પુષ્પાઃ ધ રુલના મોટા ભાગનું શૂટિંગ થઈ ગયું છે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/03/Pushpa-1024x478.jpeg)
મુંબઈ, અલ્લુ અર્જુનની પુષ્પાઃ ધ રુલની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ ૧૫ ઓગસ્ટનો રોજ થિયેટરોમાં રિલીઝ થવાની છે. હાલમાં જ ફિલ્મમાંથી રÂશ્મકા મંદાનાની એક તસવીર વાયરલ થઈ હતી. અત્યાર સુધી ફેન્સને ટેન્સન હતું કે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ નહીં થાય તો તેની રિલીઝને પાછળ ધકેલવામાં આવી શકે છે.
પરંતુ આ દરમિયાન અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાના ફેન્સ માટે ખુશખબર સામે આવી છે. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. જ્યાં એક તરફ બીજો પાર્ટ પોસ્ટ પ્રોડક્શન સ્ટેજ પર છે. તો મેકર્સે ત્રીજા પાર્ટનું કામ શરુ કરી દીધું છે. પુષ્પાના મેકર્સે ત્રીજા પાર્ટના રિલીઝ કરવામાં વધુ સમય લેવા માંગતા નથી. આ માટે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ પહેલા જ તેના પર કામ શરુ કરી દીધું છે.
અ પહેલા પણ અલ્લુ અર્જુને આને લઈને એક મોટી હિન્ટ આપી હતી. સુકુમાર ટૂંક સમયમાં જ રામચરણની સાથે તેના અપકમિંગ પ્રોજેક્ટ પર કામ શરુ કરવાનો છે. આ પહેલા એવી આશા રાખવામાં આવી રહી છે કે તેનો ત્રીજો પાર્ટ પણ આવશે. પુષ્પાને દુનિયાભરમાંથી શાનદાર રિસપોન્સ મળ્યો. ફિલ્મ આવી અને દરેક ઘરમાં માત્ર ‘પુષ્પા’નું રાજ હતું.
આ શાનદાર રિસપોન્સને જોતા મેકર્સે ટૂંક સમયમાં જ બીજા પાર્ટની જાહેરાત કરી હતી, જે છે ‘પુષ્પાઃ ધ રુલ’. ફિલ્મ ૧૫ ઓગસ્ટના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની છે. હાલમાં ફિલ્મને લઈને ઘણાં મોટા અપડેટ અવારનવાર સામે આવતા રહે છે. પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે, મેકર્સે ઝડપથી શૂટિંગ પૂર્ણ કરવા અલગ-અલગ યુનિટ બનાવ્યા છે.
આ દરમિયાન અલ્લુ અર્જુનની ફિલ્મના ત્રીજા પાર્ટને લઈને હિન્ટ આપી છે. મીડિયા રિપોર્ટ મુજબ અલ્લુ અર્જુન અને સુકુમાર જાણે છે કે, પુષ્પાઃ ધ રુલ’ની સ્ટોરી સિંગલ પાર્ટમાં બતાવવામાં આવશે નહીં.
આ માટે તેને Âસ્ક્રપ્ટ પર કામ શરુ કરી દીધું છે. આવામાં ‘પુષ્પા ૩’ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સુકુમારે ત્રીજા પાર્ટના કેટલાક ભાગોનું શૂટિંગ પણ કરી લીધું છે. પરંતુ હજુ સુધી તેની જાણકારી કોઈને પણ આપવામાં આવી નથી. આ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે, ‘પુષ્પાઃ ધ રુલ’ના મોટા ભાગનું શૂટિંગ થઈ ગયું છે.
હાલમાં આ ફિલ્મ પોસ્ટ પ્રોડક્શન સ્ટેજ પર છે. આ વચ્ચે સુકુમાર અને અલ્લુ અર્જુન ‘પુષ્પા ૩’ની શૂટ પૂર્ણ કરવા માંગે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મેકર્સ વર્ષ ૨૦૨૫ સુધી આ ફિલ્મને લાવવાની તૈયારીમાં છે. આ પછી પણ અલ્લુ અર્જુન જોડે ઘણી ફિલ્મો છે. સુકુમાર પણ આ પ્રોજેક્ટ પછી રામચરણ સાથે કામ શરુ કરશે.SS1MS