ક્વોલિટી પાવર ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સનો IPO 14 ફેબ્રુઆરી, 2025ના રોજ ખૂલશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/QUALITY-IPO-1024x359.jpg)
- પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર (“Equity Shares”) દીઠ રૂ. 401થી રૂ. 425નો પ્રાઇઝ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે
- આરએચપી લિંકઃ https://pantomath-web.s3.ap-south-1.amazonaws.com/1738934165984-QualityPowerElectricalEquipmentsLimited.pdf
અમદાવાદ, 11 ફેબ્રુઆરી, 2025 – ક્વોલિટી પાવર ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સ લિમિટેડ તેના ઇક્વિટી શેર્સના આઈપીઓના સંદર્ભે શુક્રવાર, 14 ફેબ્રુઆરી, 2025ના રોજ તેની બિડ/ઓફર ખુલ્લી મૂકશે. એન્કર ઇન્વેસ્ટર બિડ/ઓફર સમયગાળો ગુરૂવાર, 13 ફેબ્રુઆરી, 2025ના રોજ ખૂલશે અને બંધ થશે. બિડ/ઓફર મંગળવાર, 18 ફેબ્રુઆરી, 2025ના રોજ બંધ થશે (“Bid Details”).
QUALITY POWER ELECTRICAL EQUIPMENTS LIMITED INITIAL PUBLIC OFFERING OPENS ON FRIDAY, FEBRUARY 14, 2025
આઈપીઓમાં રૂ. 2,250 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સ (પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના)ના ફ્રેશ ઇશ્યૂ (the “Fresh Issue”) અને ચિત્રા પાંડયન દ્વારા 1,49,10,500 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફર (the “Promoter Selling Shareholder”) (“Total Offer Size”)નો સમાવેશ થાય છે.
ઓફરનો પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 401થી રૂ. 425ના ભાવે ફિક્સ કરવામાં આવ્યો છે (“The Price Band”). બિડ્સ લઘુતમ 26 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 26 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે (“Bid Lot”).
કંપની ઇશ્યૂની કુલ રકમનો ઉપયોગ આ મુજબ કરવા ધારે છે (1) મેહરુ ઇલેક્ટ્રિકલ એન્ડ મિકેનિકલ એન્જિનિયર્સ પ્રાઇવેટ લિમિટેડના હસ્તાંતરણ માટે ખરીદીની રકમ પેટે અંદાજે રૂ. 1,170 મિલિયન ચૂકવવા માટે (2) પ્લાન્ટ અને મશીનીરીની ખરીદી માટે અમારી કંપનીના મૂડી ખર્ચને ભંડોળ આપવા માટે અંદાજે રૂ. 272.17 મિલિયન અને બાકીની રકમ વણઓળખાયેલા હસ્તાંતરણો દ્વારા ઇનઓર્ગેનિક ગ્રોથનં ફંડ આપવા, અન્ય વ્યૂહાત્મક પહેલ તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે (The “Objects of the offer”).
વેચાણ માટેની ઓફરમાં પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા 1,49,10,500 સુધીના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે.
કંપની ક્રિટિકલ એનર્જી ટ્રાન્ઝિશન ઇક્વિપમેન્ટ અને પાવર ટેક્નોલોજીમાં ગ્લોબલ ક્લાયન્ટ્સને સેવાઓ પૂરી પાડતી ભારતીય કંપની છે. કંપની ઇલેક્ટ્રિકલ ગ્રીડ કનેક્ટિવિટી અને એનર્જી ટ્રાન્ઝિશન માટે હાઇ વોલ્ટેજ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ અને સોલ્યુશન્સ પૂરા પાડે છે. તે એક ટેક્નોલોજી સંચાલિત કંપની છે જે પાવર જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન અને ઓટોમેશન સેક્ટર્સમાં પાવર પ્રોડક્ટ્સ તથા સોલ્યુશન્સ પૂરા પાડવામાં નિપુણતા ધરાવે છે. આ ઉપરાંત કંપની લાર્જ સ્કેલ રિન્યૂએબલ્સ જેવી ઇમર્જિંગ એપ્લિકેશન્સ માટે વિશિષ્ટ ઇક્વિપમેન્ટ અને સોલ્યુશન્સ પૂરા પાડે છે (સ્ત્રોતઃ CARE રિપોર્ટ).
CARE રિપોર્ટ મુજબ ક્વોલિટી પાવર એ હાઇ વોલ્ટેજ ડાયરેક્ટ કરંટ (“HVDC”) અને ફ્લેક્સિબલ એસી ટ્રાન્સમિશન સિસ્ટમ્સ (“FACTS”) નેટવર્ક માટે મહત્વના હાઇ વોલ્ટેજ ઇક્વિપમેન્ટનું ઉત્પાદન કરતી જૂજ વૈશ્વિક કંપનીઓમાં સ્થાન ધરાવે છે. આ ઇક્વિપમેન્ટ અને નેટવર્ક પુનઃવપરાશી સંસાધનોથી પરંપરાગત પાવર ગ્રિડ સુધી ઊર્જા સંક્રમણ માટે મહત્વના ઉપકરણો છે.
CARE રિપોર્ટ મુજબ HVDC ટેક્નોલોજી નોંધપાત્ર રીતે ઘટાડી શકાય તેવા ઊર્જા નુકશાન સાથે કાર્યક્ષમ, લાંબા-અંતરના પાવર ટ્રાન્સફરને સક્ષમ કરીને એનર્જી ટ્રાન્ઝિશન સાધનો અને પાવર ટેક્નોલોજીના ક્ષેત્રને બદલી રહી છે. આ પ્રગતિ અંતરિયાલ સ્થળોએથી પુનઃવપરાશી ઊર્જા સ્ત્રોતો, જેમ કે ઓફશોર વિન્ડ ફાર્મ્સ અને અંતરિયાળ પ્રદેશોમાં સોલાર પ્લાન્ટ્સને શહેરી વિસ્તારોમાં ઇન્ટિગ્રેટ કરવા માટે મહત્વની છે.
ભારતમાં કંપનીની વિવિધ ઉત્પાદન કામગીરી બે સ્થળોએ હાથ ધરવામાં આવે છે જેમાં મહારાષ્ટ્રના સાંગલી અને કેરળના અલુવાનો સમાવેશ થાય છે. તેના વૈશ્વિક વિસ્તરણના ભાગ રૂપે કંપનીએ સ્માર્ટ ગ્રીડ ટેક્નોલોજીસ અને પાવર ક્વોલિટી મેનેજમેન્ટમાં વિશેષતા ધરાવતા એનર્જી સોલ્યુશન્સ પૂરા પાડતી તુર્કી સ્થિત કંપની Endoks Enerji Anonim Şirketi માં 2011માં 51 ટકા શેર મૂડી હસ્તગત કરી હતી.
ક્વોલિટી પાવરની સાથી કંપનીઓમાં હિટાચી એનર્જી ઈન્ડિયા લિમિટેડ, જીઈ વર્નોવા ટીએન્ડડી ઈન્ડિયા લિમિટેડ અને ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સ (ઈન્ડિયા) લિમિટેડનો સમાવેશ થાય છે. 31 માર્ચ, 2024 સુધીમાં કંપની પાસે 210 ગ્રાહકો હતા. કંપનીના ગ્રાહકોમાં પાવર યુટિલિટીઝ, પાવર ઇન્ડસ્ટ્રીઝ અને રિન્યુએબલ એનર્જી એકમોનો સમાવેશ થાય છે. 31 માર્ચ, 2024ના રોજ પૂરા થયેલા નાણાંકીય વર્ષ માટે કામગીરીમાંથી કંપનીની આવક રૂ. 3,005.97 મિલિયન રહી હતી જેમાં ચોખ્ખા નફાનું માર્જિન 16.74 ટકા તથા આરઓઈ 29.15 ટકા રહ્યું હતું. કંપની તેની મોટાભાગની આવક આંતરરાષ્ટ્રીય કામગીરીમાંથી મેળવે છે, જે કામગીરીમાંથી કંપનીની કુલ આવકના 75 ટકા કરતાં વધુનો હિસ્સો ધરાવે છે.
કંપનીના પ્રોફોર્મા કન્સોલિડેટેડ ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન મુજબ નાણાંકીય વર્ષ 2024 દરમિયાન અને 30 સપ્ટેમ્બર, 2024ના રોજ પૂરા થતા છ મહિનાના ગાળા માટે કામગીરીથી કન્સોલિડેટેડ આવકો અનુક્રમે રૂ. 5,190.49 મિલિયન અને રૂ. 2,672.24 મિલિયન રહી હતી. આ જ સમયગાળા માટે કન્સોલિડેટેડ ચોખ્ખો નફો અનુક્રમે રૂ. 656.96 મિલિયન અને રૂ. 537.88 મિલિયન રહ્યો હતો.
30 સપ્ટેમ્બર, 2024ના રોજ પૂરા થતા છ મહિનાના ગાળા માટે ક્વોલિટી પાવર ગ્રુપ અને હસ્તાંતરણ કરાયેલા એકમ મેહરુની કામગીરીથી આવક (સ્ટેન્ડઅલોન) અનુક્રમે રૂ. 1,557.38 મિલિયન અને રૂ. 1,116.80 મિલિયન રહી હતી જ્યારે આ જ સમયગાળા માટે ચોખ્ખો નફો અનુક્રમે રૂ. 500.78 મિલિયન અને રૂ. 49.03 મિલિયન રહ્યો હતો.
આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચતા એસસીઆરઆરના નિયમ 19 (2) (બી)ના સંદર્ભે કરવામાં આવી રહી છે. આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6 (2)ના અનુસંધાનમાં બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી રહી છે જેમાં ઓફરના લઘુતમ 75 ટકા ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“QIBs”) (the “QIB Portion”) ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે કંપની બીઆરએલએમ સાથેની ચર્ચા બાદ ક્યુઆઈબી પોર્શનનો 60 ટકા સુધીનો હિસ્સો વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવી શકે છે (the “Anchor Investor Portion”).
પેન્ટોમેથ કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર (The “BRLM”) છે. અહીં ઉપયોગમાં લેવામાં આવેલી પરંતુ વ્યાખ્યાયિત ન કરવામાં આવેલી તમામ કેપિટલાઇઝ્ડ ટર્મ્સનો આરએચપીમાં જણાવવામાં આવ્યો છે તે મુજબનો અર્થ થશે.