R.T.O ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી ડબલ શિફટ્માં કાર્યરત

પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી અમદાવાદ ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની કામગીરી ડબલ શિફટ્માં કાર્યરત કરવામાં આવી છે. જેમાં શિફ્ટ-૧ નો સમય સવારના ૬.૩૦ કલાકથી સ્બપોરના ૨.૩૦ કલાક સુધી રહેશે અને બીજી શિફ્ટનો સમય બપોરે ૩.૦૦ કલાકથી રાત્રિના ૯.૦૦ કલાક સુધી રાખવામાં આવ્યો છે.
જેથી અમદાવાદ શહેરના નાગરિકો ઉપરોકત સમય દરમ્યાન R.T.O ખાતે જઈને ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકે છે તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયું છે.
મોટર સાયકલની સીરીઝ GJ-01-VM માટે ઇ-ઓકશન
આર.ટી.ઓ., અમદાવાદ કચેરી દ્વારા મોટરીંગ પબ્લિકની સગવડતા માટે પસંદગીના નંબર માટે GJ-01- VL ની સિરિઝ પુરી થનાર છે તેથી નવી VM સિરિઝ માટે નંબરોની ફાળવણી ઓનલાઇન ઇ-ઓક્શનથી શરૂ કરવામાં આવનાર છે.
વાહન માલિકો તેમના વાહનનું રજિસ્ટ્રેશન કરાવી HTTP://parivahan.gov.in/fancy પર રજિસ્ટ્રેશન કરી બીડીંગમાં ભાગ લઇ ઇ-ઓક્શનમાં ભાગ લઇ શકશે.
તા.૦૧-૦૮-૨૦૨૧ થી તા.૩-૦૮-૨૦૨૧ સુધી ઇ-ઓક્શન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાના રહેશે. ઇ-ઓક્શનની શરૂઆત તા.૦૪/૦૮/૨૦૨૧ થી ૦૬/૦૮/૨૦૨૧ સુધી રહેશે. તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયું છે.