ત્રીજા અઠવાડિયે પણ પુષ્પાનો સૌથી વધુ કમાણીનો રેકોર્ડ
મુંબઈ, અલ્લુ અર્જૂનની ફિલ્મ ‘પુષ્પા ૨’ રિલીઝ થઈ એને ત્રણ અઠવાડિયા વીતી ચૂક્યા છે. આ ફિલ્મ ૫ ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. સુકુમારે ડિરેક્ટ કરેલી આ ફિલ્મ ત્રણ અઠવાડિયા પછી પણ ધીની ગતિએ સતત આગળ વધતી રહી છે.
તેની સામે બીજી મજબૂત ફિલ્મો રિલીઝ થઈ રહી છે, છતાં આ ફિલ્મે પોતાની ગતિ જાળવી રાખી છે. ‘પુષ્પા ૨’એ ચોથા ગુરુવારે ૯ કરોડની કમાણી કરીને હિન્દી ફિલ્મમાંથી કુલ ૭૪૦.૨૫ કરોડે આવકને પહોંચાડી છે. ત્યારે આ ફિલ્મે ત્રીજા અઠવાડિયમાં કુલ ૧૦૭ કરોડની કમાણી કરીને એક નવો અને અનોખો રેકોર્ડ બનાવ્યો છે.
આ પહેલાં કોઈ પણ ફિલ્મો ત્રીજા અઠવાડિયમાં ૧૦૦ કરોડની કમાણી કરી નથી. તેની સામે ‘બૅબી જોહ્ન’ સહીતની ફિલ્મો રિલીઝ થઈ, બીજી તરફ ભાગદોડની ઘટનામાં અલ્લુ અર્જૂનને પણ સાંકળી લઇને તેની લોકપ્રિયતાને અને ઇમેજને નુકસાન પહોંચાડવાની પણ કેટલાક લોકો દ્વારા કોશિશ કરવામાં આવી, છતાં આ ફિલ્મ હજુ થોડા દિવસ આ જ ગતિ જાળવી રાખશે તેવું લાગે છે.
આ ફિલ્મે ગ્લોબલી અત્યાર સુધીમાં ૧૭૦૦ કરોડની કમાણી કરી છે, જે રાષ્ટ્રિય એવોર્ડ વિજેતા સ્ટાર અલ્લુ અર્જૂનનો સ્ટાર પાવર અને ડિરેક્ટર સુકુમાર તેમજ મૈથ્રી મુવીઝનું વિઝન દર્શાવે છે. આ ફિલ્મનું મ્યુઝિક દેવી શ્રી પ્રસાદ અને સેમ સીએસ દ્વારા આપવામાં આવ્યું છે. હવે આ ફિલ્મ ગ્લોબલી ૨૦૦૦ કરોડનું લક્ષ્ય ધરાવે છે, તે પૂરું થશે કે નહીં તે જોવાનું રહ્યું છે.SS1MS