રાધિકા મર્ચન્ટે નામ બદલીને રાધિકા અંબાણી કર્યું
મુંબઈ, રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીએ ૧૨ જુલાઈએ વૈભવી લગ્ન કર્યા પછી હવે રાધિકા મર્ચન્ટે તેની અટક બદલીને રાધિકા અંબાણી કરી દીધી છે. ત્ચારે હવે લગ્ન પછી પહેલી વખત એક ઇન્ટરવ્યૂમાં પોતાની પ્રોફેશનલ જર્ની અને ભવિષ્યના આયોજન અંગે વાત કરી હતી. રાધિકા મર્ચન્ટ એનકોર હેલ્થકેરના ડોમેસ્ટિક માર્કેટિંગની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે.
ભારતમાં અને ખાસ કરીને સાઉથના રાજ્યોમાં પોતાની કંપનીનું સ્થાન મજબૂત કરવાનો તેનો દૃઢ નિશ્ચય છે. તેણે સમગ્ર દેશમાં હેલ્થકેરના ગુણવત્તાયુક્ત ઉત્પાદનો માટે ટેન્કોલોજીની મદદ અને તેના મહત્વ વિશે વાત કરી હતી.રાધિકાએ પોતાના પિતા વિરેન મર્ચન્ટની કંપનીમાં કૅરિઅરની શરૂઆતમાં શીખેલા મૂલ્યો તેની નેતૃત્વની કુશળતાના મૂળમાં છે.
તેણે પિતાની કંપનીની કામગીરીને યોગ્ય રીતે સમજવા માટે મેડિકલ રીપ્રેઝન્ટેટિવથી પોતાની કૅરિઅરની શરૂઆત કરી હતી.રાધિકાએ કહ્યું,“મારા પહેલા બોસે મને કહ્યું હતું કે, જો તમે કોઈ કંપનીમાં સેલ્સનું કામ સંભાળી શકો તો તમે એ કંપનીમાં કોઈ પણ હોદ્દા પર કામ કરી શકો છો, કારણ કે સેલ્સમાં તમારે દરેક ઉત્પાદનોની અંદરની અને બહારની બાબતો, ફાયનાન્સ અને ડિસ્ટ્રિબ્યુશન બધું જ સમજવું પડે છે.
તેના કારણે તમે સીધા તમારા ગ્રાહકના સંપર્કમાં રહી શકો છો.”આ ઇન્ટરવ્યૂમાં રાધિકાની બહેન અંજલી મર્ચન્ટ સાથે પણ વાત કરવામાં આવી હતી, જે એનકોરમાં ઇન્ટરનેશનલ માર્કેટની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. તે કંપનીની વિશ્વકક્ષાએ વિકાસની યોજનાઓ અને કંપનીની ૨૦ દેશોમાં હાજરી વિસ્તારવાની વાત પણ તેણે કરી હતી.
તાજેતરમાં જ રાધિકાએ અંબાણી પરિવારની વહુ તરીકે પહેલી વખત પોતાના ૩૦મા જન્મ દિવસની ઉજવણી કરી હતી. જેમાં તેના પરિવારના સભ્યો અને નજીકના મિત્રો હાજર રહ્યાં હતાં. તેની કેક કટિંગના વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થયા હતા.SS1MS