric Mobility.

એક્સ પ્લેટફોર્મ 3.0ની સૌથી સારી વિશેષતા પૈકી એક થ્રિલ મોડની રજૂઆત છે, જે ટોર્ક અને ઓવરઓલ પર્ફોમન્સને 25 ટકા વધારે છે, જેથી યુઝર્સને વધુ રોમાંચક રાઈડિંગનો અનુભવ મળી શકે. આ ફિચર એવા લોકો માટે તૈયાર કરવામાં આવેલ છે કે જેઓ ઈલેક્ટ્રિક વ્હિકલના પર્ફોમન્સમાં ગતિશીલ અને વધુ સશક્ત રીતે ડ્રાઈવ કરવાનું ઈચ્છે છે અને નવા સીમાચીન્હ સ્થાપવા માગે છે.

એક્સ પ્લેટફોર્મ 3.0 રજૂ કરવા અંગે માહિતી આપતા પ્યોર ઈવીના સ્થાપક અને એમડી શ્રી ડો.નિશાંત ડોંગરીએ જણાવ્યું હતું કે, “એક્સ પ્લેટફોર્મ 3.0 રજૂ કરી અમે અવરોધમુક્ત અત્યાધુનિક એઆઈ ટેકનોલોજીસનું સંકલન કરીને ઈલેક્ટ્રિક મોબિલિટી ક્ષેત્રે ક્રાંતિના આગળના તબક્કામાં જઈ રહ્યા છીએ. આ પ્લેટફોર્મ પ્યોર ઈવી માટે ખાસ છે અને વૈશ્વિકસ્તરે ભારતીય ઈનોવેશન એટલે ભારતીય નિવિનિકરણની અમારી મહત્વકાંક્ષાને રજૂ કરે છે.  અમારા વાહનો ટ્રાન્સપોર્ટ ઉપરાંત એક ઈન્ટેલિજન્ટ, કનેક્ટેડ ડિવાઈસિસ તરીકેના મોડમાં પણ કામ કરે કે જેથી અમારા ગ્રાહકોને ડ્રાઈવિંગનો અસાધારણ અનુભવ પૂરો પાડી શકાય તેવો અમે ઉમદા વિચાર ધરાવી છીએ.”

આ ઉપરાંત આ પ્લેટફોર્મ અત્યાધુનિક પ્રોડક્ટિવ એઆઈને ધરાવે છે, જે વાહનચાલકના વ્યવહારનો અભ્યાસ કરે છે અને વાહન ચલાવવાની વિવિધ સ્થિતિઓ પ્રમાણે પોતાને યોગ્ય રીતે અનુકૂળતા કેળવી સંકલન કરે છે. વિશ્વસનિયતા પર ધ્યાન કેન્દ્રીત કરવા સાથે “પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર એટલે કે સારવાર કરતાં સાવચેતી વધુ યોગ્ય”ના મૂળ સિદ્ધાંત પર આ ફિચર કામ કરે છે, જે કોઈ સંભવિત સમસ્યાઓની ઓળખ કરીને અને સામનો કરીને વાહનના 100 ટકા અપટાઈમને સુનિશ્ચિત કરે છે. ક્લાઉડ એઆઈ સાથે મળીને આ પ્લેટફોર્મ વ્હિહકલના સોફ્ટવેરને અપ-ટુ-ડેટ અને પર્ફોમન્સ માટે ઓપ્ટીમાઈઝ કરીને  ઓવર-ધ-એર અપડેટ્સ અને અપગ્રેડ્સ પૂરા પાડે છે.

એક્સ પ્લેટફોર્મ 3.0ની અન્ય વિશેષતા એ છે કે તેની નેક્સ્ટ-જનરેશન ટીએફટી ડેશબોર્ડ કે જે આઈઓએસ અને એન્ડ્રોઈડ ડિવાઈસિસ સાથે સીમલેસલી જોડાયેલ છે. આ આધુનિક ડેશબોર્ડ અનેક સ્માર્ટ ફિચર્સ ધરાવે છે, જેમાં રિયલ-ટાઈમ નેવિગેશન મેપ્સ,બેટરી હેલ્થ અપડેટ્સ, રેન્જ એસ્ટીમેટ્સ, અને અન્ય ઘણી વિશેષતાનો સમાવેશ ધરાવે છે, જે વાહનચાલકને તેમની આંગળીના ટેરવે તમામ આવશ્યક માહિતીને સુનિશ્ચિત કરે છે.

યુઝરની અનુકૂળતાને વધારવા ડિઝાઈન કરવામાં આવેલું આ પ્લેટફોર્મ બેટરી હેલ્થ અને રેન્જ જેવા ચાવીરૂપ વ્હિકલ મેટ્રિક્સના આધારે રિયર-ટાઈમ અપડેટ્સ ઉપલબ્ધ કરાવે છે, આમ વાહનચાલક સાનુકૂળતાનો અનુભવ કરી શકે તે માટે આ પ્રકારના ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ ફિચર્સ સામૂહિક રીતે એક્સ પ્લેટફોર્મ 3.0 ઈલેક્ટ્રિક વ્હિકલ ટેકનોલોજીમાં એક અત્યંત મહત્વના ધોરણોની પ્રગતિ સાથે આ ઈન્ડસ્ટ્રીમાં ઈનોવેશન માટે એક નવા માપદંડ સ્થાપિત કરે છે. કંપની તેના અગાઉના પ્લેટફોર્મની સફળતાના આધાર પર આ પ્રગતિમાં ન્યુ જેનના એઆઈ આધારિત વ્હિકલ કન્ટ્રોલ યુનિટ, રિજનરેટીવ બ્રેકિંગ, કોસ્ટીંગ જેન, ઈનહેન્સ્ડ ઈલેક્ટ્રિક બ્રેકિંગ સિસ્ટમ, સ્વિફ્ટ થ્રોટલ રિસ્પોન્સ અને ઉચ્ચ અત્યાધુનિક પાવરટ્રાઈન જેવી વિશેષતાનો પણ સમાવેશ થશે, જે ઈલેક્ટ્રિક 2 વ્હિલરના ઉપયોગમાં ગ્રાહક અનુભવને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે તૈયાર છે.

શરૂઆતમાં એક્સ પ્લેટફોર્મ 3.0 પ્યોર ઈવીના ઈપ્લુટો 7જી મેક્સ અને ઈટ્રાઈસ્ટ એક્સ પ્રીમિયમ મોડેલ્સ પર ઉપલબ્ધ બનશે, જે કેલેન્ડર વર્ષ 2025ના અંત ભાગ સુધીમાં અન્ય તમામ મોડલ્સમાં અમલી બનાવવાની કંપની યોજના ધરાવે છે. એક્સ પ્લેટફોર્મ 3.0નું જોડાણ દૈનિક જીવનના ભાગ સાથે ઈલેક્ટ્રિક વ્હિકલને સાંકડીને સસ્ટેઈનેબલ અને ઈન્ટેલિજન્ટ મોબિલિટી સોલ્યુશન્સના માર્ગે આગળ વધવાનું પ્યોર ઈવીનું વિઝન છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.