શું વિક્રાંત મેસ્સી અને રાધિકા આપ્ટે સિરિયલ કિલરની હકિકત બહાર લાવવામાં સફળ થશે?

મસુરીની સુંદર ટેકરીઓની વચ્ચે, એક અદ્દભુત સુંદરતા ધરાવતુ નાનકડું શહેર થથરાવતા રહસ્યને શોધી રહ્યું છે. આ શનિવારે એન્ડપિક્ચર્સ પણ આવું જ એક રહસ્ય લઇને આવી રહ્યું છે, “ફોરેન્સિક”ના વર્લ્ડ ટેલિવિઝન પ્રિમિયરની સાથે, ૨૭મી ઓગ્ટના રોજ રાત્રે ૯ વાગે.
રહસ્યમય ખૂન, ખોવાયેલા બાળકો અને જરા પણ ખુશાલ નહીં એવા જન્મદિનની સાથે આ સાયકોલોજીક થ્રિલર આપણને એક અંધકારમય અને વણાંક પર લઇ જશે, જ્યાં એક પોલિસ અને ફોરેન્સિક અધિકારી એક વિચિત્ર હત્યાના કેસમાં આગળ વધી રહ્યા છે.
આ ફિલ્મમાં ઘણા પરિમાણિય કોયડા છે અને દરેક કોયડા એક નવા જ રહસ્યને સંપૂર્ણ નવા સ્તર પર લઈ જાય છે. એન્ડપિક્ચર્સ પર ટોપ-ટીયર મનોરંજનથી ભરેલી કંઈક હટકે વાર્તાની સાથે અદ્દભુત એક્શન તથા એવોર્ડ વિજેતા પફોર્મન્સને તમારી સ્ક્રીન પર લઇને આવશે દર શનિવારે તેની પ્રસ્તાવના શનિવાર પ્રિમિયર પાર્ટીના ભાગ રૂપે, આ સપ્તાહને અંતે રાધિકા આપ્ટે અને વિક્રાંત મેસ્સીની શોધમાં જાેડાઓ ફોરેન્સિકના વર્લ્ડ ટેલિવિઝન પ્રિમિયરની સાથે.
ફિલ્મમાં એક પોલિસ અધિકારી અને ફોરન્સિક ઓફિસરની એક અલગ જ ટીમ છે, જે એક એવા સિરિયલ કિલરને શોધી રહી છે, જે નાનકડી છોકરીઓનું તેમના જન્મદિવસ પર અપહરણ કરે છે. વિક્રાંત મેસ્સીએ એક જાેન્ટી ફોરેન્સિક નિષ્ણાંતની સાથોસાથ વાસ્તવિક જીવન અને રીલ લાઈફમાં આકર્ષક એવી રાધિકા આપ્ટે પોલિસ અધિકારીના પાત્રમાં પ્રભાવિત કરે છે. પ્રાચી દેસાઈનું પફોર્મન્સ અદ્દભુત છે, રોહિત રોય સમગ્ર ફિલ્મમાં ધ્યાન ખેંચે છે.
ફિલ્મ વિશે વાત કરતા રાધિકા આપ્ટે કહે છે, “ફક્ત એક જ કારણ છે, જેના લીધે હું ફોરેન્સિક કરવા તૈયાર થઈ હતી અને તે છે, વિક્રાંત મેસ્સી. હું ઘણા સમયથી તેની સાથે કામ કરવા ઇચ્છતી હતી અને આ ફિલ્મ દ્વારા મને એ કામ મળ્યું છે. તમે નહીં માનો પણ આ પ્રોજેક્ટ માટે તૈયાર થયાના ઘણા સમય બાદ મેં સ્ક્રિપ્ટ વાંચી હતી, હું તેની સાથે કામ કરવા માટે જ અત્યંત ઉત્સાહિત હતી.
મને લાગે છે કે, અમારા માટે આ એક સંપૂર્ણપણે યોગ્ય સ્ક્રિપ્ટ છે, હું એક પોલિસ તરીકે અને તે ફોરેન્સિક સ્પેશિયાલિસ્ટ તરીકે સાથે મળીને રહસ્યનો ઉકેલ મેળવીએ છીએ. મને લાગે છે કે, સૌથી રોમાંચક બંનેની નિર્દોષ મિત્રતા છે અને કંઈક યોગ્ય મેળવવાની પ્રક્રિયા જ અમને સમૃદ્ધ બનાવતી હતી.”તેના પાત્ર વિશે ચર્ચા કરતા, વિક્રાંત મેસ્સી ઉમેરે છે, “મને આ પાત્રની સાથે જેને જાેડ્યો છે, તે છે તે પાત્રના તેના પ્રોફેશન માટેનો જુસ્સો. વ્યક્તિગત રીતે હું તેની સાથે જાેડાઈ ગયો.