ઓફિસમાં કેમેરા મૂકવાથી લોકો કામ કરે છે ?
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/01/CCTV.jpg)
વ્યક્તિના વિચારોની આટલી ઝીણવટભરી માહિતી મળી રહી છે ત્યારે હવેના સમયમાં દરેક ઓફિસમાં એમ્પ્લોયીને કાર્યરત રાખવા માટે કેમેરા મૂકવામાં આવી રહ્યા છે
વ્યક્તિ ધીમે ધીમે દરેકની નજરમાં આવી રહ્યો છે કારણ કે આપણે બધા જ બધું જ સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છીએ. અત્યાર સુધી જેટલું તમારું ધ્યાન તમારા વાલીઓ રાખતા, હવે તેનાથી વધુ ધ્યાન દુનિયા રાખી રહી છે અને ઓછામાં પુરું ગૂગલ તમને જે નકશો બતાવે છે એ જ નકશો તમે શું કરી રહ્યા છો. તેની માહિતી ગૂગલને આપે છે. આપણે જે ગુગલમાં શોધીએ છીએ તે આપણું મન એક વ્યક્તિ તરીકે શું વિચારે છે, તેની માહિતી ગૂગલને આપે છે અને તેના થકી જ એ આઈ અસ્તિત્વમાં આવ્યું છે, કારણ કે દરેકની નાનામાં નાની માહિતી કોઈ ટેકનોલોજી થકી ક્યાંક સચવાઈ રહી છે.
વ્યક્તિના વિચારોની આટલી ઝીણવટભરી માહિતી મળી રહી છે ત્યારે હવેના સમયમાં દરેક ઓફિસમાં એમ્પ્લોયીને કાર્યરત રાખવા માટે કેમેરા મૂકવામાં આવી રહ્યા છે. કોઈ સ્ટોરમાં કેમેરા એટલે મુકવામાં આવતા કે કોઈ ચોરી કરે તો તેને પકડી શકાય પરંતુ હવે દરેક જગ્યા પર લોકોની અવરજવર અને તેમની કામગીરીને ચકાસવા માટે કેમેરા મૂકવામાં આવી રહ્યા છે પણ મારા જેવાને પ્રશ્ર થાય કે શું ખરેખર કેમેરાને લીધે તમારા એમ્પ્લોયી ધ્યાનપૂર્વક કામ કરતા હશે મને હંમેશા એવું લાગ્યું છે કે બાળક નાનું હોય ત્યારે માતા તેને સુવડાવવા માટે જાે પોલીસ આવશે હો એવી બીક બતાવીને સુવડાવી દેતી કૈક એવી જ રીતે આપણે કેમેરાની બીક બતાવીને કામ કરવાતા હોઈએ છીએ.
ઘણીવાર જે તે કંપનીના માલિકને તેમની ઓફિસમાં માત્ર કેમેરામાં કોણ શું કરે છે તેવી નજર નાખીને બેઠેલા જાેવ તો એમ થાય કે શું માલિકનું કામ આ છે ? તેમનું બીજું કોઈ કામ કરવાની જરૂર નથી ? દસ વર્ષ પહેલા જયારે મોટા મોલ કે સ્ટોર કે ફલેટમાં કેમેરા મુકવામાં આવતા ત્યારે દેખરેખ રાખવાનો ઉદેશ્ય હતો અને આજે દરેક જગ્યાએ વ્યક્તિ કેમેરાની નજરમાં જ છે અને દરેક જગ્યાએ બોર્ડ મૂકયા જ હોય છે કે તમે કેમેરાની નજરમાં છો.
માનવ મન એવું છે કે જાે તેની પર કોઈની દેખરેખ હશે તો જ કામ કરશે નહીંતર થોડો આરામ કરતા કરતા કામ કરશે અને જયારથી મોબાઈલ આવ્યા છે ત્યાર પછીથી ધીરે ધીરે માનવમન વધુને વધુ ચચલ થતું છે એટલે એક જ કામમાં મન નથી લાગતુ અને ફોકસ પણ નથી રહેતું. વ્યક્તિ જેમ જેમ આગળ વધતો જાય તેમ તેને દરેક જગ્યા એથી છટકતા આવડતું જાય છે અને આજે એવી સ્થિતિ છે કે લોકો કેમેરા હોવા છતાં કામ કરતા નથી.
કેમેરાની અસર પણ વ્યક્તિની કામ કરવાની ઈચ્છા ન હોય તો તેને બદલી શકતી નથી. મોટાભાગે આપણે આઠ કલાકમાંથી ચાર કલાક કામ કરતા હોઈએ અને ચાર કલાક વિચારતા હોઈએ કે આ કામ કેમ ન કરવું ? ઘણી જગ્યાએ લોકોને મેં કેમેરા પ્રૂફ (એટલે કે કેમેરામાં તેમની ઈતર પ્રવૃત્તિ ન પકડાય તેમ) થઈ જતા જાેયા છે તો ઘણા ને કેમેરાના દાદાને બેસાડો પણ કામ ન કરવું હોય તો નહી જ કરે.
કોમ્પ્યૂટરની સ્ક્રીન સામે જ બેઠા હશે પણ કામ અન્ય કરતા હશે, માત્ર સ્ક્રીનને જાેયા કરશે અને વિચાર્યા કરશે અને આવા તો અનેક ઉપાય લગભગ લોકોએ કેમેરાની કેળની વચ્ચે પણ શોધી લીધા છે. આમ પણ આપનામાં કહેવત છે કે મન વગર માળવે જવાય એટલે કે જેમને કામ કરવું જ છે તેમને કોઈની જરૂર નથી અને જેમને નથી કરવું તેમને કેમેરાની નજર પણ ફેરવી શકે નહીં, વિચારો તમે કેમ કામ કરો છો તમારી ઓફિસમાં ?