આરઆર કાબેલનો IPO 13 સપ્ટેમ્બર, 2023ના રોજ ખુલશે: પ્રાઈઝ બેન્ડ રૂ. 983થી રૂ. 1,035
· ફ્લોર પ્રાઈસ ઇક્વિટી શેર્સની ફેસ વેલ્યુના 196.60 ગણી અને કેપ પ્રાઈસ ઈક્વિટી શેર્સની ફેસ વેલ્યુ કરતાં 207.00 ગણી છે;
· એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શનમાં બિડિંગ કરનાર પાત્ર કર્મચારીઓને ઇક્વિટી શેર દીઠ રૂ. 98નું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવ્યું છે
· બિડ/ઓફર બુધવાર, 13 સપ્ટેમ્બર, 2023ના રોજ ખુલશે અને શુક્રવાર, 15 સપ્ટેમ્બર, 2023ના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ મંગળવાર, સપ્ટેમ્બર 12, 2023 થશે
· બિડ ઓછામાં ઓછા 14 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 14 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે.
અમદાવાદ, આરઆર કાબેલ લિમિટેડ (“કંપની”), બુધવાર 13 સપ્ટેમ્બર, 2023ના રોજ તેની ઇક્વિટી શેર્સનો આઈપીઓ ખોલશે. આઈપીઓમાં રૂ. 1,800 મિલિયન સુધીના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ (“ફ્રેશ ઇશ્યૂ”) અને વેચાણકર્તા શેરધારકોને દ્વારા 1,72,36,808 ઇક્વિટી શેર સુધીના વેચાણ માટેની ઓફર (“ઓફર ફોર સેલ” અને ફ્રેશ ઇશ્યૂ સાથેની “ઓફર”)નો સમાવેશ થાય છે. ઓફરમાં રૂ. 108 મિલિયન સુધીના ઇક્વિટી શેરનું રિઝર્વેશન પણ સામેલ છે. R R KABEL LIMITED INITIAL PUBLIC OFFERING TO OPEN ON SEPTEMBER 13 2023
જે 6 સપ્ટેમ્બર, 2023ના રોજ મુંબઈ ખાતે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ, મહારાષ્ટ્રમાં ફાઇલ કરવામાં આવેલા રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસમાં (“આરએચપી”) જણાવ્યા મુજબ કંપનીના અમુક પાત્ર કર્મચારીઓને (“એમ્પ્લોઈ રિઝર્વેશન પોર્શન”) પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ હશે. એમ્પ્લોઈ રિઝર્વેશન પોર્શનમાં બિડ કરવા પાત્ર કર્મચારીઓને ઇક્વિટી શેર દીઠ રૂ. 98નું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે છે. ઓફરમાંથી એમ્પ્લોયી રિઝર્વેશન બાદ કરતાં જે વધે છે તે “નેટ ઓફર” છે.
એન્કર ઇન્વેસ્ટર બિડિંગની તારીખ મંગળવાર, 12 સપ્ટેમ્બર, 2023 હશે. ઓફર સબ્સ્ક્રિપ્શન માટે બુધવારે, 13 સપ્ટેમ્બર, 2023ના રોજ ખુલશે અને શુક્રવાર, 15 સપ્ટેમ્બર, 2023ના રોજ બંધ થશે.
ઓફરનો પ્રાઇસ બેન્ડ રૂ. 983થી રૂ. 1,035 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરવામાં આવ્યો છે. બિડ ઓછામાં ઓછા 14 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 14 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે.
કંપનીએ ફ્રેશ ઇશ્યૂ દ્વારા એકત્ર કરાયેલી આવકને બેંકો અને નાણાંકીય સંસ્થાનો પાસેથી લીધેલા ઋણની સંપૂર્ણપણે અથવા અંશતઃ પુનઃચુકવણી અથવા પૂર્વચુકવણી માટે ઉપયોગ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે જેનું મૂલ્ય લગભગ રૂ. 1,360 મિલિયન જેટલું થાય છે. બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગમાં લેવાનો પ્રસ્તાવ છે.
વેચાણ માટેની ઓફરમાં મહેન્દ્રકુમાર રામેશ્વરલાલ કાબરા દ્વારા 7,54,417 સુધીના ઇક્વિટી શેર, હેમંત મહેન્દ્રકુમાર કાબરા દ્વારા 7,54,417 સુધીના ઇક્વિટી શેર્સ, સુમિત મહેન્દ્રકુમાર કાબરા દ્વારા 7,54,417 સુધીના ઇક્વિટી શેર્સ, કાબેલ બિલ્ડકોન સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 7,07,200 સુધીના ઇક્વિટી શેર્સ, રામ રત્ન વાયર્સ લિમિટેડ દ્વારા 13,64,480 સુધીના ઇક્વિટી શેર્સ અને ટીપીજી એશિયા 7 એસએફ પ્રાઈવેટ લિમિટેડ (“ઇન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર”) દ્વારા 1,29,01,877 સુધીના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે.
ઇક્વિટી શેર્સ આરએચપી દ્વારા ઓફર કરવામાં આવે છે અને બીએસઇ લિમિટેડ (“બીએસઇ”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (“એનએસઇ”) જેવા માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેન્જો (“સ્ટોક એક્સચેન્જ”) પર લિસ્ટિંગ કરવાની દરખાસ્ત છે. ઓફરના હેતુઓ માટે બીએસઈ એ નિયુક્ત સ્ટોક એક્સચેન્જ છે.
આ ઓફર સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રૂલ્સ, 1957ના નિયમ 19(2)(બી)ના સંદર્ભે કરવામાં આવી રહી છે, જે સુધારેલા (“સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સ”) મુજબ 2018ના સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (ઇશ્યૂ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વારમેન્ટ્સ) નિયમનના નિયમન 31 સાથે વાંચવા પ્રમાણે સુધારેલ છે (“એસસીઆરઆર”). આ ઓફર સેબી આઈસીડીઆર રેગ્યુલેશનના નિયમન 6(1) અનુસાર અને બુક બિલ્ડીંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં નેટ ઓફરનો મહત્તમ 50% વધુ હિસ્સો લાયક સંસ્થાકીય ખરીદદારો (“ક્યુઆઈબી”,
અને આ પ્રકારનો ભાગ, “ક્યુઆઈબી ભાગ”)ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે. અમારી કંપની અને ઇન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર, બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે ચર્ચા વિચારણા કરીને, સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સ અનુસાર વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સને (“એન્કર ઇન્વેસ્ટર પોર્શન”) ક્યુઆઈબી ભાગના 60% સુધી ફાળવી શકે છે
જેમાંથી ઓછામાં ઓછા એક તૃતીયાંશ માત્ર સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે એન્કર ઇન્વેસ્ટર એલોકેશન પ્રાઈઝ કે તેથી વધુની કિંમતે રહેશે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં સબસ્ક્રિપ્શન અથવા બિન-ફાળવણીના કિસ્સામાં, બાકીના ઇક્વિટી શેર નેટ ક્યુઆઈબી પોર્શનમાં ઉમેરવામાં આવશે.
વધુમાં, નેટ ક્યુઆઈબી ભાગનો 5% હિસ્સો માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, અને બાકીનો ચોખ્ખો ક્યુઆઈબી ભાગ મ્યુચ્યુઅલ ફંડ સહિત એન્કર રોકાણકારો સિવાયના તમામ ક્યુઆઈબીને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે ઓફર કિંમત પર અથવા તેનાથી ઊંચી કિંમતે પ્રાપ્ત થયેલી માન્ય બિડ્સને આધીન રહેશે. આ ઉપરાંત, નેટ ઓફરના લઘુતમ 15% બિન-સંસ્થાકીય બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે
જેમ કે: (એ) બિન-સંસ્થાકીય રોકાણકારોને ઉપલબ્ધ ભાગનો એક તૃતીયાંશ ભાગ રૂ. 0.20 મિલિયનથી વધુ અને રૂ. 1.00 મિલિયન સુધીની એપ્લિકેશન સાઈઝ ધરાવતા અરજીકર્તાઓ માટે આરક્ષિત રહેશે અને (બી) બિન-સંસ્થાકીય રોકાણકારો માટે ઉપલબ્ધ ભાગનો બે તૃતીયાંશ ભાગ રૂ. 1.00 મિલિયનથી વધુની એપ્લિકેશન સાઈઝ ધરાવતા અરજીકર્તાઓ માટે આરક્ષિત રહેશે,
એ શરતે કે આવી સબ-કેટેગરીઝ પૈકીની કોઈ કેટેગરીમાં અનસબ્સ્ક્રાઇબ કરેલ ભાગ બિન-સંસ્થાકીય રોકાણકારોની અન્ય સબ-કેટેગરીના અરજીકર્તાને ફાળવવામાં આવે, જો ઓફર કિંમત પર અથવા તેનાથી વધુની કિંમતે લાયક બિડ્સ પ્રાપ્ત થઈ હોય. આ ઉપરાંત, સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સ અનુસાર રિટેલ વ્યક્તિગત બિડર્સ (“આરઆઈબી”)ને ફાળવણી માટે નેટ ઓફરનો લઘુતમ 35% હિસ્સો ઉપલબ્ધ રહેશે,
જે ઓફર કિંમત પર અથવા તેનાથી વધુની કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થવાને આધીન રહેશે. આ ઉપરાંત, ઇક્વિટી શેર્સ એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન હેઠળ અરજી કરનારા લાયક કર્મચારીઓને પ્રમાણસર ધોરણે ફાળવવામાં આવશે, એ શરતે કે તેમની પાસેથી ઓફર કિંમત અથવા તેનાથી ઉપરની કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય.
એન્કર ઇન્વેસ્ટર્સ સિવાયના તમામ બિડર્સે ઓફરમાં ભાગ લેવા માટે તેમના સંબંધિત બેંક ખાતાની વિગતો (યુપીઆઈ બિડર્સના કિસ્સામાં યુપીઆઈ આઈડી (અહીં જણાવ્યા મુજબ) સહિત) રજૂ કરીને બ્લોક કરેલી રકમ (“ASBA”) પ્રોસેસ દ્વારા સમર્થિત એપ્લિકેશનનો ફરજિયાતપણે ઉપયોગ કરવો જરૂરી છે જે નિયમો મુજબ એસસીએસબી અથવા સ્પોન્સર બેંકો દ્વારા બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ દ્વારા એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં ભાગ લેવાની મંજૂરી નથી. વિગતો માટે, આરએચપીના પેજ નંબર 436થી શરૂ થતી “ઓફર પ્રોસીજર” જુઓ.
એક્સિસ કેપિટલ લિમિટેડ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, એચએસબીસી સિક્યોરિટીઝ એન્ડ કેપિટલ માર્કેટ્સ (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડ અને જેએમ ફાઈનાન્સિયલ લિમિટેડ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર છે.