કઝાખસ્તાનના પેસેન્જર પ્લેન ક્રેશ મામલે પુતિને માફી માગી
મોસ્કો, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કઝાખસ્તાન વિમાન દુર્ઘટના બદલ માફી માંગી છે. કારણ કે, રશિયાના મિસાઈલ એટેકથી પ્લેન ક્રેશ થયું હતું.
રશિયાએ આ દુર્ઘટનાને ‘દુઃખદ ઘટના’ ગણાવતા કહ્યું હતું કે, જ્યારે આ દુર્ઘટના થઈ ત્યારે એર ડિફેન્સ યુક્રેનિયન ડ્રોન હુમલાનો જવાબ આપી રહ્યું હતું.બુધવારે કઝાખસ્તાનના અક્તાઉમાં પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં બે પાઈલટ અને ક્‰ મેમ્બર સહિત ૩૮ લોકોના મોત થયા હતા.
દુર્ઘટના બાદ અઝરબૈજાન એરલાઈન્સ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો અને રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રશિયન એર ડિફેન્સે ભૂલથી પ્લેન પર હુમલો કર્યાે હતો.
આ હુમલો સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ સિસ્ટમથી કરવામાં આવ્યો હતો. હવે રશિયાએ આ આરોપોને સ્વીકારી લીધા છે, જે અગાઉ યુક્રેનને દોષ આપવાનો પ્રયાસ કરી રહ્યું હતું.
જો કે, યુક્રેને આરોપોને ફગાવીને તપાસની માંગ કરી હતી. પુતિન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ દુઃખદ ઘટના માટે માફી માંગે છે, અને ફરી એકવાર મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની કામના કરે છે.SS1MS