ક્યુએમએસ મેડિકલનો 56.87 કરોડનો IPO 27 સપ્ટેમ્બરે ખૂલશે
કંપની રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા 47 લાખ ઈક્વિટી શેર્સ શેરદીઠ રૂ. 121ના ભાવે ઈશ્યૂ કરશે, એનએસઈના એસએમઈ ઈમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટિંગની યોજના
મુંબઈ, 26 સપ્ટેમ્બર, 2022: મેડિકલ ડિવાઈસ કંપની ક્યુએમએસ મેડિકલ એલાઈડ સર્વિસીસ લિમિટેડ 27 સપ્ટેમ્બરે તેનો રૂ. 56.87 કરોડનો પબ્લિક ઈશ્યુ સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો મૂકશે. પબ્લિક ઈશ્યૂની આવકનો ઉપયોગ વધારાની કાર્યશીલ મૂડી જરૂરિયાતોને પહોંચી વળવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ
સહિત કંપનીની વિસ્તરણ યોજનાઓને ભંડોળ આપવા માટે કરવામાં આવશે. કંપનીને નેશનલ સ્ટોક એક્સચેન્જના એસએમઈ ઇમર્જ પ્લેટફોર્મ પર તેનો પબ્લિક ઇશ્યૂ લોન્ચ કરવાની મંજૂરી મળી છે. ફર્સ્ટ ઓવરસીઝ કેપિટલ લિમિટેડ ઇશ્યૂની લીડ મેનેજર છે. પબ્લિક ઈશ્યૂ 30 સપ્ટેમ્બરે બંધ થશે.
આઈપીઓમાં શેરદીઠ રૂ. 121ના ભાવે (ઈક્વિટી શેરદીઠ રૂ. 111ના પ્રિમિયમ સહિત) રૂ. 10 પ્રતિ શેરની ફેસ વેલ્યુવાળા 19 લાખ ઈક્વિટી શેરના વેચાણ માટે ઓફર અને 28 લાખ ઈક્વિટી શેરના નવેસરથી ઈશ્યૂ કરવાની પ્રક્રિયા સમાવિષ્ટ છે જેનું મૂલ્ય રૂ. 56.87 કરોડ છે.
કંપનીમાં ઈશ્યૂ પછી પ્રમોટર ગ્રુપ હોલ્ડિંગ 73.67% રહેશે. અરજી માટે લઘુત્તમ લોટ સાઈઝ 1,000 શેર છે જેનું મૂલ્ય પ્રતિ અરજી રૂ. 1.21 લાખ થાય છે. આઈપીઓ માટે રિટેલ ફાળવણી 50% છે. માર્કેટ મેકર રિઝર્વેશનનો હિસ્સો 2.36 લાખ ઇક્વિટી શેર છે.
શ્રી મહેશ મખીજા, સ્થાપક પ્રમોટર અને મેનેજિંગ ડિરેક્ટર, ક્યુએમએસ મેડિકલ એલાઈડ સર્વિસ લિમિટેડએ જણાવ્યું હતું કે, “અમે એક વ્યાપક ઉકેલ પ્રદાતા બનવાના અમારા ધ્યેય તરફ આગળ વધીએ છીએ અને અમારા ગ્રાહકોને નિદાનની ઉન્નત પદ્ધતિઓ ઉપલબ્ધ કરાવવા માટે
અમે વિશ્વભરમાં જાણીતા હેલ્થકેર ઉત્પાદકો સાથે જોડાણ કરીને આ પ્રેક્ટિસીસ અને સેવાઓને સમર્થન આપીશું જેથી અમારા ગ્રાહક હેલ્થકેરના વધુ સારા નિર્ણયો લઈ શકે. અમે સૌના માટે સમૃદ્ધ અને સ્વસ્થ જીવન માટે ડોકટરો અને તબીબી સમુદાય માટેની હેલ્થકેર સર્વિસમાં ક્રાંતિ લાવવામાં પ્રયાસરત રહીશું.”
“સરકાર ભારતમાં સ્થાનિક મેડિકલ ડિવાઈસીસ માર્કેટની એકંદર વૃદ્ધિને વેગ આપવા માટે હાઈ-ટેક મેડિકલ ડિવાઈસીસના સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપવા, મેડિકલ ડિવાઈસીસના પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ સ્કીમ્સ (પીએલઆઈ), નવા મેડિકલ ડિવાઈસીસ પાર્ક વગેરેને પ્રોત્સાહન આપવા જેવા સહાયક પગલાં લઈ રહી છે. અમે આશા રાખીએ છીએ કે સૂચિત પબ્લિક ઇશ્યૂ પછી અમે અમારી વૃદ્ધિ વ્યૂહરચનાને એવી રીતે અમલમાં મૂકી શકીશું કે જે તમામ હિતધારકો માટે સતત ગુણવત્તાયુક્ત ઉત્પાદનોની ડિલિવરી સાથે મહત્તમ મૂલ્યસર્જન થાય.”