પોલીસ દ્વારા થતી હેરાનગતિ થાય તો ગાડી પરનો QR કોડ સ્કેન કરી ફરિયાદ નોંધાવી શકાશે
રાજ્યમાં તમામ જાહેર પરિવહનનાં વાહનો પર QR કોડ લગાવાશે
(એજન્સી)અમદાવાદ, થોડા સમય પહેલા અમદાવાદનાં એક દંપતી પાસેથી ૨ ટ્રાફિક પોલીસ તેમજ એક ટીઆરબી જવાન કરેલ તોડકાંડ મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે બાદ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે.
જેમાં રાજ્ય સરકારે કોર્ટમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં તમામ જાહેર પરિવહનનાં વાહનો પર QR કોડ લગાવાશે. જેથી પોલીસ દ્વારા થતી હેરાનગતિ કે પરેશાનીનાં સંજાેગોમાં ઊઇ કોડ સ્કેન કરી સીધી ફરિયાદ નોંધાવી શકાશે.
સરકારે કહ્યું છે કે, ફરજ પરના પોલીસકર્મીઓ યુનિફોર્મ અને નેમ પ્લેટ વગર ફરી શકશે નહીં, રાત્રે મહિલાઓની સુરક્ષા માટે મહિલા પોલીસકર્મીઓ તૈનાત કરાશે. અમદાવાદ પોલીસ કમિશનરે તમામ પોલીસ સ્ટેશન અને કમિશનરની હકુમતમાં આવતા વિસ્તારો માટે માર્ગદર્શિકા જાહેર કરી હોવાની સરકારે હાઇકોર્ટમાં રજૂઆત કરી છે.
જેના પર હાઇકોર્ટે અમદાવાદમાં જ નહીં પરંતુ રાજ્યભરમાં આ માર્ગદર્શિકા જાહેર કરવાની ટકોર કરી છે. આ મામલે હાઈકોર્ટે કડક શબ્દોમાં કહ્યું હતું કે, કાયદાના રક્ષક જ ભક્ષક બને તે વ્યાજબી નથી. જાહેર પરિવહનના વાહનમાં હેલ્પલાઈન નંબર ડિસ્પ્લે થવા જાેઈએ.
હેલ્પલાઈન નંબર મુસાફરોને યોગ્ય રીતે દેખાવવા જાેઈએ. નાગરિકોના અધિકારોનું હનન થતા સરકારે વળતર ચૂકવવું જાેઈએ. અમદાવાદમાં પોલીસ તોડકાંડમાં હાઇકોર્ટે કડક આદેશ આપ્યો છે. હાઇકોર્ટે કહ્યું કે, પોલીસ કોસ્ટેબલ કે કર્મચારીએ ફરજ દરમિયાન વર્દી પહેરવી ફરજિયાત છે. પોલીસ કર્મચારી વર્દી સાથે જ ફરજ સ્થળે હોવા જાેઇએ.
આ સાથે જ પોલીસ કર્મીએ વર્દી સાથે નેમ પ્લેટ પણ રાખવી ફરજિયાત છે. મહત્વનું છે કે, અરપોર્ટથી આવી રહેલા દંપતી પાસેથી વર્દી વગરના ત્રણ પોલીસકર્મીઓએ ૬૦ હજારનો તોડ કર્યો હતો. અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં રહેતા મિલનભાઈ કૈલા અને તેમના પત્ની ૨૬ ઓગસ્ટનાં રાત્રીનાં સુમારે ઉબેર કારમાં એરપોર્ટથી ઘરે આવવા નીકળ્યા હતા.
આ દરમિયાન ઓગણજ સર્કલ નજીક ટ્રાફિક પોલીસે તેમની ટેક્સીને રોકી હતી. જે બાદ ટ્રાફિક પોલીસે ઉબેર કારમાં બેઠેલા મિલનભાઈ કૈલા અને તેમના પત્ની પાસેથી પૈસાની માંગણી કરી હતી. ઓગણજ સર્કલ નજીક એરપોર્ટથી આવતી ટેક્સીને રોકી ટ્રાફિક પોલીસકર્મીએ કારમાં બેસેલા પેસેન્જર પાસેથી ૨ લાખની માંગણી કરી હતી અને તેમને ધમકી આપી હતી.