ફોજદારી ન્યાયપ્રણાલિનો હેતુ સામાજિક સ્થિરતાનું રક્ષણ કરવાનો: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, અપરાધથી સમાજમાં ડરનો માહોલ ફેલાય છે અને આવી સ્થિતિ લાંબા સમય સુધી ચાલે તો ન્યાયસંગત નથી. દરેક સભ્ય સમાજમાં ફોજદારી ન્યાય વ્યવસ્થાનો હેતુ વ્યક્તિગત સ્વાભિમાનનું રક્ષણ કરવાનો તેમજ સામાજિક સ્થિરતા અને વ્યવસ્થાને સ્થાપવાનો છે.
જજ સુધાંશુ ધુલિયા અને પી બી વરાલેની બેન્ચે જણાવ્યું હતું કે, “અપરાધથી સમાજમાં ડરની લાગણી ફેલાય છે. સમાજના અંતઃ કરણ પર તેની પ્રતિકૂળ અસર થાય છે. આવી સ્થિતિને સમાજમાં લાંબો સમય ચાલવા અને વધવા દેવાય તો તે ન્યાયસંગત નથી.
કોટ્ર્સનું કામ આવા કેસમાં આરોપી તેમજ દેશ કે સમાજના હિત વચ્ચે સંતુલન સાધવાનું છે.” સુપ્રીમ કોર્ટની બેન્ચે ૨૦૦૨ના હત્યા કેસમાં પાંચ દોષિતોની અપીલ ફગાવતી વખતે આવી ટિપ્પણી કરી હતી.દોષિતોના વકીલે તપાસ અહેવાલ યોગ્ય રીતે તૈયાર નહીં કરાયો હોવાની દલીલ કરી હતી.
તેમણે કહ્યું હતું કે, “રાજકીય દુશ્મનાવટને કારણે આરોપીઓને ફસાવવા સાક્ષીઓએ ‘પોપટની જેમ’ નિવેદન આપ્યા હતા.” સાક્ષીઓના નિવેદનમાં સાતત્ય નહીં હોવા છતાં કોર્ટે તેમની જુબાની ભરોસાપાત્ર નહીં હોવાનું માનવાનો ઇનકાર કર્યાે હતો.
બેન્ચે જણાવ્યું હતું કે, “સુજિશનો મૃતદેહ અન્ય પીડિત સુનિલના મૃતદેહથી થોડા દૂરના સ્થળે મળ્યો હોવાના એક માત્ર પરિબળને માનીને ફરિયાદીને સમગ્ર કેસને રદ કરી શકાય નહીં.”કેસની વિગત અનુસાર આરએસએસ અને વીએચપીએ ૧ માર્ચ, ૨૦૦૨ના રોજ બંધ એલાન આપ્યું હતું.
જેમાં સીપીઆઇ(એમ) અને આરએસએસના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણો થઈ હતી. સીપીઆઇ(એમ)ના ટોળાથી ગભરાઇ આરએસએસ અને વીએચપીના ૧૧ લોકોનું જૂથ સંતાઇ ગયું હતું, પણ તેમાંથી બે વ્યક્તિ પર હુમલો કરી હત્યા કરાઈ હતી.SS1MS