‘પુષ્પા ૨’ના ટ્રેલરનો ૨૪ કલાકમાં જ ૧૦૦ મિલિયન વ્યૂઝનો રેકોર્ડ
મુંબઈ, છેલ્લાં ઘણા સમયથી ‘પુષ્પા ૨’ની રાહ જોવાઈ રહી છે, અંતે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે. થોડાં જ કલાકોમાં લાખો લોકોએ આ ટ્રેલર જોઈ લીધું હતું અને અડધા દિવસમાં તો આ ટ્રેલરે આંધી અને તોફાન મચાવી દીધાં હતાં. તેથી તે વ્યૂઅરશિપના રેકોર્ડ તોડે તે અપેક્ષિત તો હતું જ અને એવું જ થયું.
પુષ્પાનું ટ્રેલર આવતાવેંત છવાઇ ગયું અને ૨૪ કલાકમાં જ ૧૦૦ મિલિયન વ્યૂનો રેકોર્ડ તોડી નાંખ્યો.પટનાના ગાંધી મેદાનમાં આ ટ્રેલર લોંચની ઇવેન્ટ યોજાઈ હતી. તો બીજી તરફ યૂટ્યુબ પર ટ્રેલર છવાઈ ગયું હતું, લોંચ થતાંની સાથે વાયરલ થઈ ગયું હતું.
જોકે, ઘણા લોકો આ ટ્રેલરને સામાન્ય પણ ગણાવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઘણા લોકોને તેમાં કોઈ ખાસ મજા આવી નથી. તો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઘણા લોકો એવા છે, જેને ટ્રેલર જોઈને મજા આવી ગઈ છે. ૨૪ કલાકમાં આ ટ્રેલરને ૧૦૨ મિલિયન વ્યૂઝ મળ્યા છે.
આ સાથે તે ૧૦૦ મિલિયનનો આંકડો પાર કરનાર ફિલ્મોની યાદીમાં આવી ગઈ છે. બધી જ ભાષાઓમાં હિન્દી ટ્રેલરને સૌથી વધુ ૪૯ મિલિયન વ્યૂ મળ્યા છે. તેલુગુ ટ્રેલરને ૪૪ મિલિયન વ્યૂ અને તમિલ ટ્રેલરને ૫.૨ મિલિયન તેમજ કન્નડા – મલિયાલમ ટ્રેલરને ૧.૯ મિલિયન વ્યૂઝ મળ્યા છે.
આ વ્યૂઝ સાથે ‘પુષ્પા ૨’નું ટ્રેલર સૌથી વધુ જોવાયેલા ટ્રેલરમા ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. તેણે ૩૭.૮૯ ટકા વધારે વ્યૂઝ સાથે પ્રભાસની ‘આદિપુરુષ’ના ૭૪ મિલિયન વ્યૂઝનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ યાદીમાં ૧૧૩.૨ મિલિયન વ્યૂઝ સાથે ‘સાલાર’ અને ૧૦૬.૫ મિલિયન વ્યૂઝ સાથે ‘કેજીએફ ચેપ્ટર ૨’ને મળ્યા છે.
જો આ યાદીની વધુ ફિલ્મોનાં આકડા જોઈએ તો ‘સાલારના’ બીજા ટ્રેલરને ૭૨.૨ મિલિયન, ‘એનિમલ’ને ૭૧.૪ મિલિયન, ‘ડંકી’ને ૫૮.૫ મિલિયન, ‘રાધે શ્યામ’ને ૫૭.૫ મિલિયન, ‘જવાન પ્રીવ્યુ’ને ૫૫ મિલિયન તેમજ ‘સિંઘમ અગેઇન’ના ટ્રેલરને ૫૧.૯૫ મિલિયન વ્યૂઝ મળ્યા છે.SS1MS