‘પુષ્પા ૨’ ફિલ્મના ડિરેક્ટર સુકુમારને સિનેમા છોડી દેવું છે
સુકુમારના નિવેદનથી ઇન્ડસ્ટ્રીના લોકો અને ફિલ્મ રસિકોને આંચકો લાગ્યો
આ સ્થિતિમાં સુકુમારના નિવેદને ફિલ્મ રસિકોને ચોંકાવી દેવાની સાથે ‘પુષ્પા ૩’ના આયોજન પર પણ સવાલ ખડા કરી દીધાં છે
મુંબઈ,
સુકુમારે ડિરેક્ટ કરેલી ફિલ્મ ‘પુષ્પા ૨’ ૧૦૦૦ કરોડથી વધુ કમાણી કરી લીધી, પહેલી ફિલ્મ કરતાં પણ બીજો ભાગ વધુ સફળ થયો. દરરોજ બોક્સ ઓફિસ પર આ ફિલ્મ નવા નવા રેકોર્ડ બનાવી રહી છે, ત્યારે હવે આ ફિલ્મના ડિરેક્ટેર સુકુમારના એક નિવેદને ઇન્ડ્સ્ટ્રીને અને ફિલ્મ રસિકોને ચોંકાવી દિધાં છે. તાજેતરમાં સુકુમારે કહ્યું કે તેમને સિનેમા છોડી દેવું છે.તાજેતરમા સુકુમાર હૈદ્રાબાદના એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જ્યાં તેમને પૂછવામાં આવ્યું હતું કે એવી કઈ એક બાબત છે, જેને તેઓ તરત જ છોડી દેવા માગે છે.
એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના તેમણે તરત જ એવો જવાબ આપ્યો હતો કે, ‘સિનેમા’. આ કાર્યક્રમમાં તેમની સાથે રામ ચરણ પણ હતા. તો આ જવાબ સાંભળીને ઓડિયન્સની સાથે રામ ચરણને પણ આંચકો લાગ્યો હતો. રામ ચરણ સુકુમારની બાજુમાં જ બેઠો હતો અને તેણે તરત જ સુકુમારના હાથમાથી માઇક લઈ લીધું અને કહ્યું કે તેમણે સિનેમા તો ન જ છોડવું પડે.દર્શકો સુકુમારના આ નિવેદનને અલ્લુ અર્જૂનની ફિલ્મમાં ભાગદોડની ઘટના અને તેમાં થયેલા મહિલાના મૃત્યુ તેમજ તેના કારણે અલ્લુ અર્જુન પર થયેલા કેસની ઘટના સાથે જોડી રહ્યાં છે. શરૂઆતમાં અલ્લુને ૧૪ દિવસની ન્યાયિક કેદમાં મોકલવાનો હુકમ થયો હતો, પરંતુ ત્યાર બાદ તેને જામીન મળી ગયા હતા.
જેલમાંથી બહાર આવીને અલ્લુ અર્જુને દિલગીરી વ્યક્ત કરતો અને પીડિત પરિવારને ૨૫ લાખની સહાયની જાહેરાત કરતો વીડિયો પણ શેપ કર્યાે હતો. સાથે તેણે મૃતક મહિલાના સારવારગ્રસ્ત બાળકની જવાબદારી પણ લીધી હતી. આ સ્થિતિમાં સુકુમારના નિવેદને ફિલ્મ રસિકોને ચોંકાવી દેવાની સાથે ‘પુષ્પા ૩’ના આયોજન પર પણ સવાલ ખડા કરી દીધાં છે.ss1