યુક્રેન સામે યુદ્ધ વચ્ચે પુતિનનો આદેશ, બે દિવસ માટે યુદ્ધવિરામની જાહેરાત કરી
મોસ્કો, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સેનાને છ જાન્યુઆરીએ બપોરથી લઈને સાત જાન્યુઆરીની મધ્યરાત્રિ સુધી યુક્રેનમાં ૩૬ કલાકના યુદ્ધ વિરામની જાહેરાત કરી છે. આ જાહેરાત ઓર્થોડોક્સ ક્રિસમસ મનાવવા માટે કરવામાં આવી છે.
પુતિને પોતાના સંબોધનમાં કહ્યુ કે ઓર્થોડોક્સ ક્રિસમસના તહેવાર પર ૬ અને ૭ જાન્યુઆરીએ યુક્રેન પર કોઈ હુમલો થશે નહીં. યુદ્ધ વિરામની જાહેરાત કરતા પુતિને રશિયાની સેનાને ૩૬ કલાક માટે યુક્રેન પર ગોળીબારી ન કરવાનો નિર્દેશ આપ્યો છે.
પુતિને કહ્યુ કે તે રશિયા રૂઢિવાદી (ઓર્થોડોક્સ) ચર્ચના પ્રમુખ પૈટ્રિઆર્ક કિરિલની અપીલનું પાલન કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે ચર્ચ પ્રમુખે ઓર્થોડોક્સ ક્રિસમસ પર યુદ્ધ વિરામની અપીલ કરી હતી, જ્યાર બાદ રશિયાની સેનાને આ આદેશ આપવામાં આવ્યો છે. પુતિને યુક્રેનને પણ અસ્થાયી યુદ્ધ વિરામમાં સામેલ થવાનું આહ્વાન કર્યું છે. આ સંઘર્ષ શરૂ થયા બાદ પ્રથમ યુદ્ધવિરામ હશે.
નોંધનીય છે કે રશિયન ઓર્થોડોક્સ ચર્ચના પ્રમુખ પૈટ્રિઆર્ક કિરિલ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નજીકના સહયોગી છે. સાથે તે યુક્રેન પર આક્રમણના પ્રખર સમર્થક પણ છે. પરંતુ તેમના આ સમર્થને ઘણા અન્ય પાદરિઓને નારાજ કરી દીધા છે.
નોંધનીય છે કે રશિયાએ નવા વર્ષની પૂર્વ સંધ્યા પર યુક્રેન પર ઘણા હવાઈ હુમલા કર્યાં છે. એક નિવેદન પ્રમાણે પુતિને કહ્યુ- મોટી સંખ્યામાં રૂઢિવાદી નાગરિક યુદ્ધના ક્ષેત્રમાં રહે છે, તેથી અમે યુક્રેનના પક્ષથી યુદ્ધ વિરામમાં સામેલ થવા અને તેમને ક્રિસમસની પૂર્વ સંધ્યા પર અને સાથે ઈસા મસીહના જન્મના દિવસે સેવાઓમાં ભાગ લેવાનો અવસર આપીએ છીએ.
આમ તો દુનિયામાં ક્રિસમસ દર વર્ષે ૨૫ જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. પરંતુ દિનિયાના ૧૨ ટકા ઈસાઈ જશ્ન મનાવવા માટે ૭ જાન્યુઆરી સુધીની રાહ જુએ છે. હકીકતમાં રૂઢિવાદી ક્રિસમસ દુનિયાભરમાં લગભગ ૨૬૦ મિલિયન લોકો દ્વારા મનાવવામાં આવે છે. આ લોકો પૂર્વી યુરોપના બલુસંખ્યક-રૂઢિવાદી દેશોમાં, જેમ કે રશિયા અને ગ્રીસ અને ઇથિયોપિયા, મિસ્ત્ર અને અન્ય જગ્યામાં રહે છે.