Western Times News

Gujarati News

ફોજદારી બારના પૂર્વ પ્રમુખ સ્વ. આર. આર. શુકલને સ્મરર્ણાજલિ અર્પતા જુનીયર્સ ધારાશાસ્ત્રીઓ !!

ગુજરાત બાર કાઉન્સિલના પૂર્વ ચેરમેન અને ફોજદારી બારના પૂર્વ પ્રમુખ સ્વ. આર. આર. શુકલને શ્રેષ્ઠ ગુરૂ અને પિતાતુલ્ય માર્ગદર્શક ગણાવી સ્મરર્ણાજલિ અર્પતા જુનીયર્સ ધારાશાસ્ત્રીઓ !!

તસ્વીર ગુજરાત બાર કાઉન્સિલના પૂર્વ ચેરમેન, ફોજદારી કોર્ટ બારના પૂર્વ પ્રમુખ અનસે વિખ્યાત ધારાશાસ્ત્રી સ્વ. શ્રી આર. આર. શુકલને સ્મરણાંજલિ અર્પવા યોજાયેલ ! કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તેમના હાથ નીચે તૈયાર થઈ સફળ થયેલા જુનીયર્સ વકલોની છે !

એ.પી.પી. શ્રી ભાવેશભાઈ મોદી, નોટરી અને એડવોકેટ શ્રીમતી દર્શનાબેન પરીખ, શ્રી ધર્મેન્દ્રભાઈ મોદી (લો-ઓફિસર), શ્રી વિક્રમભાઈ ખુશ્વા, સરકારી વકીલ શ્રી અમિતભાઈ તિવારી, એડવોકેટ શ્રી રાજેશભાઈ મોદી, શ્રી દિપકભાઈ શર્મા સહિત અનેક સફળ ધારાશાસ્ત્રીઓએ ઉપસ્થિત રહી સ્વ. શ્રી આર. આર. શુકલાને “ગુરૂજી” તરીકે જ નહીં પિતાતુલ્ય વાત્સલ્યમૂર્તિ તરીકે પણ યાદ કર્યા !

અને કેટલાકે તો પોતાના જીવનમાં અંગત મદદકર્તા તરીકે મહાન માનવતાવાદી અને પ્રમુખ માર્ગદર્શક ગણાવી સ્મરણાંજલિ અર્પી હતી ! જયારે છેલ્લે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા આર. આર. શુકલાને શ્રી આશિષભાઈ શુકલા અને શ્રી અમુલભાઈ શુકલાએ ભાવનાત્મક શ્રધ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ સર્વેનો હૃદયપૂર્વક આભાર પણ માન્યો હતો !!!! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)

એ.પી.પી. ભાવેશભાઈ પટેલ, એડવોકેટ શૈલેષભાઈ મોદી, નોટરી શ્રીમતી દર્શનાબેન પરીખ, સરકારી વકીલ અમિતભાઈ તિવારી, ધર્મેન્દ્રભાઈ મોદી, રાજેશભાઈ મોદી સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં !!

અમેરિકાના પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટે સરસ કહ્યું છે કે, ‘જયાં સુધી તમે જીતવા માટે લડતા નથી, ત્યાં સુધી તમે મજબુત ટકકર આપી શકતા નથી’!! મહાત્મા ગાંધી કહેતાં હતાં કે, ‘જીવો એ રીતે કે, જાણે આવતી કાલે તમે મૃત્યુ પામવાના છો અને શીખો એવી રીતે કે, જાણે તમે કદી મરવાના જ નથી’!! સ્વ. શ્રી આર. આર. શુકલે અથાગ પરિશ્રમ સાથે ફકત વકીલાત કરી પોતે જ સફળ થયા નથી !

પરંતુ ગુજરાતના અનેક જુનીયર્સ વકીલોને તેમની કારકિર્દી ઘડવામા મહત્વનું યોગદાન આપી સફળ ગુરૂ પણ થયા છે ! અમદાવાદ પાલડી અંકુર સ્કૂલ ખાતે એક સ્મરણાંજલિ કાર્યક્રમ યોજાઈ ગયો ! જેમાં ગુજરાત બાર કાઉન્સિલના પૂર્વ ચેરમેન અને જાણીતા ધારાશાસ્ત્રી સ્વ. શ્રી આર. આર. શુકલના અનેક જુનીયર્સ વકીલો ઉપસ્થિત રહ્યાં હતાં !

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.