‘પુષ્પા ૨’ ૨૦ મિનિટના બોનસ ફૂટેજ સાથે થીયેટરમાં આવશે
રામચરણ અને બાલક્રિશ્નની ફિલ્મના મુકાબલા માટે પુષ્પા ૨નું રી-લોડેડ વર્ઝન
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાનો લીડ રોલ ધરાવતી ‘પુષ્પા ૨’ અપેક્ષા મુજબ જ ફાયર સાબિત થઈ છે
મુંબઈ,
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાનો લીડ રોલ ધરાવતી ‘પુષ્પા ૨’ અપેક્ષા મુજબ જ ફાયર સાબિત થઈ છે. આ ફિલ્મની રિલીઝને એક મહિનો પૂરો થયો છે ત્યારે થીયેટર વર્ઝનમાં ૨૦ મિનિટના બોનસ ફૂટેજ ઉમેરવામાં આવ્યા છે. ‘પુષ્પા ૨’નું આ રી લોડેડ વર્ઝન ૧૧ જાન્યુઆરીથી થીયેટરમાં જોવા મળશે.અલ્લુ અર્જુનની ‘પુષ્પા ૨’ની રિલીઝ બાદ કોઈ ફિલ્મ તેની સામે ટકી શકી નથી. પુષ્પાનો પાવર વધારવા માટે વધારાની ૨૦ મિનિટ ઉમેદવારમાં આવશે. ‘પુષ્પા ૨’ના નવા પોસ્ટર સાથે મેકર્સે એક્સ પ્લેટફોર્મ પર અપડેટ આપી હતી.
જેમાં જણાવાયુ હતું કે, પુષ્પા ૨ ધ રુલના રી-લોડેડ વર્ઝનમાં ૨૦ મિનિટ ઉમેરવામાં આવશે. સિનેમામાં નવું વર્ઝન ૧૧ જાન્યુઆરીથી આવશે. વાઈલ્ડ ફાયર હવે એકસ્ટ્રા ફાયરી બની છે. નવા પોસ્ટરમાં ફિલમના જાપાન સીક્વન્સની ઝલક અપાઈ છે.આ સીનને ટ્રેલરમાં દર્શાવાયો હતો, પરંતુ થીયેટર વર્ઝનમાંથી તેને દૂર કરાયો હતો. નવા કન્ટેન્ટ સાથે પુષ્પા ૨ની વધારાની ૨૦ મિનિટ જોવા માટે ઓડિયન્સ પણ ઉત્સુક છે. ‘પુષ્પા ૨’ના રી-લોડેડ વર્ઝનને રિલીઝ કરવાનો નિર્ણય એવા સમયે લેવાયો છે જ્યારે તેલુગુ રાજ્યોમાં મકરસંક્રાંતિ પર્વ પર ત્રણ મોટી રિલીઝ આવી રહી છે.
જેમાં રામચરણ તેજાની ‘ગેમ ચેન્જર’, નંદમુરી બાલક્રિશ્નાની ‘ડાકુ મહારાજ’ અને વેંકટેશ દુગ્ગુબાતીની ‘સંક્રાંતિ વસ્થુનામ’ રિલીઝ થઈ રહી છે.એક મહિના સુધી બોક્સ ઓફિસ પર અડીખમ રહેલી ‘પુષ્પા ૨’ને રીપિટ ઓડિયન્સ મળે અને નવી રિલીઝનો મુકાબલો થઈ શકે તે હેતુથી ૨૦ મિનિટ ઉમેદરવામાં આવી છે. ૩૦ દિવસ દરમિયાન ‘પુષ્પા ૨’ને વર્લ્ડવાઈડ રૂ.૧૮૩૧ કરોડની આવક થઈ છે. જેમાંથી ૧૪૩૮ કરોડ ભારતીય બોક્સ ઓફિસનું કલેક્શન છે. આ ફિલ્મે ‘બાહુબલિ ૨’ને પછડાટ આપીને સૌથી વધુ આવક મેળવનારી ભારતીય ફિલ્મની યાદીમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે.ss1