રાધનપુર તાલુકાના આ ગામની મહિલાઓને આજે પણ એક કિલોમીટર ચાલી પાણી લેવા જવું પડે છે
ઉનાળામાં થતી પાણીની સમસ્યાનું નિવારણ લાવવા ઉચ્ચ સ્તરે રજુઆત
પાટણ, પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના ગોતરકા ગામે ઉનાળો શરૂ થતાની સાથે જ પીવાના પાણીની માટે ગ્રામજનોને હાલાકી ભોગી પડી રહી છે.ગ્રામજનોને પુરતા પ્રમાણમાં પાણીનો પુરવઠો મળી રહે તે માટે ગામના સરપંચ દ્વારા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને રજુઆત કરવામાં આવી હતી.
પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના ગોતરકા ગામે ઉનાળો શરૂ થતાની સાથે જ મહીલાઓને પીવાના પાણી માટે એક કિલોમીટર દૂર માથે બેડા મુકીને જવાની ફરજ પડી છે. તો પાણીની સમસ્યાને લઈને બાળકના અભ્યાસ પ રતેની અસર પડી રહી છે.
ગોતરકા ગામે પીવાના પાણીની પુરતી સુવિધા ઉપલબ્ધ બને અને ગ્રામજનોને પુરતા પ્રમાણમાં પીવાના પાણીનો જથ્થો મળી રહે તે માટે ગામના સરપંચ રમેશજી ઠાકોર દ્વારા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને રજુઆત કરી ગોતરકા ગામે ઉનાળામાં સર્જાતી પાણીની સમસ્યાનું નિવારણ લાવવા માંગ કરવામાં આવી છે.
હાલમાં ઉનાળાની સીઝનમાં ગોતરકા ગામની મહીલાઓ ગામથી દુર આવેલ પાણીની ટાંકી પીવાનું પાણી મેળવવા માટે વહેલી સવારથી લાઈનોમાં બે કલાક ઉભા રહી વારાફરતી પીવાનું પાણી મેળવી રહી છે. પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા ગોતરકા ગામની પાણીની સમસ્યાનો ત્વરીત ઉકેલ લાવે તેવી માંગ ગામની મહીલાઓની માંગ છે.